વિરામ ચિન્હો ની સમજ / punctuation marks

 વિરામચિહ્નો



વિરામચિહ્નો એટલે શું ?


"વિરામચિહ્ન એટલે લખાણ વાંચતા થોભવાની નિશાની."


વિરામચિહ્ન ઉકિતમાં અટકવાના સ્થાનો દર્શાવવા માટે તથા અર્થની દ્રષ્ટિએ વાક્યના ઘટકોનો જુદી જુદી જાતનો સંબંધ સૂચવવા માટે લેખનમાં જે ચિહ્ન વપરાય છે તેને " વિરામચિહ્ન " કહેવામાં આવે છે.


જેમ કે: "ચોરી કરવી નહીં, કરે તેને શિક્ષા થશે" તેના બદલે ખોટા વિરામચિહ્ન વડે "ચોરી કરવી, નહીં કરે તેને સજા થશે." આવો અનર્થ જોવા મળે છે.


આમ, ભાષા શુદ્ધિ માટે વિરામચિન્હોની તેના ઉપયોગની અનિવાર્યતા રહેલી છે.


વિરામ : વિસામો, અટકવું, આરામ. ચિહ્ન: નિશાની, સંકેત.


વાક્યમાં આરોહ-અવરોહ લાવવા, અર્થની સ્પષ્ટતા લાવવા કે અટકવા માટે ઉપયોગમાં લેવાતાં સંકેતોને વિરામચિહ્નો કહેવામાં આવે છે.


ઘણા લાંબાં વાક્યો વચ્ચે મુકેલા વિરામચિહ્નોના ખોટા ઉપયોગથી ઘણીવાર અર્થનો અનર્થ પણ થઈ જાય છે. દરેક ભાષામાં વપરાતા વિરામચિહ્નોનું મહત્ત્વ વિશેષ હોય છે. ગુજરાતી ભાષામાં વપરાતાં વિરામચિહ્નો અને તેના ઉપયોગો નીચે છે.


વિરામચિહ્નનું કાર્ય નીચે મુજબ છે. આ વિરામચિહ્નોનાં મુખ્ય ચાર કાર્ય છે.


(૧) સમાપન : વાકયાંતે આવતાં આરોહ કે અવરોહ સૂચવતાં વિરામચિહ્નોનું કાર્ય 'સમાપન' દર્શાવવાનું છે. પૂર્ણવિરામ (.), પ્રશ્નાર્થચિહ્ન (?), ઉદ્ગારચિહ્ન (!) આદિ સમાપન દર્શાવે છે.


(૨) ઉદ્ઘાટન : પ્રથમ વાકયાંશમાં જે વિગતો હોય તેનું વધુ વિવરણ, સ્પષ્ટતા કે પ્રકાર આદિ બાબતોનો બીજા વાકયાંશમાં નિર્દેશ થયો છે. તે સૂચવવા માટે ગુરુવિરામ (:), ગુરુરેખા (-) આદિ વિરામચિહ્ન પ્રયોજાય છે.


(૩) વિભાજન : અર્થગ્રહણની સરળતા માટે શબ્દો, પદો, વાકયાંશોનું વિભાજન કરવા માટે અલ્પવિરામ (,), અર્ધવિરામ (;), ગુરુરેખા (-), વિગ્રહરેખા (-) આદિ વિરામચિહ્નો પ્રયોજાય છે.


(૪) સીમાંકન: જે શબ્દ, પદ, પદસમૂહ, વાકયાંશ કે ગૌણવાક્યને વિશેષ રીતે દર્શાવતા હોય – Focus કરવા હોય તેમને જોડમાં પ્રયોજાયેલાં વિરામચિહ્નોની વચ્ચે મૂકવામાં આવે છે. વિશેષ બાબતોના આરંભ – અંતની સીમા દર્શાવતા હોવાથી આ વિરામચિહ્નો હંમેશાં જોડમાં વપરાય છે. – અવતરણ ચિહ્ન - એકવડા ("), બેવડા ("" ).


આમ, ભાષામાં આપણે નીચેનાં વિરામચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ. તમે આ ચિહ્નોનાં કાર્યથી પરિચિત છો. તેમ છતાં તે વિરામચિહ્નોનો ઉપયોગ જોઈ લઈએ.


વિરામચિહ્નો


(૧) પૂર્ણવિરામ ( . ) :


જ્યારે સાદુ વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણવિરામ મૂકવામાં આવે છે.


સૌથી વધુ પ્રમાણમાં વપરાતું ચિન્હ પૂર્ણવિરામ છે. અન્ય વિરામચિન્હોને મુકાબલો આ વિરામચિન્હ વાપરવામાં લખનારને અ


જણાય છે. આ વાક્યનો અંત સૂચવનારું ચિન્હ છે.


(અ) વાક્ય પૂરું થતું હોય ત્યારે “પૂર્ણવિરામ" મુકાય છે.


ઉદાહરણ:


(૧) આજે શુક્રવાર છે.


(૨) આજે શાળામાં ગરબા રમવાના છે.


(૩) પરી સુંદર લાગે છે.


(બ) વ્યાકરણની દ્રષ્ટિએ વાક્ય પૂરું થતું ન હોય પરંતુ વિચાર પૂરો થતો હોય ત્યારે આ ચિન્હ મુકાય.


(૧) તમે ક્યાં જાવ છો ? શાળાએ.


(૨) તમે મને ચોપડી આપશો ? નહીં.


(ક) કોઈપણ આજ્ઞાર્થ વાક્ય પછી પૂર્ણવિરામ મુકાય છે.


ઉદાહરણ:


તમે ત્યાં જાવ. બારી બંધ કરો.


(5) શબ્દના સંક્ષિપ્ત / ટૂંકુરૂપ લખતી વખતે પૂર્ણવિરામ મુકાય છે.


ઉદાહરણ:


એ.વ.: એકવચન


ચિ.: ચિરંજીવી


તા. ક. : તાજા કલમ દા.ત.: દાખલા તરીકે


વિ.સં.: વિક્રમ સંવત


અ.સૌ.: અખંડ સૌભાગ્યવતી


પ. પૂ.: પરમ પૂજ્ય


(ઇ) ક્રમ દર્શાવતો શબ્દ કે અંક જ્યારે કૌંસમાં ન આપેલો હોય ત્યારે પૂર્ણવિરામ મુકાય છે.


ઉદાહરણ:


7. અ. (7)


1. 4. (1)


3.5. (3)


(ઈ) વાક્ય પૂરું ન થાય ત્યારે ક્યારેય પૂર્ણવિરામ ન મૂકવું.


ઉદાહરણ:


હું તમારી સાથે


તમે અમારા ઘરે




વિરામચિહ્નો



(૨) અલ્પવિરામ (, ) :


વાક્યમાં જ્યાં સહજ અટકવું પડે ત્યાં અલ્પવિરામ મુકાય છે. આ અલ્પવિરામ વધારે વપરાતું ચિહ્ન છે.


લખાણમાં શબ્દો, શબ્દગુચ્છો, વાકયખંડો કે પેટાવાકયોનું વિભાજન સૂચવે છે.


(૧) વાક્યના પ્રારંભે સંબોધન પછી આ ચિહ્ન મુકાય છે.


ઉદાહરણ:


પરી, મહેમાનો માટે પાણી લાવજે. પપ્પા, આજે એક વાર્તા કહેશો?


(૨) વાક્યમાં ઘણાં નામ, વિશેષણ, અવ્યય કે ક્રિયાપદ અથવા ઉભયાન્વયી અવ્યય એક સાથે આવે ત્યારે "અલ્પવિરામ" મુકવામાં આવે છે.


G.EL. :


નર્મદા, તાપી, સાબરમતી અને મહી ગુજરાતની મુખ્ય નદીઓ છે. ઉમાશંકરની કવિતા મૌલિક, રસાન્વિત અને સરળ છે.


(૩) પત્રલેખનમાં પ્રતિ પછી, સંબોધન પછી અને અંતમાં વિદાયવચન પછી અલ્પવિરામ મુકાય છે.


ઉ.દા.: પ્રતિ, આર્ચાયશ્રી, પૂજ્ય ગુરુજી, આપનો વિદ્યાર્થી,


(૪) સરનામું લખતી વખતે સરનામું પૂરું ન થાય ત્યાં સુધી ખંડ પ્રમાણે અલ્પવિરામ મુકાય છે.


દિનેશ ચૌહાણ ઘર નં.૧૦૧૧, મહેશ્વરી પાર્લર, વિશ્વકર્મા સોસાયટી, ધાનેરા, બનાસકાંઠા.


(૫) સંબોધન વાક્યની વચ્ચે આવ્યું હોય ત્યારે સંબોધનની પહેલા અને પછી આ ચિહ્ન મુકાય છે.


મારી મદદે આવો, પાર્થ, હું નાપાસ થઈશ ! તમને બોલાવું છું, ધનાભાઈ, સાંભળો છો ને ?


(૬) કેટલાક વર્ણનાત્મક શબ્દો પછી આ ચિહ્ન મુકાય છે.


જેમ કે, ટૂંકમાં, એટલે કે, ઉદાહરણ તરીકે, સારાંશ કે, મતલબ કે, ખરેખર, દાખલા તરીકે,


ટૂંકમાં, સત્યનો હંમેશાં જય થાય છે.


સંક્ષેપમાં, રાજવી પુરુષ. એટલે કે, તેઓને ખ્યાલ આવી ગયો. જેમ કે, રામે મર્યાદા પાળી હતી. દાખલા તરીકે, બે ને બે ચાર થાય.


(૭) નીચેના શબ્દોની પહેલા આ ચિહ્ન મુકાય છે.


કારણ કે, પણ, છતાં, કેમ કે, પરંતુ


ઉદાહરણ:


તે ઉભો થયો, પરંતુ બોલ્યો નહીં.


તેઓ આવ્યા હતા, પણ અત્યારે દેખાતા નથી.




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ચૂંટણી પરિણામ 24. Election results

વરસાદી આફત મેપ