શિક્ષકની વાત



🤫 *કોઈ કંઈ કહેતું કેમ નથી???*🤫

 👉અભ્યાસક્રમને મારે યોગ્ય રીતે આયોજન સાથે ભણાવવું છે પણ સમય જ ક્યાં રહેવા દીધો છે????


 👉બાળક ની ઓનલાઇન હાજરી ફરજિયાત... 

બે વાર સાઈટ ખોલો છતાં ના થતી હોય તો ત્રીજી વાર સાઈટ ખોલો પણ હાજરી ઓનલાઇન કરો... 


👉 *ગણિત અને વિજ્ઞાન* એમ વિષય ૨ * ધોરણ ૩ = કુલ ૬ વિષય આવતીકાલે ભણાવવા માટે મેન્ટલી prepaid રહેવું. 


( આવું એક લાઈનમાં લખાઈ જાય છે બાકી એટલું સહેલું પણ નથી અને માનનીય સ્કુલ ઇન્સ્પેક્ટર સાહેબ એમાં પણ વિષયાભિમુખ અને પિરિયડ ની લાસ્ટ મિનિટમાં પ્રશ્નો પૂછી મૂલ્યાંકન કરવાનું રહે છે... 


👉માનનીય સ્કુલ ઇન્સ્પેક્ટર સાહેબના કહ્યા મુજબ જે પણ અધ્યયન નિષ્પતિ પૂરી થાય છે એનું સતત મૂલ્યાંકન કરતું રહેવું. મતલબ દિવસમાં ત્રણ વખત પત્રકમાં તો ❓✅❎ કરવાનું અને જે વિદ્યાર્થી નથી આવ્યા એનું પણ ધ્યાન રાખવું કારણકે અમનું પણ મૂલ્યાંકન કાલે કરી દેવાનું છે...

👉 અમસ્તું જ મૂલ્યાંકન નથી કરવાનું હો!!!! એ માટે કાલે શું શીખવ્યું એની હાઈલાઈટ કહેવાની....ત્યાર પછી પણ જો પ્રશ્ન ચિન્હ આવે તો તમારે ઉપચારાત્મક કાર્ય કરાવો...*_કયા સમયે તેનો કોઈ ઉલ્લેખ નથી.*

*મૂલ્યાંકન... મૂલ્યાંકન... મૂલ્યાંકન...*

આ તો થયું ખાલી પત્રક એનું મૂલ્યાંકન...

👉હજી તો ઘણું અગત્યનું મૂલ્યાંકન એટલે *એકમ કસોટી....* ફક્ત અઠવાડિયામાં એક જ વાર આવે છે અને *દરેક અઠવાડિયે આવે છે*😊 

👉 દરેક વિદ્યાર્થી ની એકમ કસોટી શનિવારે તપાસો... 

👉રહી જાય એ સોમવારે તપાસો....

👉સાથે સાથે જે નહોતા આવ્યા એમ ને એકમ કસોટી પણ લખવો...

👉 મંગળવારે એમની એકમ કસોટી તપાસો.... બુધવારે ઉપચારાત્મક કાર્ય કરાઓ....

👉 ગુરુવારે ઉપચારાત્મક કસોટી લો.... 

👉સ્કેન કરવાની આવે તો ઘરે લઈ જાઓ.... અને હા સાથે-સાથે ભણાવતા પણ રહો કારણ કે કાલે શુક્રવાર છે... 😊

👉ધ્યાન રાખજો કે વાલીની સહી કોઈ બાકી તો નથી ને...

👉હજુ એક મૂલ્યાંકન તો બાકી છે જેનું નામ છે *સ્વમૂલ્યાંકન*.... 👉પણ શિક્ષકને જ કરાવવાનું હોય છે ફક્ત દર અઠવાડિયે જ આવે છે...😊


👉શાળામાં વાંચન, લેખન, ગણન,માં બાળકો નબળા છે. દોષ કોનો? 

શિક્ષકનો? 

હા શિક્ષકનો.  

👉એક કામ કરો *અમારી ઇચ્છા* છે તમે સો કલાક દાનમાં આપો... 


👉પ્રિ ટેસ્ટ લો અને છેલ્લે પોસ્ટ ટેસ્ટ લો...👏 કેવું એક લાઈનમાં જ બે ટેસ્ટ લખાઈ ગયા નહીં...

👉 પણ ચેક કરવા બેસીએ ત્યારે ખબર પડે કેટલો સમય જોઈએ.... અને એ પણ આ બધામાંથી સમય બચાવી ને....

👉ફક્ત અને ફક્ત મૂલ્યાંકન બેઝ શિક્ષણ... પણ કંઈ પણ શીખ્યા વગર નું કેવું મૂલ્યાંકન???

👉 આતો હતી મેન ગેમ... સાથે સાથે દૈનિક લખવાની.... ઉપરથી થયેલ પરિપત્ર પ્રમાણે વિદ્યાર્થીઓ પાસે સ્પર્ધાની તૈયારી કરાવાની.... વાલી સંપર્ક રજીસ્ટર નિભાવવાનું (બાળક ના આવે તો ઘરે જવાનું-રિશેષ માં).... બાળક પુસ્તકો વાંચે એ અપેક્ષિત છે માટે પુસ્તક ઇસ્યુ રજીસ્ટર નિભાવવું... વિજ્ઞાન મેળા માટે કૃતિ તૈયાર કરો...

વિદ્યાર્થીઓ નું સ્વાધ્યાય કાર્ય ચેક કરવું...


👉 છતાં પણ આ બધું જ કામ એક વ્યક્તિ કરી શકે છે!!!

 કોણ??? સુપરમેન???

 ના હવે


*શિક્ષક* 😊


*કઈ રીતે???*

*

👉 જે જે કંઈ સ્કુલ ઇન્સ્પેક્ટર માગે છે એ બધું કરાવ્યાના સબૂત રાખીને...

👉 જે જે કંઈ ના હોય તો એમ કહી દેવાનું કે સાહેબ હવે થઈ જશે... 

(પણ એવું ક્યારેય પણ નહીં કહે કે સાહેબ *આ બધું જ કેવી રીતે પૂરું થઈ શકે* ) 

👉 જે માંગે તે બધું જ હાજર કરવાનો પ્રયત્ન કરવો...

👉 શિક્ષક આ બધું જ કામ તો કરી લે છે પણ એક કામ માં તે મહદઅંશે ચુકી જાય છે અને તે છે *ભણાવવાનું* 😊


*Loss કોનો????*


👉dpeo સાહેબ નો

ના

  👉 TPEO સાહેબ નો

ના

  👉 BRC સાહેબ નો

  

Crc સાહેબ નો

ના

👉Teacher સાહેબ નો

Na

👉વિદ્યાર્થીઓનો

હા

🤨 *એ વળી કોણ છે???*

👉 ભારતનું ભવિષ્ય

👉 આપણે કોઈ દિવસ દેશના ભવિષ્યની ચિંતા કરી છે????

👉 અને છતાં આપણે આપણી જાતને દેશપ્રેમી ગણીએ છીએ.


આવતીકાલે પણ આ બધું કરવા તૈયારી સાથે આવીસ

___એક શિક્ષકની લ્હાય 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ચૂંટણી પરિણામ 24. Election results

વરસાદી આફત મેપ

વિરામ ચિન્હો ની સમજ / punctuation marks