ગુરુવાર, 13 માર્ચ, 2025









 *હોળીને કેટલી પ્રદિક્ષણા*

*કરવી જોઈએ?*


ઘણા લોકો આ વાત જાણતા નથી 

કોઈ એક વખત તો કોઈ ચાર વખત જ્યારે કેટલાંક તો મન પડે એટલી વાર હોળીને આંટા ફરતાં હોય છે

ખરેખર તો શાસ્ત્રોના નિયમ અનુસાર

હોળીને સાત પ્રદક્ષિણા કરવી જોઈએ, એનાથી વધું કરવાથી દોષ લાગે છે

મોટેભાગે લોકો સામાન્ય રીતે ચાર પ્રદિક્ષણા કરતાં હોય છે જે યોગ્ય નથી ,પૂરે પૂરાં સાત આંટા ફરવા જોઈએ એમ કરવાથી આખું વર્ષ તંદુરસ્તી જળવાઈ રહે છે

સાથે બીજી પણ એક ખાસ વાત એ છે કે ખાલી હાથે પ્રદિક્ષણા ન કરવી જોઈએ હાથમાં ધાણી રાખવી અને થોડી થોડી ધાણી હોળીમાં હોમતા જવું એ સાચી રીતે છે

હોળીમાં ધાણી હોમવાથી જીવનમાં કોઈ દિવસ અન્ન ની કમી રહેતી નથી

વિશેષમાં એ પણ સમજી લો કે આપણા ઘેર બાળકનો જન્મ થયો હોય અને બાદમાં પ્રથમ વખત જ હોળી આવતી હોય તો એ બાળકને સાથે લઇને સાત પ્રદક્ષિણા

અવશ્ય કરવી જોઈએ જેથી કરીને ગયા ભવમાં આ બાળકને કોઈ દોષ લાગ્યા હોય તો તે દૂર થાય છે


              

           🙏🏻 🌹 🙏🏻 🌹 🙏🏻

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો