કેરી નીચે કેમ પડી
એક ગામ હતું, તેનું નામ હતું સુસ્તીપુર. સુસ્તીપુર એક એવું ગામ હતું, જ્યાં સમય જાણે થંભી ગયો હોય. અહીંની હવા ભારે અને સુસ્ત હતી, જાણે કે આકાશમાંથી પણ આળસ ટપકી રહી હોય. સુસ્તીપુરનું વાતાવરણ હંમેશાં ધૂંધળું અને ભેજવાળું રહેતું હતું. સૂર્ય પણ જાણે આ ગામ પર પ્રકાશ પાડવામાં આળસ કરતો હોય. પક્ષીઓ પણ ભાગ્યે જ કલરવ કરે, જાણે કે તેઓ પણ આ ગામની સુસ્તીથી પ્રભાવિત થઈ ગયા હોય.
સુસ્તીપુરના લોકો શાંત અને નિષ્ક્રિય સ્વભાવના હતા. તેઓ કોઈ પણ કામ કરવામાં ઉતાવળ કરતા નહીં. તેઓને ગપસપ કરવામાં અને આરામ કરવામાં જ, વધુ રસ હતો. આ એક એવું ગામ હતું જ્યાં જીવન ખૂબ જ ધીમી ગતિએ ચાલતું હતું. અહીંના લોકો આળસ અને શાંતિથી જીવતાં હતાં જો તમે શાંતિ અને આરામની શોધમાં હોવ તો |સુસ્તીપુર તમારા માટે એક આદર્શ સ્થળ હોઈ શકે. ગામ લોકોનું માનવું હતું કે દુનિયા ગોળ છે. એટલે આપણે ફરવાની શું જરૂર? જેથાય તે ગોળ ગોળ ફર્યા કરે.
આંબા, લીમડા અને વડના વૃક્ષો સુસ્તીપુરના પાદરને સુંદર અને શાંતિપૂર્ણ બનાતા હતા. આ પાદર ગામના લોકો માટે આરામ અને આનંદનું સ્થળ પણ હતું.સુસ્તીપુરના પાદરમાં આંબાના ઝાડ ઘણા પ્રમાણમાં હતા. આંબા ના ઝાડ પર ઉનાળામાં મીઠી અને રસીલી કેરીઓ આવતી હતી. લીમડાના ઝાડ પણ ગામના પાદરમાં જોવા મળતા. આ ઝાડ શીતળતા આપે એટલે ગામ લોકોને આરામ કરવાની મઝા પડતી. મોટા મોટા વડના ઝાડ પણ સુસ્તીપુરના પાદરમાં જોવા મળતાં હતાં. આ ઝાડ તેમની વિશાળ છત્રીઓ માટે જાણીતા છે, જે ગામના લોકોને ગરમીથી બચાવતા અને પશુઓ પણ તેની નીચે બેસતા અને આરામ કરતા હતાં.
સુસ્તીપુરમાં એક માણસ રહેતો હતો તેનું નામ હતું પપ્પુ. પપ્પુ સુસ્તીપુરનો સૌથી આળસુ માણસ એટલે હતો. પપ્પુનું નામ પડે એટલે આખા ગામમાં સુસ્તીની જાણે લહેર ફરી વળે. એ એટલો આળસુ કે સવારે સૂરજ માથે આવે તો પણ તે ખાટલામાંથી ઊઠવાનું નામ ન લે. જો કોઈ ભૂલથી પણ એને કામ કરવાનું કહે તો એવા બહાના બનાવે કે સાંભળવાવાળાને પણ ચક્કર જ આવી જાય. મેલાંઘેલા એના કપડાં, વિખરાયેલા વાળ અને ઊંઘ હંમેશાં એની આંખોમાં છવાયેલી હોય. એ ખાવાનું પણ ત્યારે જ ખાય જ્યારે કોઈ એના મોઢામાં કોળીયો મૂકે. જો કોઈ એને પૂછે કે *પપ્પુ, શું કરે છે?' તો એનો એક જ જવાબ હોય. 'આરામ' જાણે કે આરામ કરવો એ જ એનો ધર્મ હોય. સુસ્તીપુરમાં પપ્પુ આળસનું જીવતું જાગતું ઉદાહરણ હતું.
એક દિવસ, ગામના પાદરમાં એક વિચિત્ર ઘટના બની. સવારનો સમય હતો. પપ્પુ, આંબાના ઝાડ નીચે ખાટલામાં સુતો હતો. ત્યારે પાકેલી એક કેરી ટપ્પ કરતી નીચે પડી. પપ્પુને કેરીઓ ખૂબ ભાવતી, પણ તે એટલો આળસુ હતો કે તેને નીચે પડેલી કેરીને ઉપાડવાનું મન પણ ના થાયું. અને કેરી ને જોઈને પાછો સુઈ ગયો.
કેરી ઉપરથી નીચે જ કેમ પડી?
એવામાં જ બીજી મોટી કેરી ધડામ કરતી તેના પેટ પર પડી! પપ્પુ તો ઊંઘમાંથી ઝબકી જ ગયો! ગુસ્સામાં તે કેરીને ઉપાડીને ફેંકવા ગયો, પણ ત્યાં જ તેને વિચાર આવ્યો કે, "આ કેરી ઉપરથી નીચે જ કેમ પડી? ઉપર કેમ ના ગઈ?" આ સવાલ પપ્પુના મગજમાં ગોળ ગોળ ફરવા લાગ્યો.
આ ગામમાં પ્રોફેસર ભૂલચંદ પણ રહેતાં હતાં. પ્રોફેસર
ભૂલચંદ વિજ્ઞાનના પ્રોફેસર હતાં. પરંતુ, તે એક વિચિત્ર વ્યક્તિ હતા. તેઓ હંમેશા કંઈક નવું નવું શોધવા માટે ઉત્સુક રહેતાં, પરંતુ તેઓ વારંવાર ભૂલી જતા કે તેઓ શું શોધી રહ્યા હતા. તેઓ એકવાર એક પ્રયોગ કરી રહ્યા હતા. જેમાં તેમને એક ખાસ પ્રકારના પદાર્થની જરૂર હતી.પરંતુ તેઓએ તેને ક્યાં મૂક્યો હતો. તે જ ભૂલી ગયા, તેઓએ તેને શોધવા માટે ઘણા કલાકો વિતાવ્યા. છતાં, ન મળ્યો, છેવટે તેને તે પદાર્થ તેમના ટેબલના ડ્રોઅરમાંથી મળ્યો.
ભૂલચંદ એક સારા શિક્ષક હતા, પરંતુ તેમના વિદ્યાર્થીઓને તેમની સાથે ક્લાસમાં રહેવું મુશ્કેલ લાગતું હતું. તેઓ વારંવાર ભૂલી જતા હતા કે તેઓ શું શીખવી રહ્યા છે. પછી
વિદ્યાર્થીઓ તેમને યાદ અપાવતા કે તેઓ શું શીખવી રહ્યા છે. તેમના વિદ્યાર્થીઓ તેમના પર હસતા હતા, પરંતુ તેઓ તેમને ગંભીરતાથી પણ લેતા હતા.ભૂલચંદ એક સારા વ્યક્તિ હતા. તેઓ હંમેશા અન્ય લોકોને મદદ કરવા માટે તૈયાર રહેતા, અને તેઓ હંમેશા ખુશ રહેતા. તેઓ સુસ્તીપુરના લોકોમાં લોકપ્રિય હતા, અને ગામલોકો તેમના વિના જીવનની કલ્પના પણ કરી શકતા ન હતા.
પપ્પુ પણ ગામ લોકો સાથે પોતાના સવાલનો જવાબ મેળવવા માટે પહોંચી ગયો પ્રોફેસર સાહેબ પાસે. પપ્પુએ તેમના સાથે બનેલ ઘટનાનું વર્ણન કર્યું અને કહ્યું કે મારા મગજમાં એક સવાલ સવારનો ગોળ ગોળ ઘૂમ્યાં કરે છે, કે આ કેરી ઉપરથી નીચે જ કેમ પડી? ઉપર કેમ ના ગઈ? મને એ સમજાવશો જરા !
પપ્પુનો સવાલ સાંભળીને પ્રોફેસર ભૂલચંદ વિચારમાં પડી ગયા. તેમણે પોતાની ચોપડી ખોલી, પણ તેમાં તો રસોઈની રેસિપી લખેલી હતી! પછી તેમણે આકાશ તરફ જોયું તો તેમને વાદળોમાં બટાકાનું શાક દેખાયું! છેવટે, પ્રોફેસર ભૂલચંદને યાદ આવ્યું કે આ તો ગુરુત્વાકર્ષણ બળ વિશે પૂછી રહ્યો છે ! તેમણે પપ્પુને સમજાવતા કહ્યું કે, "જો પપ્પુ, આ દુનિયામાં દરેક વસ્તુ એકબીજાને પોતાની તરફ ખેંચે છે. તેજ રીતે પૃથ્વી પણ કેરીને પોતાની તરફ ખેંચે છે, એટલે જ કેરી નીચે પડે છે. જો પૃથ્વી ના હોત તો કેરી ક્યાંક દૂર અવકાશમાં જતી રહેત!"
પપ્પુને આ વાત થોડી ગૂંચવણભરી લાગી. તેણે પૂછ્યું, 'તો પ્રોફેસર, હું પણ પૃથ્વીને પોતાની તરફ ખેંચું છું?" પ્રોફેસર ભૂલચંદ હસીને બોલ્યા, "હા પપ્પુ હા, તું પણ પૃથ્વીને પોતાની તરફ ખેંચે છે, પણ તું એટલો નાનો છે કે તારું ખેંચાણ પૃથ્વીને અસર પણ કરતું નથી. જો, એક મચ્છર હાથીને ખેંચે તો હાથીને તેનાથી કોઈ ફેર પડે ખરો?"
આ સાંભળીને પપ્પુ હસવા લાગ્યો લાગ્યો અને પૂછ્યું “જો ગુરુત્વાકર્ષણ બળ ના હોત તો શું થાત?" પ્રોફેસર ભૂલચંદે હસીને કહ્યું, "જો ગુરુત્વાકર્ષણ બળ ના
જ આપણે જમીન પર ચાલી શકીએ છીએ, પાણી નદીઓમાં વહે છે અને વરસાદ ઉપરથી નીચે પડે છે.
પ્રોફેસરે ગુરુત્વાકર્ષણના ફાયદા સમજાવતા કહ્યું કે આના લીધે જ પૃથ્વી પર વસ્તુઓ ટકી રહે છે, અને આપણને ચાલવામાં કે વસ્તુઓ ઉપાડવામાં મદદ મળે છે. જો ગુરુત્વાકર્ષણ ન હોત તો બધું જ હવામાં તરતું હોત !
પછી પ્રોફેસરે ગુરુત્વાકર્ષણના કારણે ઉત્પન્ન થતી મુશ્કેલીઓ વિશે પણ વાત કરતા કહ્યું "ગુરુત્વાકર્ષણના કારણે જ વસ્તુઓ નીચે પડે છે" તેમણે આગળ કહ્યું, "એટલે જો કોઈ ઊંચી જગ્યાએથી પડે તો તેને ઈજા થઈ શકે છે. વૃદ્ધ થવાની સાથે આપણું શરીર પણ ગુરુત્વાકર્ષણના કારણે જ નબળું પડતું જાય છે. પર્વતો પર ચડવું હોય કે વજન ઉપાડવો હોય તો, તે પણ ગુરુત્વાકર્ષણના લીધે મુશ્કેલ લાગે છે."
પપ્પુએ હસતાં હસતાં કહ્યું કે, “મને હવે સમજાયું કે મારી સુસ્તી અને આળસનું કારણ પણ કદાચ ગુરુત્વાકર્ષણ જ હશે"
હોત તો આપણે બધા હવામાં ઉડતા હોત પપ્પુ ! ખાવાનું ખાતી વખતે મારી થાળી પણ ઉડતી હોત, સૂતી વખતે તારો ખાટલો પણ ઉડતો હોત! અને આખું સુસ્તીપુર હવામાં ગોળ ગોળ ફરતું હોત!"
આ સાંભળીને પપ્પુ અને ગામલોકો ડરી ગયા! પ્રોફેસરે કહ્યું “આમાં ગભરાવવા જેવી કોઈ વાત નથી" પપ્પુએ કહ્યું" તો, તમે અમને વિગતવાર સમજાવો કે અમારે કેમ ના ડરવું જોઈએ?”
પ્રોફેસર ભૂલચંદે પપ્પુ અને ગામલોકો ને સમજાવતા કહ્યું કે "આપણે, પ્રાણીઓ અને વસ્તુઓ પૃથ્વી પરથી ઉડી જતાં નથી એનું મુખ્ય કારણ છે- ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ એક કુદરતી બળ છે જે બે વસ્તુઓને એકબીજા તરફ ખેંચે છે. પૃથ્વીનું દળ ખૂબજ મોટું હોવાથી, તેનું ગુરુત્વાકર્ષણ બળ પણ ખૂબ જ વધારે હોય છે. આ બળ જ આપણને પૃથ્વીના કેન્દ્ર તરફ ખેંચી રાખે છે, જેના કારણે
પછી પપ્પુ અને ગામલોકોએ પ્રોફેસર ભૂલચંદનો આભાર માન્યો અને ઘરે જઈને શાંતિથી સૂઈ ગયા.
આ રીતે, સુસ્તીપુરના લોકોને એક કેરી અને એક આળસુ માણસના કારણે ગુરુત્વાકર્ષણ બળ વિશે જાણવા મળ્યું. અને હા, હવે પપ્પુની આળસ પણ ઓછી થઈ ગઈ, કેમકે તેને સમજાયું કે દુનિયા ગોળ છે, પણ ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણે બધા એક જગ્યાએ ટકી રહી શકીએ છીએ અને કોઈ વસ્તુના વજન પર પણ તેની અસર થાય છે!
માટે, બાળમિત્રો ક્યારેય આળસ કરવી નહીં અને નવું નવું જાણવા માટે પ્રશ્નો પૂછવાનું તો, ભૂલવાનું જ નહીં
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો