પોસ્ટ્સ

માર્ચ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શિક્ષકની વાત

છબી
🤫 *કોઈ કંઈ કહેતું કેમ નથી???*🤫  👉 અભ્યાસક્રમને મારે યોગ્ય રીતે આયોજન સાથે ભણાવવું છે પણ સમય જ ક્યાં રહેવા દીધો છે????  👉બાળક ની ઓનલાઇન હાજરી ફરજિયાત...  બે વાર સાઈટ ખોલો છતાં ના થતી હોય તો ત્રીજી વાર સાઈટ ખોલો પણ હાજરી ઓનલાઇન કરો...  👉 *ગણિત અને વિજ્ઞાન* એમ વિષય ૨ * ધોરણ ૩ = કુલ ૬ વિષય આવતીકાલે ભણાવવા માટે મેન્ટલી prepaid રહેવું.  ( આવું એક લાઈનમાં લખાઈ જાય છે બાકી એટલું સહેલું પણ નથી અને માનનીય સ્કુલ ઇન્સ્પેક્ટર સાહેબ એમાં પણ વિષયાભિમુખ અને પિરિયડ ની લાસ્ટ મિનિટમાં પ્રશ્નો પૂછી મૂલ્યાંકન કરવાનું રહે છે...  👉માનનીય સ્કુલ ઇન્સ્પેક્ટર સાહેબના કહ્યા મુજબ જે પણ અધ્યયન નિષ્પતિ પૂરી થાય છે એનું સતત મૂલ્યાંકન કરતું રહેવું. મતલબ દિવસમાં ત્રણ વખત પત્રકમાં તો ❓✅❎ કરવાનું અને જે વિદ્યાર્થી નથી આવ્યા એનું પણ ધ્યાન રાખવું કારણકે અમનું પણ મૂલ્યાંકન કાલે કરી દેવાનું છે... 👉 અમસ્તું જ મૂલ્યાંકન નથી કરવાનું હો!!!! એ માટે કાલે શું શીખવ્યું એની હાઈલાઈટ કહેવાની....ત્યાર પછી પણ જો પ્રશ્ન ચિન્હ આવે તો તમારે ઉપચારાત્મક કાર્ય કરાવો...*_કયા સમયે તેનો કોઈ ઉલ્લેખ નથી.* *...

આપણો વારસો

છબી
* વિસરાતો વારસો : ઈંઢોણી* ⏳⌛🧐 💫 *અર્થ  :* ઈંઢોણલી, ઉઢાણી, મોચીલો, નાનું ગૂંથેલું ઉઢાણું, માથા ઉપર ભાર ઉપાડતી વખતે વચ્ચે મૂકવામાં આવતો લૂગડાનો વીંટો અથવા મુંજ ઘાસનું ફીડલું. 💫 *ઉઢાણુંની ઉત્પત્તિ:* ઉઢાણું શબ્દ સંસ્કૃત- ઉદ્(ઊંચું)+ વહ્ (ઉપાડવું) પરથી બન્યો છે. ઉઢાણ પરથી ઉઢાણું, ઉઢાણી અને ઈંઢોણી શબ્દ વપરાશમાં આવ્યા હશે. 💫 *બનાવટ :* એક જાતનું દાભ જેવું પવિત્ર ઘાસ કે જેને ગૂંથીને ગોળ આકાર આપી તેની ઈંઢોણી બનાવવામાં આવે છે. આ સિવાય કાપડના વીંટાને ગોળ આકાર આપી ઈંઢોણીની જેમ ઉપયોગમાં લેવાય છે, જેને મોચીલો કહેવામાં આવે છે. 💫 *શોભા :* ઈંઢોણીને મોર,પોપટ, સાથિયા, ઝાડવા જેવાં રૂપકડાં ચિત્રો વડે  મોતીથી ભરીને સુંદર કલાત્મક રીતે શણગારવામાં આવે છે. આ સિવાય આભલા, ઊન કે  ભરતગૂંથણ દ્વારા પણ સુંદર કલાત્મક ઓપ આપવામાં આવે છે. 💫 *ઉપયોગ :* ✨પહેલાંના જમાનામાં ગૃહિણીની સખી એટલે ઈંઢોણી. ઘરમાં જેટલી સ્ત્રીઓ હોય તેટલી ઈંઢોણીઓ ખીંટીએ ટીંગાડેલી જ હોય. કૂવેથી પાણી ભરી લાવવા, ગાય-ભેંસ દોહી દૂધ લાવવા, માલઢોર માટે ચાર-પૂળો લાવવા, ઘંટીએ દળાવવા, નદી- તળાવે કપડાં ધોવા, ચૂલા માટે બળતણ લાવવા વગેરે કાર્યોમાં ...

આપણા દેશભક્તો

છબી
            રાણી લક્ષ્મીબાઈ ચંદ્રશેખર આઝાદ ભગત સિંહ                   Good                મહારાણા પ્રતાપ             શિવાજી મહારાજ