શાળા, વાલી,વિદ્યાર્થી ગાઈડ લાઈન શાળાએ આવતા વિદ્યાર્થીઓએ વાલીની સંમતિ લાવવી અનિવાર્ય: હાજરી ફરજિયાત નથી ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ જ રહેશે માસ પ્રમોશન નહીં અપાય, જેટલું ભણાવાશે એટલાની જ પરીક્ષા લેવાશે રાજ્યનાં તમામ બોર્ડને આ નિયમ લાગુ પડશે: કોરોના સંદર્ભે કેન્દ્રની SOPનો ચુસ્તપણે અમલ કરાશે 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હોવાની જાહેરાત આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી લીધી છે. જાન્યુઆરી ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 11મી જાન્યુઆરી-2021થી ધોરણ-10 અને 12 તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે. મુખ્યમંત્રી રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે ચર્ચાવિ...