સરસ વાતો વાચવા લાયક


*જીવન નું કટુ સત્ય*

તમારું કરોડો નું ઘર તેમાં ચહેરો દેખાય તેવો આરસ, તેના ઉપર મખમલી ગાલીચો, છત પર નેત્રદિપક જેવી રોશની અને ઝુમ્મર, આંખ અંજાય જાય તેવું ફર્નિચર.

આખું આયુષ્ય કષ્ટ કરીને
ઉભા કરેલ આ ઘર મા,
*"ગુજરી ગયા પછી"*
કલાકમાં ઉપાડવાની સગાંવહાલાંની ઉતાવળ.

ઘરમાં સુવા માટે માસ્ટર બેડરૂમ, તેના ઉપર ઈમ્પોર્ટ કરેલ ગાદી, ઝકાસ મૅચિંગ બેડશીટ. પોચા પોચા તકિયા, ચાદર, બ્લૅન્કેટ.

*"શબ"*
દવાખાનેથી ઘરે લાવ્યા ત્યારે,
એક જૂનો ખાટલો,
એના ઉપર જૂની સાચવી રાખેલી બેડશીટ, કવર ફાટેલું ઓશીકુ.

ઘરે ભગવાન ના મંદિર મા
ચાંદીની કંકાવટી, દીવો, અને સુગંધી અગરબત્તી, સુવાસીક ધૂપ.

*શબ પાસે*
છેલ્લે મૂકે જુના પીત્તળનો દીવો, અને પાંચ રૂપિયા વાળી ફાલતુ અગરબત્તી.

ઘર માં 5 લાખનું બાથરૂમ, તેમાં સ્નાન કરવા માટે ટબ બાથ, ગરમ પાણી નો ફુવારો, ચારે કોર અરીસા.

*છેલ્લો કાર્યક્રમ તો જુવો.*
તમને નવરાવવા માટે મૂકેલુ ગરમ પાણી બહાર ખુલ્લામા તાપતુ હોય છે. છેલ્લું નાવણિયું (આંગ ઘોળ) રસ્તા ઉપર, નવરાવતા વખતે સાબુ સુધ્ધા પાંચ રૂપિયા વાળો.

તમારા સગા માં થી કોઈ પણ માઇનો લાલ એમ નહી કહેશે કે આની છેલ્લી આંગઘોળ બાથરૂમમાં સોવર નીચે થવા દયો. એને મસ્ત લક્ષ સાબુ વડે તો નવડાવો.

આખી જિન્દગી બ્રાન્ડેડ કપડાં કબાટ ભરી ને અને છેલ્લી ક્ષણે એક જોડી કપડાં અને તે પણ સસ્તા લાવવાનું ફરમાન છૂટે.

માદારપાટમાં ત્રણ બટન વાળો શર્ટ, નાડી વાળો જ લેંઘો. એક ગાંધી ટોપી.

આવું કોઈ નહિ બોલે કે,
જન્મભર બ્રાન્ડેડ કપડાં પહેર્યા છે. તો આને બ્રાન્ડેડ જ પહેરાવો. એણે જ તો કમાવેલુ છે.

દરવાજામાં દસ લાખની ગાડી, તેમાં ચાલક ડ્રેસધારી, તેમાં વટ થી રોજ ફરતો માણસ.

અને આજે દસ લાખની ગાડી નો છેલ્લે તમને ઉપયોગ તો ઝીરો જ ને કારણકે સ્મશાનમાં જતી વખતે કોર્પોરેશન ની ગાડી, અને પાલીકા જ ચક્રધારી.

મેં આજ સુધી સાંભળ્યું નથી કે આયુષ્ય ભર આ માણસ લગઝરી ગાડીમાં ફર્યો છે તો તેજ ગાડીમાં તેને સ્મશાન સુધી લઈ જાવ ને.

રાજા હોય કે રંક,
ગરીબ હોય કે શ્રીમંત,
સહુને એકજ માપે
એક મટકી પકડે ,
ચાર જણા ખાંધ આપે.
કોઈને ચંદન ની ચિપ્સ,
કોઈના નસીબમાં ઘી.
એજ ચિતા
એજ સમશાન.

*મિત્રો,*
હું આજે એટલા માટે આ મરણ ની વાત નો ઉલ્લેખ કરૂ છુ.
કે માણસે જરૂર કમાવવું, માણસોએ જરૂર આલીશાન બંગલા બંધાવવા, માણસોએ તેમનું જીવન સુખ સમાધાન જેવું જીવવું જોઇયે. માણસોએ જીવનમાં રહેલ સુખોનો આનંદ જરૂર લૂંટવો જોઇયે.
*પણ,*
માલમત્તા એટલી પણ ભેગી ના કરો, જેથી કરીને આગલી પેઢીમાં આપસમાં વાદ વિવાદ અગ્ની રૂપે પ્રગટ થાય. 

મારો બંગલો થઈ ગયો,
હવે મારા ભાઈનો,
અરે મારા મિત્રનો પણ થવો જોઈયે,
એવી વિચારધારા રાખો.

કોઈ અનાથના નાથ બનો.
ગરીબોને મદદ કરીને,
તેમને આર્થિક દ્રષ્ટિયે સક્ષમ કરો.

જીવનમાં એકાદુ એક એવું
કામ કરો કે તમારી આગળની
પેઢી યાદ કરે.
પરોપકારી બનો.
કમાવેલા રક્કમ માથી અમુક ચોક્કસ રકમ તમે તમારા કુટુંબ તેમજ સમાજ માટે ખર્ચ કરો.
જીવન માં તમારી આસપાસ જાણતા અજાણતા તમને જે કામ આવ્યા છે તેમને ગુપ્ત મદદ કરો. પૈસા ની લેતી દેતી માં થોડું જતું કરવા ની આદત રાખો. કોઈ માંગે એના કરતાં પણ એને વધુ આપો.

આ બધું ભેગું કરેલું પોતે માણતા અને આપતાં જીવતે જીવ પોતા ના હાથે કરી ને જાવ.

🔥💐🔥💐🔥💐🔥💐

*જેને આ સમજાયું,*
*તેને જીવનનું રહસ્ય સમજાયું.!*
🙏🏻🧎🏻‍♂️🙏🏻

19/01/2021
*💐💐मृत्यु अटल सत्य है💐💐*


एक राधेश्याम नामक युवक था | स्वभाव का बड़ा ही शांत एवम सुविचारों वाला व्यतयक्ति था | उसका छोटा सा परिवार था जिसमे उसके माता- पिता, पत्नी एवम दो बच्चे थे | सभी से वो बेहद प्यार करता था |

इसके अलावा वो कृष्ण भक्त था और सभी पर दया भाव रखता था | जरूरतमंद की सेवा करता था | किसी को दुःख नहीं देता था | उसके इन्ही गुणों के कारण श्री कृष्ण उससे बहुत प्रसन्न थे और सदैव उसके साथ रहते थे | और राधेश्याम अपने कृष्ण को देख भी सकता था और बाते भी करता था | इसके बावजूद उसने कभी ईश्वर से कुछ नहीं माँगा | वह बहुत खुश रहता था क्यूंकि ईश्वर हमेशा उसके साथ रहते थे | उसे मार्गदर्शन देते थे | राधेश्याम भी कृष्ण को अपने मित्र की तरह ही पुकारता था और उनसे अपने विचारों को बाँटता था |

एक दिन राधेश्याम के पिता की तबियत अचानक ख़राब हो गई | उन्हें अस्पताल में भर्ती किया गया | उसने सभी डॉक्टर्स के हाथ जोड़े | अपने पिता को बचाने की मिन्नते की | लेकिन सभी ने उससे कहा कि वो ज्यादा उम्मीद नहीं दे सकते | और सभी ने उसे भगवान् पर भरोसा रखने को कहा |

तभी राधेश्याम को कृष्ण का ख्याल आया और उसने अपने कृष्ण को पुकारा | कृष्ण दौड़े चले आये | राधेश्याम ने कहा – मित्र ! तुम तो भगवान हो मेरे पिता को बचा लो | कृष्ण ने कहा – मित्र ! ये मेरे हाथों में नहीं हैं | अगर मृत्यु का समय होगा तो होना तय हैं | इस पर राधेश्याम नाराज हो गया और कृष्ण से लड़ने लगा, गुस्से में उन्हें कौसने लगा | भगवान् ने भी उसे बहुत समझाया पर उसने एक ना सुनी |

तब भगवान् कृष्ण ने उससे कहा – मित्र ! मैं तुम्हारी मदद कर सकता हूँ लेकिन इसके लिए तुम्हे एक कार्य करना होगा | राधेश्याम ने तुरंत पूछा कैसा कार्य ? कृष्ण ने कहा – तुम्हे ! किसी एक घर से मुट्ठी भर ज्वार लानी होगी और ध्यान रखना होगा कि उस परिवार में कभी किसी की मृत्यु न हुई हो | राधेश्याम झट से हाँ बोलकर तलाश में निकल गया | उसने कई दरवाजे खटखटायें | हर घर में ज्वार तो होती लेकिन ऐसा कोई नहीं होता जिनके परिवार में किसी की मृत्यु ना हुई हो | किसी का पिता, किसी का दादा, किसी का भाई, माँ, काकी या बहन | दो दिन तक भटकने के बाद भी राधेश्याम को ऐसा एक भी घर नहीं मिला |

तब उसे इस बात का अहसास हुआ कि मृत्यु एक अटल सत्य हैं | इसका सामना सभी को करना होता हैं | इससे कोई नहीं भाग सकता | और वो अपने व्यवहार के लिए कृष्ण से क्षमा मांगता हैं और निर्णय लेता हैं जब तक उसके पिता जीवित हैं उनकी सेवा करेगा |

थोड़े दिनों बाद राधेश्याम के पिता स्वर्ग सिधार जाते हैं | उसे दुःख तो होता हैं लेकिन ईश्वर की दी उस सीख के कारण उसका मन शांत रहता हैं |

दोस्तों इसी प्रकार हम सभी को इस सच को स्वीकार करना चाहिये कि मृत्यु एक अटल सत्य हैं उसे नकारना मुर्खता हैं | दुःख होता हैं लेकिन उसमे फँस जाना गलत हैं क्यूंकि केवल आप ही उस दुःख से पीड़ित नहीं हैं अपितु सम्पूर्ण मानव जाति उस दुःख से रूबरू होती ही हैं | ऐसे सच को स्वीकार कर आगे बढ़ना ही जीवन हैं |

कई बार हम अपने किसी खास के चले जाने से इतने बेबस हो जाते हैं कि सामने खड़ा जीवन और उससे जुड़े लोग हमें दिखाई ही नहीं पड़ते | ऐसे अंधकार से निकलना मुश्किल हो जाता हैं | जो मनुष्य मृत्यु के सत्य को स्वीकार कर लेता हैं उसका जीवन भार विहीन हो जाता हैं और उसे कभी कोई कष्ट  तोड़ नहीं सकता | वो जीवन के हर क्षेत्र में आगे बढ़ता जाता हैं |



*💐 प्रेषक अभिजीत चौधरी*💐






*सदैव प्रसन्न रहिये!!*
*जो प्राप्त है-पर्याप्त है!!*
🙏🙏🙏🙏🙏🌳🌳🙏🙏🙏🙏








ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી  એ અમારી કાયમી ટેવ હતી..!!

અને ભણવાનો તણાવ ?? 
પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવી ને તણાવમુક્ત થઈ જતા હતા..!!

અને હા ... ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..!!

અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ ..
અમારું આગવું કૌશલ્ય હતું
ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંન્નર મનાતું હતું...!! અને .. ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો ‌...
 
અને માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી

વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા...!!

અને અમારા દોસ્તો મજાના હતા.
જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા  અને કેટલીયે મંઝિલો ખેડી હશે. એ અમને યાદ નથી ...
પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે...!!

એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા.. કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા.... છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું

નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારેય શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે ....

તે વખતે ક્યારેય અમારો "ઇગો" હર્ટ નહોતો થતો. કારણ કે ... અમને ખબર જ નહોતી  કે  ઇગો કઈ બલાનું નામ છે.?

માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો...!!

અને મારવાવાળો અને માર ખાવા વાળો..
બંને ખુશ થતા હતા કારણ કે ..
એક ને એમ હતું કે ઓછો માર ખાધો ..
અને  બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો..!! આમ બંને ખુશ...!!

અમે ક્યારેય અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે ...
અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ..

આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ

કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે.
તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી...!!

એ સત્ય છે કે...
અમે દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ ..
અમોને સચ્ચાઈ અને હકીકતો એ  પાળ્યા હતા..
અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા.!!

અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના  જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે .

નહીતો ...

અમે જે જીવન જીવીને આવ્યા છીએ ....
તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી...!!

અમે સારા હતા કે ખરાબ....
એ ખબર નથી પણ...
અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું...!

















*દરેક વાલી મિત્રો 2 મીનીટ નો સમય કાઢી અચૂક વાંચો*

Do NOT  Miss ....................

બાળકો જ્યારે  .. આશોભનીય વર્તન કે વ્યવ્હાર કરે ..
ત્યારે  તમારા ..૩૨ દાંત બતાવી હસવાનું ન રાખો😠

તમારા ૩૨ દાંત જોઈ બાળક વધારે પ્રોત્સાહિત થાય છે..

૫૦ થી ૬૦ વર્ષ પહેલાં ઘરમાં એક પ્રકારની મમ્મીની કે પપ્પાની ધાક હતી..... 
સ્કૂલ મા શિક્ષકો ની ધાક હતી.... 

ઘરમાં માઁ બાપનો હાથ અને સ્કૂલમાં ટીચરની લાકડી ઉપડતી જ્યારથી બંધ  થઈ ત્યાર થી પોલીસ ની લાકડીઓનો માર વધી ગયો...ભાષા ઉપર નું નિયંત્રણ જતું રહ્યું...

એવું ન વિચારતા એ સમયે વડીલોને બાળકો ઉપર પ્રેમ ન હતો.
 અરે પ્રેમ તો એટલો હતો કે એ સમયે ઘરડાઘર નું પ્રમાણ નહીવત જેવું હતું હવે દરેક ચાર રસ્તે ઘરડાઘર ખુલવા લાગ્યા છે...
કુમળા મગજ માં બાવળ વાવી કેરી ની અપેક્ષા કેવી રીતે રખાય...?

ડિસિપ્લિન ઘરથી અને ઘડતર સ્કૂલ થી ચાલુ થાય છે. 
જેનો સ્પષ્ટ અભાવ સમાજવ્યવસ્થા ઉપર આજે દેખાઇ રહ્યો છે....

સમય પ્રમાણે ઘરમા આવી જવું. 
વડીલો સાથે સભ્યતાથી વર્તન વ્યવહાર કરવો.. 
ઘર ની બહાર નીકળીયે ત્યારે આંખ ના ઈશારાથી કંટ્રોલ કરવાની રીત માઁબાપ ની અનોખી હતી. 
બહાર તોફાન કરતા બાળકો પણ આંખની ભાષા ઉપર સમજી  લેતા.
 ઘરે પહોંચ્યા પછી..માર પડવા નો...

આજે બાળકોને બોલવાનું કોઈ ભાન નથી હોતું.  
નાના મોટા ની  મર્યાદા કે કોઈ જ્ઞાન નથી..

કોઈ ના ઘરે સોફા, ફર્નિચર ઉપર કુદતા 
અથવા ઘરમાં કોઈ પણ જાત નું નુકશાન કરતા બાળકોને તેના માઁ બાપ રોકતા નથી..
અથવા નજર અંદાજ કરતા હોય છે....

માઁ બાપના આવા વિચિત્ર વર્તન થી ઘણી વખત સામેની વ્યક્તિ દુઃખી થાય છે.
 અથવા તેમના બાળકોને ઠપકો તેમના માઁ બાપ ને બદલે પોતે આપવો પડે છે...

બાળકોના ખરાબ વર્તન વ્યવહાર ઉપર હસી તાળીઓ પાડી તેને પ્રોતસહિત કરતા માઁ બાપ
 એજ બાળકો પાસે ઘડપણમાં સારા વર્તન વ્યવહાર ની અપેક્ષા રાખતા હોય છે...

મહેમાન આવ્યા હોય ત્યારે તેની સામે અભદ્ર ડાન્સ કરાવી પોતાની જાત ને ફોરવર્ડ સમજતા માઁ બાપ 
પોતાના બાળકો ને Navkar Mantra...ગાયત્રી મંત્ર...કે હનુમાન ચાલીસા...બોલતાં પણ શીખવાડતાં નથી..

આધુનિકતાની દોડ પોતાના બાળકોને સર્વ શ્રેષ્ઠ બનાવવાની હરીફાઈમાં સંસ્કૃતિ ને લાજે તેવું વર્તન માઁ બાપ કરવા લાગ્યા છે...

સમય સાથે આધુનિકતા સ્વીકારવી જોઈયે પણ...આધુનિકતાના નામે બાળકો ને સ્વચ્છંદી બનાવી આપણે આપણા પગ ઉપર કુહાડો નથી મારતા ને ?

અમારા ઘરે...આવેલ એક બાળક આખા ઘર માં ફરીને બોલ્યો.
અંકલ તમારી પાસે LED TV નથી..
અમારા જેવું..મોટું ફ્રીજ નથી ફોન નથી, કાર છે? 
મેં કીધું નથી...
એટલે  એ બાળક બોલ્યો, અંકલ
તો પછી તમે તો ગરીબ છો...

બેશરમ તેમના માઁ બાપ તેને વાળવાને બદલે હસવા લાગ્યા...
*
મેં કીધું....બેટા... તારા ઘર મા પૂજા નો રૂમ છે❓
**
એ બાળક એ તેના મમ્મી પપ્પા સામે જોઈ બોલ્યો.... પૂજા રૂમ ❓...એ કેવો હોય...

મેં કીધું આવ બેટા ..તને બતાવું....
પૂજા નો રૂમ જોઈને એ બોલ્યો... ના આવો કોઈ રૂમ અમારે ત્યાં નથી...

બેટા, જેના ઘર માં ભગવાનનું સ્થાન નથી,
 એ દુનિયાની સૌથી વધુ ગરીબ વ્યક્તિ કહેવાય. પૂછી લે તારા મમ્મી પપ્પા..ને...

બાળક અને તેના મમ્મી પપ્પા નીચું માથું કરી સાંભળી રહ્યા....

* મિત્રો..
પોપટ બોલે ઘર ની વાણી.. 
તમે જેવું..બોલો..
તેવું તમારા બાળકો બોલે.....કુમળો છોડ હોય ત્યારે જેમ વાળો તેમ વળે..
એ યાદ રાખવું...

* એક વખત જીભ અને હાથ છૂટો થયો પછી તેને રોકવો..મુશ્કેલ છે..okk

* સાવધાન થઈ જાવ બાળકો ને અનુશાસન શીખવો,

* ખોટા લાડ નાં લડાવો,

* સારા સંસ્કાર આપો નહી તો પાછળ થી પછતાવા નો વારો આવશે...
   
   
* Do Not Miss.












[ ધી નો એક લોટો અને, 
લાકડા ઉપર લાશ, 
  થઈ થોડા કલાકમાં રાખ, 
બસ આટલી છે 
        *માણસની ઓકાત...*

🌀

એક બુઢા બાપ
        સાંજે મરી ગયા
પોતાની આખી જીંદગી
        પરિવારના નામે કરી ગયા
ક્યાંક રડવાનો અવાજ
         તો ક્યાંક વાતમાં વાત
અરે જલ્દી લઈ જાઓ
         કોણ રાખશે આખી રાત
બસ આટલી છે
        *માણસની ઓકાત...*

🌀

મર્યા પછી નીચે જોયું
         નજારો નજર સામે જોયો
પોતાના મરણ પર
         કોઈ લોકો જબરજસ્ત
તો કોઈ લોકો જબરજસ્તી
         રડતાં હતાં
નથી રહ્યા જતાં રહ્યાં
         ચાર દિવસ કરશે વાત
બસ આટલી છે
        *માણસની ઓકાત...*

🌀

છોકરો સારો ફોટો બનાવશે
         સામે અઞરબતી મુકશે
સુગંધી ફુલોની માળા હશે
        અશ્રુ ભરી શ્રધ્ધાંજલિ હશે
પછી એ ફોટા પર
        ઝાળા પણ કોન કરશે સાફ
બસ આટલી છે
        *માણસની ઓકાત...*

🌀

આખી જીંદગી
       મારૂ મારૂં કર્યુ
પોતાના માટે ઓછું
       બીજાના માટે વધારે જીવ્યા
કોઈ નહીં આપે સાથ
       જશો ખાલી હાથ
તલભાર સાથે લઈ જવાની
        નથી ઓકાત
 બસ આટલી છે
        *માણસની ઓકાત...*

🌀

પહેલા ​પોતાને સમજ્યો નહીં.
          એટલે બીજાને સમજી                શક્યાે નહિં, 
પછી તો બિજા પર ઘાત
      અને ખુદ ઉપર આઘાત !! 
 બસ આટલી છે
        *માણસની ઓકાત...*


🌀

ભગવાને મનુષ્ય ના સર્જન વખતે તમામ વસ્તુઓ આપી દીધી.
પણ તે સમયે 
એક વસ્તુ નીચે પડી ગયી,
જેને ભગવાને પગ નીચે દબાવી દીધી.

🌀

મનુષ્ય ગયા પછી લક્ષ્મીજી એ પૂછ્યું:
પ્રભુ તમે પગ નીચે શુ છુપાવ્યું , 
જે તમે મનુષ્ય ને
 ન આપ્યું..!!

🌀

ત્યારે ભગવાને કહ્યું...

🌀

*મેં પગ નીચે "શાંતિ" છુપાવી છે,*
*જે મનુષ્ય બધું મળવા છતાંય એને માટે તરસશે અને ગમે ત્યાં તેને શોધશે પણ અંતે એ તો મારા ચરણો માં જ મળશે.*

🌀










સીયુ અગેઇન કરતાં તમારું એ આવજો મધમીઠું લાગે
હાય હેલો ફ્રેંડશીપ બને દોસ્તી તો શમણું અણદીઠું જાગે

હમદર્દીલાં દિલડાંનો ધબકાર સંભળાયે આલિંગન વિના
ચોટદાર એનો એવો ઉન્માદ આઈ લવ યુ અણકીધું વાગે

પરભોમમાં ઓમનું છૂંદણું જોઇને જોમ આવે
હોમસીકને આમ મળવા જાણે માભોમ આવે

હતાશ હું બેભાન રહું છો હો ઇ. આર. સારવારે
જોઉં તરત “કેમ છો” શબ્દ પડઘા થઈ આવે

ક્ષુધાસભર આળોટું વિદેશી વાનગી વચાળે
ખાઉં ઓડકાર જો ખીચડી ખાટી છાશ આવે

ચકરાઉં બસ નૉર્ડસ્ટ્રોમ મેસીસ ઝાકજમાળે
ચીંથરાને ચૂમું જો મૅઈડ ઈન ઇંડિયા આવે

લૉટરી કૂપન યા જૉબ-લેટર ગાર્બેજ ભાળે
ફાટેલ દેશી ટપાલમાં અક્ષર મોતી થૈ આવે

કુમ્ભકર્ણ થઈને નસ્કોરું ક્રીસમસનીય સવારે
સફાળો જાગું “જાગો રે” પ્રભાતિયે સાદ આવે

ભટકે બેતાળાભરી નયના ઇંટરનેટના મેળે
મળે ગુજરાતી ફોંટ તો બેસવાનું ઠામ આવે

ડોલર નામે સાહ્યબી છો ના દોમદોમ આવે
દોલતમાં દિલને ભાગે જો કાણી પાઇ આવે

કવિ શ્રી દિલીપ પટેલ (કેલિફોર્નિયા)








કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે

દિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.

– અમૃત ‘ઘાયલ’






🙏🙏🙏🙏🙏🙏🙏

ઠાકુર
વાચંવા જેવો લેખ છે જેને લખેલું છે તેમને ધન્યવાદ
મમ્મી પપ્પા ની.મિલ્કત ની વહેચણી થતી હતી....બધા  પોતાના અભિપ્રાય આપી રહ્યા હતા...હું શાંતિ થી પપ્પા મમ્મી ના ફોટા સામે જોઈ બેઠો હતો...

મિલ્કત ની વહેચણી મા આજે અગત્ય નો ભાગ ભજવનારા મમ્મી ની જીવલેણ બીમારી વખતે મોઢું ફેરવી ગયા હતા..મારી પત્ની સુધા એ દીકરી પણ ન કરે તેવી સેવા કરી હતી..તેનો સાક્ષી ભગવાન અને હું માત્ર હતો.

ઘડપણ અને સાથે માંદગી એપણ પથારી માં પછી...એ યાચના અને યાતના નું વર્ણન કરવું ઘણું દુઃખદ છે..છતાં આવા સંજોગો માં સુધા એ એક આદર્શ પત્ની ની ફરજ અદા કરી..આજે પણ જ્યારે મિલ્કત ની વહેચણી થતી હતી એ સમયે પણ તે અંદર ના રૂમ માં બેઠી હતી...

સોનું, રોકડ, બેન્ક ની ફિક્સ, શેર, વગેરે ની ઝીણવટ ભરી વહેચણી હાજર રહેલા ભાઈઓ અને બહેન કરી..રહ્યા હતા..સાથે ભાઈઓ ની પત્ની અને બહેન બનેવીઓ પણ હાજર હતા..

પિયર પક્ષ ની મિલ્કત માં ભાગ પડતા હોય ત્યારે જમાઈ ને દૂર રાખનારી દીકરી કહો કે પત્ની સસુર પક્ષ ની મિલ્કત માં ભાગ પડે ત્યારે કોર્ટ ના જજ જેવું કામ કરતી હોય છે..એ પણ હું મૂંગા મોઢે જૉઈ રહ્યો હતો...

મિલ્કત ની બધી વહેચણી પુરી થયા પછી હું ઉભો થયો..
મમ્મી ના રૂમ માં ગયો....મમ્મી ના ચશ્મા, થાળી, વાટકો,
ગાદલું, રજાઈ ઓશીકું, બેડપેન, પીવાનો પ્યાલો લોટો...
વહીલ ચેર વગેરે લઈ હું ક્રમશઃ બહાર આવ્યો.....
મેં ભીની આંખે કીધું....આની વહેચણી તો બાકી રહી ગઈ...

ત્યાં નાના ભાઈ ની વહુ બોલી આ બધું કોઈ ગરીબ બ્રાહ્મણ ને આપી દયો...આ વાપરેલી વસ્તુ કોણ વાપરશે...

હું મનમાં હસી પડ્યો...
મમ્મી ના પાર્થિવ શરીર ઉપર થી સોનાના ની બંગડી, ચેન, વિટી અને બુટ્ટી ઉતારવા માં અગ્રણીય રહેનાર  નાનાભાઈ ની વહુ ને મારી માઁ નું સોનુ વાપરેલ ન લાગ્યુ.. તેનો તો ભાગ સરખે ભાગે પાડી લઈ લીધું..અને આ બધી વસ્તુ બ્રાહ્મણ ને આપી દેજો..વાહ રે દુનિયા વાહ...

મેં છેલ્લે કીધું આપણા ઘર માં બાપદાદા વખત ની જૂની પૂજા છે...કોઈ ને સાથે લઈ જવાની ઈચ્છા હોય તો.  
મને જવાબ ની ખબર હતી....છતાં પણ ..મેં વાત મૂકી

બધા એકબીજા ની સામે જોવા લાગ્યા...કોઈ કહે ફાસ્ટ લાઈફ માં અમે પૂજા નહિ સાચવી શકીયે..કોઈ કહે..મંદિર માં પધરાવી દયો...કોઈ કહે તમેજ વર્ષો થી.પૂજા કરો છો તમેજ રાખો..

વર્ષો થી મારી માઁ ની પૂજા સમજો કે સેવા અમે જ કરતા હતા..તો શું માઁ બાપ ની મિલ્કત મારી થઈ ગઈ....?

હું મનોમન વિચારતો રહ્યો...
હે પ્રભુ...આ લોકો ને ખબર નથી એ પૂજા માં કેટલી તાકાત છે...કદાચ તારી મૂર્તિ સોનાની ધાતુ થી બની હોત તો આ લોકો પૂજા ઘરે લઈ જવા પડાપડી કરતા હોત. 
એ લોકો કદાચ એવું વિચારતા હતા હશે કે તારી પૂજા કરવાથી ફાયદો શુ ? સ્વાર્થી દુનિયા છે.પ્રભુ. 
તે લોકો થી અંતર બનાવ્યું છે તેનું કારણ હું સમજી ગયો . ફાયદો ન મળે તો તને પણ આ લોકો વેચી નાખે...

નાની બહેન બોલી ....તમારે નવા ઘર ની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ ઘર માં રહો પછી આ ઘર નો પણ ફેસલો કરી નાખીએ....

મેં કીધું...એ ચિંતા ન કરો...તમે કોઈ ગ્રાહક શોધી લ્યો..હું અત્યારે જ ઘર ખાલ્લી કરવા તૈયાર છું....

મતલબ ..બધા એક સાથે બોલ્યા..

મતલબ સાફ છે....મારો...દીકરો દીપેન...અમને ઘણા વખત થી કેનેડા બોલાવે છે...પણ અમે મમ્મી ની તબિયત ને કારણે જતા ન હતા..મને એમ પણ હતું ભારત દેશ છોડી..મારા ભાઈ બહેન થી મારે દૂર નથી જવું...પણ એ માત્ર મારો ભ્રમ હતો...અને જયારે ભ્રમ  ભાંગે ત્યારે કાં તો ભગવાન મળે નહીંતર જીવન જીવવા ની જડીબુટ્ટી મળે...
હું તો.ખુશ છું...મને તો ભગવાને મળ્યો અને જડીબુટ્ટી પણ 

મારા પુત્ર દિપેન ના શબ્દો મને યાદ આવ્યા...
મારા પુત્ર દિપેન ને કેનેડા જતા મેં રોક્યો ત્યારે તેણે મને કીધું હતું....અહીં કોના માટે રહેવું છે...
પપ્પા તમે હજુ તમારું પોતાનું મકાન પણ નથી બનાવ્યું..
દાદા નાની ઉંમરે ગુજરી ગયા પછી ભાઈઓ અને બહેન ની જવાબદારી નિભાવવા માં તમે કોઈ બચત પણ  કરી શક્યા નથી....તમે એવું ઈચ્છો છો...કે હું પણ આ ચક્કર માં પડી મારુ ભવિષ્ય બગાડું...

દુનિયા ઉગતા સુરજ ને પૂજે છે..પપ્પા ...
તક ભગવાન દરેક વ્યક્તિ ને આપે છે..કોઈ લાગણી થી કામ લે છે..કોઈ બુદ્ધિ થી...તમે લાગણી થી.કામ લીધું તેનું પરિણામ હું જૉઈ રહ્યો છું...

ત્યારે મને દીપેન ની વાત સમજાઈ ન હતી...તે બાળક હોવા છતાં એ લાગણી નો વ્યાપાર સમજી ગયો હતો...
એ કેનેડા જતા જતા એક શબ્દ બોલ્યો હતો...
પપ્પા જો દિખતા હે વો અપના નહિ..અપના હૈ વો દિખતા નહીં..
તમે તમારી અને મમ્મી ની તબિયત નું  ધ્યાન રાખજો..
સંસાર લાગણીશીલ વ્યક્તિઓ ની તબિયત થી બજાવે છે...સ્વાર્થી નહીં પણ જાગૃત રહેજો..ભોળા બનજો પણ ભોટ નહીં..થોડા પણ ગફલત માં રહ્યા તો સંસાર તમારી લંગોટ પણ ખેંચી નાખશે....

હક્ક વગર નું લેવું નહીં...અને હક્ક નું હોય તે છોડવું નહીં...હક્ક વગર નું લેવા જઇયે તો મહાભારત નું સર્જન થાય..અને હક્ક નું જતું કરીયે તો રામાયણ નૂ સર્જન થાય....એટલે ભવિષ્ય માં કોઈ પણ નિર્ણય લ્યો તો લાગણીશીલ બની ન લેતા...

મેં ભગવાન ની પૂજા સામે જોઈ હસી ને કીધું..હે પ્રભુ તેં કેનેડા જોયું નથી ને? હવે જ્યાં હું ત્યાં તું...
મારી સાથે તું આવીશ ને....?..
ચલ સામાન તારો પેક...કર .

મિત્રો..
ભગવાન ને સમજવા નો પ્રયત્ન કરશે તો સુખી થશો.
અને કોઈ વ્યક્તિ ને સમજવા પ્રયત્ન કરશો તો દુઃખી થશો










#ગુજરાત_મોરી_મોરી_રે ~ઉમાશંકર જોષી (આજે તેમની પુણ્યતિથી નિમીતે શબ્દાંજલી- સ્વ.-19-12-88)🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતગુજરાત મોરી મોરી રે સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી સમંદરનાં મોતીની છોળે નવરાવતી ગુજરાત મોરી મોરી રે ગિરનારી ટૂંકો ને ગઢ રે ઈડરિયા પાવાને ટોડલે મા’કાળી મૈયા ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં ગુજરાત મોરી મોરી રે આંખની અમીમીટ ઊમટે ચરોતરે ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે ગુજરાત મોરી મોરી રે કોયલ ને મોરને મેઘમીઠે બોલડે નમણી પનિહારીને ભીને અંબોડલે નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે ગુજરાત મોરી મોરી રે નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી ગાંધીની ગુજરાત કપરી જીરવવી એકવાર ગાઈ કે કેમ કરી ભૂલવી ગુજરાત મોરી મોરી રે ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹આ ગીત વાંચવા કરતા સાંભળવા જેવુ છે...

   👆👆👆👆👆👆👆👆👆
ઉપર ગમે ત્યાં ગીત ને ટચ કરો અને જુવો













*~~~~~~~મદદ~~~~~~~ એક કંપનીમાં બોસ દર ૨૫મી ડિસેંબરના રોજ એનાં ૩૦૦ માણસોના સ્ટાફ પાસેથી એક-એક હજાર ઉઘરાવીને ૩ લાખ જમા કરતો અને એમાં પોતાનાં તરફથી ૩ લાખ ઉમેરીને ૬ લાખની લોટરી ડ્રો કાઢતાે. એમાં જેનું નામ નીકળતું, એને ૬ લાખ બક્ષિસરૂપે મળતાં. એ કંપનીમાં જાડું-પોતા કરવાવાળી બાઇને રૂપિયાની બહું જરૂર હતી, એનાં દિકરાનું ઓપરેશન કરવાનું હતું. લોટરી એક જુગારની રમત હતી. એને ન લાગે તો દેખીતી રીતે એને હજારનું નુકસાન થાય એમ હતું, છતાં એણે હજાર રૂપિયાનું જોખમ લીધું હતું. એ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લાેટરી એને જ લાગે. મેનેજરને એની દયા આવતી હતી. એ પણ ચાહતો હતો કે ઇનામ એને જ લાગે. એણે યુક્તિ કરીને નામની કાપલી પર પાેતાના નામને બદલે એનું નામ લખીને કાપલી બાેક્ષમાં નાખી દીધી અને મનાેમન પ્રાર્થના કરી કે ઈનામ એનેજ લાગે. આમ તો ૩૦૦ માણસમાં પોતાનું એક નામ જતું કરવાથી ઇનામ એને જ લાગે એવી શક્યતા બહું ઓછી હતી. છતાં એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા. બધાની કાપલી એકઠી થયાં બાદ લાેટરી ડ્રો નો સમય આવી પહોચ્યો. બાેસે એક કાપલી કાઢી. કામવાળી અને મેનેજર, બન્નેની ધડકન વધી ગઇ. કોનું નામ નીકળશે, એની આતુરતાથી રાહ જોઈ રહ્યાં. એકજ પળમાં બાેસે વિજેતાનું નામ ઘાેષિત કર્યુ અને જાણે ચમત્કાર થયો. એ નામ કામવાળી બાઇનું હતું. એની આંખમાં હરખના આસું છલકાઇ ગયાં. મેનેજરની આંખાે પણ ભીની થઇ ગઇ. બોસે કામવાળી બાઇને ઇનામની રકમનું કવર આપ્યું. એણે આંખમાં આસું સાથે કહ્યું કે હવે મારાં દીકરાને કોઈ ભય નથી, હું મારાં દીકરાનું ઓપરેશન કરાવી શકીશ. સાચે હું બહું નસીબદાર છું. મારાં પર ભગવાનની અસીમ કૃપા છે. મેનેજર અમસ્તા જ લાેટરી બાેક્ષની બાજુમાં જઈને ઉભા રહ્યાં અને કૈાતુક ખાતર એમણે બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. બીજી કાપલીમાં પણ કામવાળી બાઇનું જ નામ હતું. એમણે ત્રીજી કાપલી કાઢી ને જોઈ તો એ ચકરાઇ ગયા. ત્રીજીમાં પણ એનું જ નામ હતું. પછી તાે એમણે એક પછી એક તમામ કાપલી જોઈ તો દરેકે દરેકમાં એનું જ નામ લખેલુ હતું. એમની છાતી ગર્વથી ફૂલાઇ ગઇ. ઓફિસના બધાં કર્મચારીએ મૂક્ રહીને એને મદદ કરી હતી. એ લોકો ચાહત તાે લોટરી ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડ રકમ આપી મદદ કરી શક્યાં હોત, પણ એમ ન કરતાં એમણે એને પોતાની હકની રકમ મળી હાેય એવી રીતે મદદ કરી. હમેશાં યાદ રાખજો જ્યારે પણ કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો એહસાસ ન થાય અને એનાં માનનું હનન થાય, એવી રીતે મદદ કરશાે તાે ખરાં અર્થમાં મદદ કરેલી ગણાશે.*









" ફૂલની માફક ખીલી જવાનું,
        ખુદ્દારીથી  જીવી  જવાનું .

        રીસાવાનું રાખ્યું છે , પણ
       એક ઘડીમાં રીઝી જવાનું.

        ધીરે  ધીરે  મક્કમતાથી
       જીવન જીવતાં શીખી જવાનું.

        દિલ ઈન્કારે જે કરવાનું
        ત્યાંથી પાછા વળી જવાનું.

        સત્કર્મો  ને  સંસ્કારોથી
        ક્યાંક કોઈને ગમી જવાનું.

        બીજાને અડચણ લાગે તો
        તુર્તજ ત્યાંથી ખસી જવાનું.

        નિત્ય મળે ના સમથળ રસ્તો,
       ઢાળ ઉપર પણ ચઢી જવાનું.

        ઊગવાનું ભરપૂર સવારે ,
        સાંજ પડે ત્યાં ઢળી જવાનું.

       " સૌમ્ય" જીવન નાજુક વસ્તર છે,
         તૂટે ત્યાં ત્યાં સીવી જવાનું.






આગમવાણી :

બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ,
માવતર જણ્યા મેલશે, ભૂપ લેશે ના ભાળ;
ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે,
સત્ય છુપાશે સુતલ, જૂઠ્ઠા જગ વખણાશે;
જીવતા જોશે લાખણા, પાપીનાં ચડશે પાળ,
બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ ! 

ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત,
કજિયાખોર કામિની, ઘણી જ ઓરશે ઘાત,
ઘણીજ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે,
એક કહો તાં તેર, સુણાવશે હોલે હોલે;
જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત, 
ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત ! 

વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ,
સુંદરી મુંડન કરાવશે, હશે નર ને લાંબા કેશ;
નર ને લાંબા કેશવળી, ચાલશે છટકા કરતો,
બેઠી હશે બાઇ બાકડે, પુરુષ પાણી ભરતો;
જીવતા જોશે લાખણા, આ દેશ થશે પરદેશ,
વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ ! 

વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ,
ધરતી રહેશે તરસતી, નદિયુ સુકાશે નવાણ;
નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે
મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે;
જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ,
વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ ! 

દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર,
જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર;
વસ્તિનો થશે વિસ્તાર, વનચર નગર વસશે,
તસુ ધરા ને કાજ, બેટા બાપ ને મારવા ધસશે;
જીવતા જોશે લાખણા, ભાઈ ભાઈ નો ખાર,
દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર !!

-દેવાયત પંડિત

*-ઘણી વાત સાચી પડતી જાય છે-*





🌷🌷🌷🌷🌷

*શર્ટનું ખિસ્સું અને માણસનું હૈયું*, 

*બંને ડાબી બાજુ પર હોય છે*.

*પરંતુ, કડવી વાસ્તવિકતા એ છે, કે...*

*પહેલાંનાં જમાનામાં ખિસ્સું ખાલી  હતું, ત્યારે હૈયું ભરેલું હતું...*

*અને આજે, ખિસ્સું ભરેલું છે, ત્યારે હૈયું ખાલીખમ છે...!!!*

  





બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

જેમાં દુશ્મની ની જગ્યાએ ફક્ત કિટ્ટી હતી,
ફકત બે આંગળી જોડવાથી દોસ્તી થઈ જતી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

માત્ર હાર-જીત ની રમતો ની હોડ હતી,
નહીં કે પદ- પૈસા પાછળ ની દોડ હતી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

રામ – સીતા ની ચોકડી માં જગ્યા બુક થઈ જતી,
આજ ખુરશીઓ મળે પણ જગ્યા કાયમ નથી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

ટાયર ને લાકડી મારતા ગાડી ક્યાંય પહોંચી જતી,
આજે ગાડીઓ દોડે છે પણ મંઝિલ નથી મળતી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

વાહનો ની ટ્યૂબ પહેરી પાણી માં તરવાની મજા હતી,
યુ-ટ્યૂબ માં ડૂબી ને આજે યુવાની પુરી થઈ જતી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

મિત્રો ને શોધવામાં સંતાકૂકડી ની રમત પુરી થઈ જતી,
આજે સાચા સબંધો શોધવામાં ઉમર પુરી થતી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

ઠેકડા મારી કુંડાળા દાવ રમવાની મજા હતી,
વહેમો નાં કુંડાળા માંથી આજ બહાર જવાતું નથી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

લીંબુ ની શીર કોઈ આપે તો ચહેરા પર ખુશી આવી જતી,
આજે મોંઘી વસ્તુઓ મળે પણ માંગ પુરી થતી નથી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.

જવાબદારી નાં પોટલાં બાજુ પર મૂકી એકવાર,
ફરી બાળપણ જીવવાની ઈચ્છા જતી નથી.

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી

અલ્પા સાતા..✍🏻










॥ દોહા ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ ।
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥

॥ ચૌપાઈ ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીસ તિહું લોક ઉજાગર ॥
રામદૂત અતુલિત બલ ધામા ।
અંજનિ પુત્ર પવન સુત નામા ॥
મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
કંચન બરન વિરાજ સુવેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા ॥
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ ।
કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥
શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥
વિદ્યાવાન ગુની અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા ।
વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥
ભીમ રૂપ ધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ॥
લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ ।
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
સહસ્ર બદન તુમ્હારો જસ ગાવૈં ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥
સનકાદિક બ્રહ્માદિ મુનિસા ।
નારદ સારદ સહિત અહીસા ॥
જમ કુબેર દિક્પાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હાં ।
રામ મિલાય રાજ પદ દીન્હાં ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ॥

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં | 
જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||

દુર્ગમ કાજ જગત કે જેતે | 
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||

રામ દુઆરે તુમ રખવારે | 
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||

સબ સુખ લહૈ તુમ્હારી સરના | 
તુમ રક્ષક કાહુ કો ડરના ||

આપન તેજ સમ્હારૌ આપે | 
તીનો લોક હાંક તે કાંપે ||

ભુત પિશાચ નિકટ નહિં આવૈ | 
મહાવીર જબ નામ સુનાવૈ ||

નાસે રોગ હરે સબ પીરા | 
જપત નિરંતર હનુમંત બિરા ||

સંકટ સે હનુમાન છુડાવૈ | 
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||

સબ પર રામ તપસ્વી રાજા | 
તિન કે કાજ સકલ તુમ સાજા ||

ઔર મનોરથ જો કોઈ લાવે | 
સોઈ અમિત જીવન ફલ પાવે ||

ચારો જુગ પરતાપ તુમ્હારા | 
હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||

સાધુ સંત કે તુમ રખવારે | 
અસુર નિકંદન રામ દુલારે ||

અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા | 
અસ બર દીન જાનકી માતા ||

રામ રસાયન તુમ્હરે પાસા | 
સદા રહો રઘુપતિ કે દાસા ||

તુમ્હરે ભજન રામકો પાવે | 
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||

અન્ત કાલ રઘુબર પુર જાઈ | 
જહાં જન્મ હરી ભકત કહાઈ ||

ઔર દેવતા ચિત ન ધરઈ | 
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||

સંકટ કટે મિટૈ સબ પીરા | 
જો સુમિરૈ હનુમંત બલવીરા ||

જય, જય, જય, હનુમાન ગોસાઈ | 
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||

જો સતબાર પાઠ કર કોઈ | 
છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||

જો યહ પઢૈ હનુમાન ચાલીસા | 
હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||

તુલસીદાસ સદા હરિ ચેરા | 
કીજે નાથ હદય મહં ડેરા ||

પવન તનય સંકટ હરન 
મંગલ મૂરતિ રુપ | 
રામલખનસીતા સહિત 
હૃદય બસહુ સુરભૂપ || 

|| સિયાવર રામચંદ્ર કી જય ||

|| પવનસૂત હનુમાન કી જય ||










*અષ્ટસિધધીનવનીધી_કે_દાતા_વીર_બજરંગબલી*

🚩🚩🚩🚩🚩🚩🚩
હનુમાનજી અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા કહેવાય છે માતા જાનકીએ તેમને આ વરદાન આપ્યુ છે. કળીયુગમાં હનુમાનજીને તાત્કાલીક દેવ માનવામાં આવે છે.
હનુમાનજી પાસે રહેલી છે અષ્ટ સિદ્ધિઓ
અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા અસ બર દીન જાનકી માતા’. જાનકી માતાએ એવું વરદાન આપ્યું કે, તમને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ મળે. સિદ્ધિઓ આઠ હોય છે.અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશત્વ અને વશિત્વ.

*અણિમા*
હનુમાનજીએ આ સિદ્ધિનો પ્રયોગ કરીને સૂક્ષ્મ રૂપ ધારણ કર્યુ હતુ અને સુરસાના મુખમાં પ્રવેશ કર્યો હતો.

*મહિમા*
આ સિદ્ધિમાં યોગી પોતાની જાતને ખુબજ વિરાટ બનાવી શકે છે. આ કરાણે હનુમાનજી વિરાટ સ્વરૂપ ધારણ કરી શક્યા હતા.

*ગરિમા*
આ સિદ્ધિથી સાધક પોતાની જાતને ભારે ભરખમ બનાવી દે છે.

*લધિમા*
આ સિદ્ધિથી સાધક પોતાની જાતને ફુલ સમાન હળવુ બનાવી શકે છે

*પ્રાપ્તિ*
પ્રત્યેક કામનાને પૂર્ણ કરવા આ સિદ્ધિનું હોવુ આવશ્યક છે

*પ્રાકામ્ય*
આ સિદ્ધિથી ઈચ્છા અનુસાર તમે પૃથ્વીમાં સમાઈ શકો છો આકાશમાં ઉડી શકો છો. હનુમાનજી આકાશમાં ઉડીને એક વાર સૂર્યને ગળી ગયા હતા અને બીજી વખત સંજીવની લાવીને લક્ષ્મણજીનો જીવ બચાવ્યો હતો.

*ઇશત્વ*
તમામ પર શાસન કરી શકો છો આ જ કારણે કળીયુગમાં હનુમાનજીના ભક્તોની સંખ્યા વધારે છે.

*વશિત્વ*
કોઈ પણને પોતાના વશમાં કરહનાર આ વશિત્વ સિદ્ધિ હનુમાનજીને આધીન હતી.
હનુમાનજી પાસે રહેલી છે નવ નિધિ
ગોસ્વામીજી કહે છે કે, આ આઠ તો સિદ્ધઓ આપણી પાસે છે જ અને કુબેરની જે નવ નિધિ છે તે પણ આપણી પાસે છે. પદમ, મહાપદમ, શંકર, મકર, કચ્છપ, મુકુંદ, કુંદ, નીલ અને ખર્વ આ બધી નવ નિધિ છે. નવ નિધિનો એક અધ્યાત્મિક અર્થ પણ છે.શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવનમ, અર્ચન, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મ નિવેદન- આ નવ ભક્તિ જ સાધકની નવ નિધિ છે. આ આઠ સિદ્ધિ અને નવ નિધિ હનુમાનજીને સીતાજીએ પ્રદાન કરી છે.જય મહાવીર હનુમાનજી..
  *
🚩🚩🚩🚩🚩🚩🚩




                   ( આયુર્વેદ )


*ડાયાબિટીસના સરળ ઘરગથ્થુ ઉપચારો*


ડાયાબીટીસ વધારે પડતો ચરબીવાળો ખોરાક અને બેઠાડુ જીવન ડાયાબિટીસને નિમંત્રણ આપે છે તેના સરળ ઘરગથ્થુ ઉપચાર આ પ્રમાણે છે.

🥣 દરરોજ ૭૦-૮૦ ગ્રામ સારાં પાકાં જાંબુ લઈ ચારગણા ઉકળતા પાણીમાં નાખી ૧૫ મિનિટ સુધી ઢાંકણ ઢાંકી રાખી, પછી હાથ વડે મસળી, કપડાથી ગાળી, તેના ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણ વાર થોડા દિવસ સુધી પીવાથી પેશાબમાં જતી સાકરનું પ્રમાણ ઘટે છે, લીવર કાર્યક્ષમ બને છે અને મધુપ્રમેહમાં ઉત્તમ ફાયદો થાય છે. 

🥣 સારાં પાકાં જાંબુ સૂકવી, બારીક ખાંડી, ચણ કરી દરરોજ ૨૦-૨૦ ગ્રામ ૧૫ દિવસ સુધી લેવાથી મધુપ્રમેહમાં ફાયદો થાય છે. 

🥣 જાંબુના ઠળિયાના ગર્ભનું ૧-૧ ગ્રામ ચૂર્ણ મધ અથવા પાણી સાથે દિવસમાં બે વાર ૧૦-૧૫ દિવસ સુધી લેવાથી મધુપ્રમેહ મટે છે. 

🥣 જાંબુના ઠળિયા ૨૦૦ ગ્રામ, લીમડાની ગળો પ૦ ગ્રામ, હળદર પ૦ ગ્રામ અને મરી પ૦ ગ્રામ ખાંડી, વસ્ત્રગાળ ચણ કરી, તેને જાંબુના રસમાં ખૂબ ઘૂંટી, સૂકવી, શીશામાં ભરી રાખવું. ૩-૪ ગ્રામ આ ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે લાંબા સમય સુધી લેવાથી મધુપ્રમેહમાં ચોક્કસ ફાયદો થાય છે. 

🥣 કુમળાં કારેલાંના કકડા કરી, છાંયે સૂકવી, બારીક ખાંડી ૧૦-૧૦ ગ્રામ સવારસાંજ ચાર મહિના સુધી લેવાથી પેશાબ માર્ગે જતી સાકર સદંતર બંધ થાય છે અને મધુપ્રમેહ મટે છે. 

🥣 કોળાનો રસ ડાયાબીટીસમાં લાભ કરે છે.

🥣 રોજ રાત્રે ૧૫ થી ૨૦ ગ્રામ મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળી એકાદ માસ સુધી પીવાથી ડાયાબીટીસના રોગીની લોહીમાં જતી સાકર ઓછી થાય છે. 

🥣 હરડે, બહેડાં, આમળાં, લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ, ચર્ણ કરી સવાર-સાંજ લેવાથી મધુપ્રમેહ મટે છે. 

🥣 ડાયાબિટીસમાં જવની રોટલી હિતાવહ છે. એનાથી લોહીમાં સાકરનું પ્રમાણ વધતું નથી. વળી એમાં સિંગ અને સિંગતેલ બંને જો અન્ય પ્રકારે હાનિકારક ન હોય તો દરરોજ એકાદ મુઠ્ઠી કાચી સિંગ ખાવી અને આહારમાં કાચું સિંગતેલ વાપરવું. 

🥣 મીઠો લીમડો લોહીમાં ખાંડના પ્રમાણને નિયંત્રીત રાખવામાં મદદરૂપ થાય છે. આથી ડાયબીટીસના દર્દીઓને એના સેવનથી લાભ થાય છે. 

🥣 ઊંડા અને ખૂબ જ શ્રમ પહોંચાડે તેવા શ્વાસોચ્છાસ મધુપ્રમેહની અમોઘ ઔષધિ છે. ઊંડા શ્વાસોચ્છાસથી લોહીમાંની સાકર ફેફસાં દ્વારા બહાર નીકળી જાય છે. 

🥣 હળદરના ગાંઠિયાને પીસી ધીમાં શેકી, સાકર મેળવી થોડા દિવસ સુધી દરરોજ ખાવાથી મધુપ્રમેહ અને બીજા પ્રમેહોમાં ફાયદો થાય છે. 

🥣 વડની છાલનું બારીક ચૂર્ણ ૧ ચમચી રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબ અને લોહીની ખાંડ ઓછી થાય છે. પેશાબમાં વીર્ય જતું હોય, પેશાબ કર્યા પછી ચીકણો પદાર્થ નીકળતો હોય તેને માટે વડની કૂણી કુંપળો અને વડવાઈનો અગ્ર ભાગ સૂકવી ચૂર્ણ બનાવી સેવન કરવાથી જરૂર લાભ થાય છે. 

🥣 આમલીના કચૂકા શેકી પ૦ ગ્રામ જેટલા રોજ ખાવાથી મધુપ્રમેહ મટે છે. 

🥣 વડની તાજી છાલનો ચતુર્થાશ ઉકાળો અથવા તાજી ન હોય તો સૂકી છાલ ૨૪ કલાક ભીંજવી રાખી તે જ પાણીમાં બનાવેલો ચતુર્થાશ ઉકાળો પીવાથી તે કુદરતી ઈન્સલ્યુલીન જેવું જ કામ આપે છે અને ડાયાબિટીસને કાબુમાં રાખે છે. 

🥣 આમળાં અને વરિયાળીનો સમભાગે પાઉડર દરરોજ સવારસાંજ ૧-૧ મોટો ચમચો પાણી સાથે ફાકવાથી ડાયાબિટીસ મટે છે. 

🥣 આંબાનાં સૂકાં પાનનો એક એક ચમચી પાઉડર સવાર-સાંજ પાણી સાથે લેવાથી મધુપ્રમેહમાં સારો લાભ થાય છે. 

🥣 સ્વાદહીન સફેદ રંગનું ગળોસતત્વ ૧-૧ ચમચી દિવસમાં ચારેક વખત પાણી સાથે લેવાથી મધુપ્રમેહ મટે છે.

 🥣 આાંબાનાં કોમળ પાન સૂકવી, ચણ બનાવી ભોજન બાદ ૧-૧ ચમચી પાણી સાથે લેવાથી મધુપ્રમેહ કાબૂમાં રહે છે. 

🥣 સીતાફળના પાનના ઉકાળાનું નિયમિત સેવન કરવાથી ડાયાબીટિસ મટે છે. 

🥣 ખોરાકમાં કેલ્શિયમનું પ્રમાણ ૮૦૦થી ૧૨૦૦ મિલિગ્રામ રાખવાથી અને વહેલી સવારે કૂણા તડકામાં ૨૦થી ૨૫ મિનિટ ફરવાનું રાખવાથી ડાયાબિટીસ ફક્ત બે માસમાં કાબૂમાં લાવી શકાય છે. 

🥣 ટાઈપ-ર ડાયાબીટીસમાં ઓમેગા-3 ફેટ્સ હૃદયની સુરક્ષા માટે જરૂરી હોય છે. ઓમેગા-3 ફેટ્સ મેળવવાનો સૌથી સરળ ઉપાય છે અખરોટ. ઓમેગા-3 મકરેલ અને ટયુના માછલીમાં પણ હોય છે, પરંતું શકાહારી માટે અખરોટ આશીર્વાદરૂપ છે. 

🥣 શુદ્ધ કેસરના ચાર-પાંચ તાંતણા એકાદ ચમચી ધીમાં બારાબર મસળી સવાર-સાંજ સેવન કરવાથી મધુપ્રમેહ કાબૂમાં રહે છે.

*ઉપર જણાવેલ તથા આયુર્વેદમાં બતાવેલ ડાયાબિટીસ માટેના ૧૭ જેટલા ઔષધોથી અમારા દ્વારા ડાયાબિટીસ માટેનું ચૂર્ણ બનાવેલ છે. જેની ૧૦૦ ગ્રામની કિંમત 230 છે. પરંતુ ફક્ત આપણા આયુર્વેદિક જીવનશૈલીના સભ્યો માટે આની કિંમત ૨૦૦₹ છે.*

*દિવાળી ઓફર*
*ડાયાબિટીસ માટેનું 100% નેચરલ અને શુદ્ધ ચૂર્ણ*

આયુર્વેદમાં બતાવેલ કળું, કોલંબો, કાળી જીરી, મામેજવો, કરિયાતું, ગુડમાણ, કરેલા જેવા અન્ય 17 થી વધુ શુદ્ધ ઔષધિઓથી ડાયાબિટીસ માટે બનાવવામાં આવ્યું છે *ડાયાબિટીસ ચૂર્ણ.* જેના નિત્ય સેવનથી ધીમે ધીમે ડાયાબિટીસ કન્ટ્રોલમાં આવી જશે. ત્યારબાદ ધીમે ધીમે મટશે. 

એલોપથીની દરોજ ટિકડીઓ ખાવાથી શરીરમાં સાઈડઇફેક્ટ થાય જ છે તે સૌ જાણે છે, પરંતુ આયુર્વેદિક ઔષધિથી નુકસાનના બદલે હંમેશા લાભ જ થાય છે. માટે એલોપથી છોડી આયુર્વેદ અપનાવીએ...

આ ચૂર્ણ આયુર્વેદમાં બતાવેલ 17 થી વધુ 100% શુદ્ધ ઔષધિઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી 100% નેચરલ બનાવવામાં આવ્યું છે.

આ ચૂર્ણ સેવન કરવાની રીત:
1)આ ચૂર્ણ કાચની બોટલમાં ભરી લેવું.
2)  લાલ માટીની કુલડી(મટકી)મા અથવા માટીના પાત્રમાં દરરોજ રાત્રે એક ચા ની ચમચીના માપ થી દવા નાખી, 
      એક થી દોઢ કપ પાણી નાખી હલાવી પલાળવું 
3) વહેલી સવારે નરણે કોઠે એ પી જવું.
4) આ પછી ચાર-પાંચ કાળી દ્રાક્ષ ખાવી 
5) આખા દિવસમાં બે થી ત્રણ લીટર સાદું પાણી પીવું 

સુચના:-
 *આ ફાકી દરરોજ નિયમિતતાથી સેવન કરશો, તો*
ડાયાબિટીસ ( મધુપ્રમેહ) ના રોગ મટવામા જરૂરથી ફાયદો થશે.
 
આ ફાકી લેવાની શરૂઆત કરતા પહેલા 
યુરીન અને બ્લડ ટેસ્ટ (સુગર ટેસ્ટ) કરાવવા જેથી 
ઉપરોક્ત ક્વાથ એક માસ લેવાથી કેટલો સુધારો
( ફાયદો ) થયો તે જાણી શકાશે 
આ ફાકી ની પ્રસાદી સંત પુરૂષોની આપેલી છે


..










તારા દુઃખને ખંખેરી નાખ



યોગ સત્સંગ આખ્યાન પકરણ: ૧૫

( દુઃખના સમયે  મનને ઈશ્વરના શરણમાં મૂકી કર્મ કરે જાવ)

આજથી  ચાર વર્ષ પેહલા ની વાત છે. હું એક મારા પરિચિત અંગત ને ખરખરો કરવા ગયો હતો. યાની કોઈ ગુજરી જાય પછી તેના ઘેર જઈ ઘરના લોકોને દિલાસો આપવા જવાની વાત એટલે ખરખરો.
હું  ગયો ત્યારે એ લોકો સ્વર્ગસ્થના  ખુબજ વખાણ કરતા હતા." એ તો છેલ્લા છ મહિનામાં તો સાવ બદલાઈ ગયા હતા, યાની સારો  સ્વભાવ થઈ ગયો હતો" આવી વાત કરી રડતા જાય ને બોલતા જાય. મને યાદ છે કે એ લોકોના સગાઈથી લગ્ન  થયા ત્યારથી આજદિન સુધી એમને ખુબજ સારી રીતે જાણું. એ લોકો લગ્ન પછી સતત લડ્યા કરતા એટલી હદ સુધી કે આખી સોસાયટી માં ફેમસ થઈ ગયેલા. ઘણી વાર એવું લાગતું હવે કોર્ટ કેસ થશેજ, પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ કરવાના કિસ્સા પણ બનેલા.
એક દિવસ તો મેં કીધું કે ના ફાવે તો પ્રેમથી છૂટા પડી જાવ. આ શું રોજની તીવ્ર તકરાર અને કંકાસ. બન્ને ભણેલા ગણેલા અને સરકારી ઓફિસમાં સારા હોદ્દા ઉપર. પણ ઝગડાનું  મૂળ આજદિન સુધી હું પામી શક્યો નહિ.રોજ નવા મુદ્દાઓ આવતા ઝઘડાના. જિંદગીના ચાલીસ થી પણ વધુ વર્ષ સુધી આ લોકો લડતાજ રહ્યા. નિવૃત્તિ પછી  પણ ઝગડા તો ચાલુ રહેલા.
કોઈ બદલાવ નહિ. પૈસાની બાબતમાં બન્ને  ખુબજ કંજૂસ.સાથે રહે, પણ હિસાબ અલગ રાખતા.બે સંતાનો તે પણ આ લોકોના કકળાટ થી થાકેલા. આવા વાતાવરણમાં  પણ સંતાનો ખુબજ સરસ ભણી આખી યુનિ. માં ફર્સ્ટ અને સેકન્ડ રેન્ક આવતા. એન્જીનીયર બન્યા.
આજે પણ સ્વજનના ગયા પછી કહે છે. "જીવનમાં શાંતિ ના મળી. હવે હું શાંતિ ની શોધ કરુ છું.પૈસા ખૂબ જ છે પણ શું કરવાના.? શાંતિ નથી મળતી."
આટલા વર્ષ પછી મેં હિંમત કરી પૂછ્યું કે " તમે કેમ ઝગડતા રહ્યા જિંદગીભર? કઈ વાત હતી?  ત્યારે બોલ્યા કે " હું પોતે  પણ  આજે ,એ કઇ વાત હતી તે વિચારું છે અને કારણ શોધું છું પણ નથી મળતું." અને પછી મેં કીધું એમને," નહિ મળે તમને", એમણે પૂછ્યું કેમ ?  મૈ કહ્યું એમને  કે "અશાંતિ કે કંકાસ એ કેન્સર જેવા છે. એકવાર થઈ જાય પછી કાબૂમાં રેહતા નથી. તેને ઉગતા જ રોકવા પડે."
વાતનો સંદેશ એ છે કે કકળાટ અને અશાંતિ ને શરૂઆતથી જ રોકો. તેનો ઉપાય  એ છે કે, કકળાટ અને અશાંતિ વાળી જગ્યા હોય  તો તેને છોડો યા આવી  કોઈ વ્યક્તિ હોય તો તેને પણ છોડો. શાંતિ અને પ્રેમ  વગર બધું જ નકામું છે. જીવનનો અર્થ શાંતિ , સદભાવ, આનંદ અને પ્રેમ છે. યાદ રાખો, " શાંતિ અને પ્રેમ જીવનમાં હોય ત્યારે તેનું મૂલ્ય નથી સમજાતું  પણ જેવા ચાલ્યા જાય કે તરત સમજાય છે ,ખૂબ વસવસો  પણ થાય છે , પણ ત્યારે  જીવન સમાપ્ત થવાને આરે આવી ગયું હોય છે. મોટા ભાગના માણસો એવું સમજીને જીવે છે કે એકવાર ખૂબ પૈસા આવી જાય પછી શાંતિથી હું જીવીશ. આ એક બહુજ મોટી ગેરસમજ છે. ખૂબ પૈસા એટલે કેટલા ?  આ વાતની કોઈની પાસે સ્પષ્ટતા નથી હોતી જીવનભર, અને એક દિવસ જીવન સમાપ્ત થઈ જાય છે, શાંતિ મેળવ્યા વગર. શાંતિ અને પ્રેમ કદી સત્તા સંપતિ દ્વારા મળતા નથી.જો એમજ હોત તો સિકંદર ના હાથ જનાજાની બહાર ના હોત. સિકંદર એવું કહેતો  હતો  કે "હું વિશ્વને જીતીને પછી શાંતિથી જીવીશ". પણ ના  એ વિશ્વ જીતી શક્યો કે પોતાની જાતને.શાંતિથી જીવવા માટે તમે તમારી જાતને જાણો અને જીતો.  આજના આધુનિક યુગમાં માણસ પાસે બધું જ આવી ગયું છે ફકત આ ત્રણ ચીજ સિવાય, પ્રેમ,શાંતિ અને માનવતા.

મને એક સંતે કહેલી વાત યાદ આવી ગઈ." બેટા, જીવનમાં દુઃખ આવે તો  મનમાં અશાંતિ થાય,પણ એ વખતે મનને  શ્રદ્ધાપૂર્વક ઈશ્વરના શરણમાં મૂકી કર્મ કરે જવું ,રસ્તો આપોઆપ મળી જશે નિઃસંદેહ અને  બીજી વાત જીવનમાં પ્રેમ અને શાંતિ સત્કર્મ કર્યા હોય તો જ મળે છે."

               લેખક: અશ્વિન જાની"
આભાર





*ભગવાન પર ભરોસો* 

*એક જૂની ઇમારતમાં વૈદજીનું મકાન હતું. પાછળના ભાગમાં રહેતા હતા અને આગળના ભાગમાં દવાખાનું ખોલી રાખ્યું હતું. તેમનાં પત્નીની આદત હતી કે દવાખાનુ ખોલવાના પહેલા, તે દિવસના માટે આવશ્યક ચીજ-વસ્તુઑ એક ચિઠ્ઠીમાં લખીને દેતાં હતા. વૈદજી ગાદી પર બેસીને પહેલા ભગવાનનું નામ લેતા પછી તે ચિઠ્ઠી ખોલતા*.
*પત્નીએ જે વસ્તુઓ લખી હોય તેના ભાવ જોતાં, પછી તેનો હિસાબ કરતા. પછી પરમાત્માને પ્રાર્થના કરતા કે હે ભગવાન ! હું કેવળ તારાં જ આદેશના અનુસાર તારી ભક્તિ છોડીને અહીં દુનિયાદારીના ચક્કરમાં આવી બેઠો છું. તેઓ ક્યારેય પોતાના મુખેથી કોઈ પણ દર્દીથી ફીસ ન્હોતાં માગતા. કોઈ દેતું હતું, કોઈ ન પણ દેતું પરંતુ એક વાત નિશ્ચિત હતી કે જેવોજ તે દિવસનો આવશ્યક સામાન ખરીદવા પુરતા પૈસા આવી જાય, તેનાં પછી કોઈની પાસેથી દવાના પૈસા લેતા ન હતા ભલેને તે દર્દી કેટલો પણ ધનવાન કેમ ન હોય !*

*એક દિવસ વૈદજીએ દવાખાનુ ખોલ્યું. ગાદી પર બેસીને પરમાત્માનું સ્મરણ કરીને પૈસાનો હિસાબ કરવાં આવશ્યક વસ્તુઓ વાળી ચિઠ્ઠી ખોલીને એકીટસે જોતાં જ રહી ગયા. એક વાર તો તેમનું મન ભટકી ગયું. તેમને પોતાની આંખોના સામે તારા ચમકતા નજર આવ્યા પરંતુ શિઘ્ર જ તેમને પોતાની તંત્રિકાઓ પર નિયંત્રણ કરી લિધું. લોટ, દાલ-ચોખાના પછી પત્નીએ લખ્યું હતુ, દિકરીના લગ્ન ૨૦ તારીખના છે, તેના દહેજનો સામાન. થોડી વાર માટે બાકીની ચીજોની કીંમત લખવાના બાદ દહેજના સામાનની સામે લખ્યું, *આ કામ પરમાત્માનું છે, પરમાત્મા જાણે.*

*એક-બે દર્દી આવ્યા હતા. તેઓને વૈદજી દવા દઈ રહ્યાં હતા. તે દરમ્યાન એક મોટી કાર તેમનાં દવાખાનાના સામે આવીને રોકાઈ. વૈદજીએ કોઈ ખાસ ધ્યાન આપ્યું કેમકે ઘણા કાર વાળા તેમની પાસે આવતા રહેતા હતા. બન્ને દર્દી દવા લઈને ચાલ્યા ગયા. તે સૂટેડ-બૂટેડ સાહેબ કારમાંથી બહાર નિકળ્યા અને નમસ્તે કરીને બેંચ પર બેસી ગયા. વૈદજીએ કહ્યું કે જો આપે દવા લેવાની છે તો અહીં સ્ટૂલ પર આવો જેથી નાડી જોઈ લઉં અને કોઈ બીજા માટે લેઈ જવાની હોય તો બિમારીની સ્થિતિનું વર્ણન કરો.*

*તે સાહેબ કહેવા લાગ્યા, વૈદજી ! આપે મને ઓળખ્યો નહીં. મારું નામ કૃષ્ણલાલ છે. હાં... આપ મને ઓળખી પણ ક્યાંથી શકો ? કેમકે 15-16 વરસ બાદ આપના દવાખાના પર આવ્યો છું. આપને પાછલી મુલાકાતના હાલ સંભળાવું છું, પછી આપને બધી વાત યાદ આવો જશે. જ્યારે હું પહેલી વાર અહીં આવ્યો હતો તો હું જાતે આવ્યો ન હતો પરંતુ ઈશ્વર આપની પાસે લઈ આવ્યો હતો કેમકે ઈશ્વરે મારા પર કૃપા કરી હતી અને તે મારું ઘર હર્યુ-ભર્યુ કરવે ઇચ્છતો હતો. થયું એમકે હું કારથી જઈ પિતરાઈના ઘરે રહ્યો હતો અને બિલકુલ આપના દવાખાનાની સામે અમારી કાર પંકચર થઈ ગઈ. ડ્રાઈવર વ્હીલ કાઢીને પંકચર કરાવવા લઈ ગયો. આપે જોયું કે ગરમીમાં કારની પાસે ઉભો હતો તો આપ મારી પાસે આવ્યા અને દવાખાનાની તરફ ઇશારો ક્યો કે ત્યાં છાયામાં ખુરશી પર બેસવાનું કિધુ. હું આવીને ખુરશી પર બેસી ગયો. ડ્રાઈવરે કંઈક વધારે વાર લગાવી દિધી હતી.*
*એક નાની બેબી પણ ત્યાં મેજની પાસે ઉભી હતી અને ઘડીયે ઘડીયે કહી રહી હતી, ચાલો ને બાબા ! મને ભૂખ લાગી છે. આપ તેને કહી રહ્યાં હતા કે બેટા ! થોડી ધીરજ ધરો, આવું છું. હું તે વિચાર કરી રહ્યો હતો કે આટલી વારથી હું આપની પાસે બેઠો હતો અને મારા જ કારણે આપ ખાવા પણ નથી જઈ રહ્યાં ! મારે કંઈક દવા ખરીદી લેવી જોઇએ જેથી આપની પાસે બેસવાનો ભાર ન લાગે. મેં કહ્યું, વૈદજી ! છેલ્લા 5-6 વરસથી ઇંગ્લેંડમાં રહીને કારોબાર કરી રહ્યો છું. ઇંગ્લેંડ જવાના પહેલા લગ્ન થઈ ગયા હતા પરંતુ હજી સુધી સંતાન સુખથી વંચિત છું*. *અહીંયા પણ ઇલાજ કરાવ્યો અને ત્યાં ઇંગ્લેંડમાં પણ પરંતુ કિસ્મતે નિરાશા સિવાય કાંઈ ન દિધું.*
*આપે કહ્યું હતુ, મારા ભાઈ !* *ભગવાનથી નિરાશ ન થાવ. યાદ રાખો કે તેના કોષમાં કોઈ ચીજની કમી નથી. આશ-ઓલાદ,* *ધન-ઇજ્જત, સુખ-દુખ બધુ જ એના હાથમાં છે. એ કોઈ વૈદ કે ડોક્ટરના હાથમાં નથી હોતું અને ન તો કોઈ દવામાં હોય છે. જે કાંઈ થવાનું હોય છે તે બધુ ભગવાનના આદેશથી થાય છે. ઓલાદ દેવી છે તો તે જ દેવાના છે. મને યાદ છે આપ વાતો કરતા જઈ રહ્યાં હતા અને સાથે પડીકીઓ બનાવતા પણ જઈ રહ્યાં હતા. બધી દવા આપે બે ભાગોમાં વિભાજિત કરીને બે લિફાફામાં નાખી હતી અને પછી મને પૂછીને એક લિફાફા પર મારુ નામ અને બીજા પર મારી પત્નીનું નામ લખીને દવાનો ઉપયોગ કરવાની રીત કહી હતી.*
*મેં ત્યારે એમ જ તે દવા લઈ લિધી હતી કેમકે હું ફક્ત થોડા પૈસા આપવા ઇચ્છતો હતો. પરંતુ જ્યારે દવા લઈ લિધા બાદ મેં પૈસા પૂછ્યા તો આપે કહ્યું હતુ, કાંઈ લેવાનું નથી. પરંતુ મારો આગ્રહ કર્યો તો આપે કહ્યું હતું, આજનું ખાતુ બંધ થઈ ગયું છે.*
*મેં કહ્યું, આપની વાત સમજમાં ન આવી ! તે દરમ્યાન એક માણસ ત્યાં આવ્યો, તેણે અમારી ચર્ચા સાંભળીને મને બતાવ્યું કે ખાતુ બંધ થવાનો મતલબ એ છે કે આજના ઘરેલુ ખર્ચના માટે જેટલી રાશી વૈદજીએ ભગવાન પાસે માંગી હતી તે ઈશ્વરે તેમને દઈ દિધી છે. અધિક પૈસા તેઓ નથી લઈ શકતા.*

*હું થોડો હેરાન થયો અને થોડો લજ્જિત પણ કે મારા વિચાર કેટલા નિમ્ન હતા અને એ સરલચિત્ત વૈદ કેટલા મહાન છે. મેં ઘર પર જઈ પત્નીને ઔષધિ દેખાડી અને બધી વાત કહી તો તેના મોઢામાંથી શબ્દો નિકળ્યા, તે ઇન્સાન નહીં કોઈ દેવતા છે અને તેમની દિધેલી દવા જ અમારા મનની મુરાદ પૂરી કરવાનું કારણ બનશે. આજ અમારા ઘરમાં બે ફૂલ ખિલેલા છે. અમે પતિ-પત્ની હર સમય આપના માટે પ્રાર્થના કરતા રહીયે છીએ. આટલા વરસો સુધી કારોબારે ફૂરસદ જ ન દિધી કે સ્વયં આવીને આપથી* *ધન્યવાદના બે શબ્દો કહી જતા. આટલા વરસો બાદ આજ ભારત આવ્યો છું અને કાર કેવળ અહીં જ રોકી છે.*

*વૈદજી ! અમારો પરિવાર ઇંગ્લૈંડમાં સેટલ થઈ ચુક્યો છે. કેવળ મારી એક વિધવા બહેન પોતાની દિકરીની સાથે ભારતમાં રહે છૈ. અમારી ભાણેજના લગ્ન આ મહિનાની ૨૧ તારીખના થવાના છે. ન જાણે કેમ* *જ્યારે-જ્યારે અમારી ભાણેજના આણાંના માટે કોઈ સામાન ખરીદ કરતો તો મારી નજરના સામે આપની તે નાનકડી દિકરી પણ આવી જતી હતી અને હર વસ્તુ હું બમણી ખરીદી લેતો. હું આપના વિચારોને જાણતો હતો કે સંભવતઃ તે વસ્તુઓ ન લો પરંતુ મને લાગતું હતુ કે મારી પોતાની સગી ભાણેજના સાથે જે ચહેરો હર વાર દેખાતો રહ્યો છે તે પણ મારી ભાણેજ જ છે. મને લાગતું હતુ કે ઈશ્વરે આ ભાણેજના લગ્નના આણું ભરવાની જવાબદારી દિધી છે.*

*વૈદજીની આંખો આશ્ચર્યથી ખુલી રહી ગઈ અને બહુ ધીમા અવાજે બોલ્યા, કૃષ્ણલાલજી ! આપ જે કાંઈ કહી રહ્યા છો તે મારી સમજમાં નથી આવી રહ્યું કે ઈશ્વરની આ શું માયા છે. આપ મારી શ્રીમતીના હાથની ચિઠ્ઠી જૂઓ ! અને વૈદજીએ ચિઠ્ઠી ખોલીને કૃષ્ણલાલજીને પકડાવી દિધી. ત્યાં ઉપસ્થિત બધાએ જોઈને હેરાન રહી ગયા કે *"દહેજનો સામાન"* ના સામે લખ્યું હતું, *"આ કામ પરમાત્માનું છે, પરમાત્મા જાણે !"* *કાંપતી અવાજમાં વૈદજી બોલ્યા, કૃષ્ણલાલજી ! વિશ્વાસ કરજો કે આજ સુધો એવું થયું નથી કે પત્નીએ ચિઠ્ઠી પર આવશ્યક્તા લખી હોય અને પરમાત્માએ તે જ દિવસે તેની વ્યવસ્થા ન કરી દિધી હોય ! આપની વાત સાંભળીને તો એવું લાગે છે કે ક્યા દિવસે મારી શ્રીમતી શું લખવા વાળી છે* *અન્યથા આપનાથી એટલા દિવસ પહેલા જ સામાન ખરીદવા આરંભ ન કરાવી દિધો હોત પરમાત્માએ !! વાહ પ્રભુ વાહ ! તું મહાન છે, તું દયાવાન છે !!! હું હેરાન છું કે તે પોતાનો રંગ કેવો કેવો દેખાડે છે !!!*

*વૈદજીએ આગળ કહ્યું, સવારે ઉઠીને ઉંઘમાંથી ઉઠાડવા બદલ પરમાત્માનો આભાર માનો, સાંજે સારો દિવસ પસાર થયાનો આભાર માનો, અને રાત્રે સૂતા સમયે તેનો આભાર માનો.*

*આગળ મોકલશો તો બીજાઓ પણ વાંચી શકશે.*  ✍️  🙏🙏





વાત -૫  પૂજા કોના માટે કરું

*તો કોના માટે પ્રાર્થના કરું?*
*================*
*.....વાંચશો તો મજા પડી જશે. ગેરંટી...*

"ઓ સાહેબ લઇ લ્યોને, માત્ર દસ રૂપિયાનો જ હાર છે. ઓ સાહેબ....... ઓ સાહેબ ....."

આ શબ્દો સાંભળી પાછળ જોયું તો એક નાનકડો છોકરો પોતાના હાથમાં રહેલા ફૂલોના હાર બતાવીને આવતા જતા લોકોને તે લેવા વિનવી રહ્યો હતો.

આ દ્રશ્ય જોઈ જરા થોભ્યો કે એટલી વારમાં તે છોકરો પાસે આવી બોલ્યો "સાહેબ લઇ લ્યોને માત્ર દસ રૂપિયા નો જ હાર આપું છું"

મેં કહ્યું "અરે ભલા હું તો દર્શન કરીને બહાર આવ્યો છું, હવે આ લઇ હું શું કરું?" આ શબ્દો સાંભળતા જ પેલા છોકરાનો ચહેરો જરા ફિક્કો પડેલો જણાયો.

તેના ચહેરાને જોઈ હું બોલ્યો "ચાલ હવે મારે આ હારની તો જરૂર નથી પણ એક કામ કર તું આ દસ રૂપિયા રાખ."

મેં ધીમેથી દસ રૂ.ની નોટ તેના ખિસ્સામાં મૂકી ચાલતી પકડી. થોડી વારમાં પાછળથી ફરી એજ અવાજ સંભળાયો "ઓ સાહેબ, એક મિનિટ ઉભા તો રહો"
આ સાંભળી મેં પૂછ્યું "કેમ ભાઈ હવે શું થયું?"

"અરે સાહેબ તમે હાર તો લીધો જ નહીં અને હારના પૈસા આપી દીધા"

મેં હસતા હસતા જવાબ વાળ્યો કે "એતો મેં તને એમજ ખુશી ખુશી આપ્યા છે. રાખ તારી પાસે, મારે હાર નથી જોઈતો."

છતાં પણ એ બોલ્યો "ના, ના સાહેબ આ હાર તો લેતા જ જાઓ. તમે તે હારના પૈસા ચૂકવ્યા છે."

"અરે ભાઈસાબ મેં કહ્યુંને કે એ હારનું મારે શું કરવું? હું તો હવે ઘરે જ જાઉં છું."

"તો એક કામ કરો સાહેબ આ હાર તમે ઘરે લેતા જાઓ." સ્મિત સાથે તેના તરફ જોઈ બોલ્યો કે "દીકરા આનું ઘરે હું શું કરું?"

"ના, ના, તમારે હાર તો લેવો જ પડે કેમકે તમે તેના પૈસા ચૂકવ્યા છે." બાળકની જીદ સામે શું બોલવું કઈ સમજ ન પડી અને આટલું જ કહ્યું કે
"એ પૈસા તો મેં તને એમજ આપ્યા છે, પ્રેમથી રાખી લે."

છતાંય જાણે કે એને મારા જવાબથી કંઈ ફેર ન પડતો હોય તેમ ફરીવાર એકનું એક વાક્ય બોલ્યો "હાર તો તમારો જ કેવાય ને તમારે જ લઇ જવાનો."

અંતે કંઈ ન સુજ્યું તો મેં કહ્યું "એક કામ કર, તું મંદિરમાં જા અને આજે તું આ હાર ભગવાનને ચઢાવી આવજે"

જાણે કે તેને આ રુચ્યું અને તે બોલ્યો "હા સાહેબ એ બરોબર. ચાલો એમજ કરું છું."

મને પણ થયું કે ગજબ છોકરો છે. અને તેની વાતોએ જાણે કે મને પણ વિચારતો કરી મુક્યો. આ વિચારમાંને વિચારમાં હજુ તો હું થોડું આગળ ચાલ્યો હોઇશ ત્યાં ફરી એજ અવાજ કાને અથડાયો *"ઓ સાહેબ"*

ફરીથી એજ બાળક મારી સામે આવી ઉભો રહ્યો ને આ જોઈ હવે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો ને મારાથી સહજ ઊંચા અવાજે બોલાય ગયું  "હવે શું છે? હવે તો જા."

આટલું બોલતા બોલાઈ તો ગયું પરંતુ સામેના બાળકે જે કહ્યુંએ સાંભળી હું છકક થઇ ગયો અને જાણે કે મને મારા જ બોલાયેલા શબ્દો પ્રત્યે ઘૃણા થવા લાગી. મારા બોલાયેલા શબ્દોની સામે કંઈ પણ પ્રત્યુત્તર આપ્યા વગર એ માત્ર એટલું બોલ્યો

"સાહેબ તમારું નામ તો જણાવો. હું ભગવાન પાસે આ હાર ચઢાવી, તમારું નામ લઇ ભગવાન પાસે તમારી સુખ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના તો કરી શકું. તમારું નામ ન જાણતો હોઉં તો કોના માટે પ્રાર્થના કરું?"

આ સાંભળી મારી આંખમાંથી સહજ અશ્રુબિંદુ ખરી પડ્યું અને મારુ ખુદનું અસ્તિત્વ જાણે કે ભૂલી ગયો હોઉં તેમ તે બાળકને ભેટી પડ્યો.

થોડીવારે સ્વસ્થતા પ્રાપ્ત થતા વિચાર આવ્યો કે આ બાળકની પ્રાર્થના સાચે જ ઈશ્વર સાંભળશે જ અને જવાબ આપ્યો કે "દીકરા આપણા નામ તો આ જગતના લોકોએ પાડ્યા છે, ઉપરવાળો તો દરેક ને એક માનવ સ્વરૂપે જ જુએ છે. તો જા દીકરા અને સમગ્ર માનવ જગત માટે પ્રાર્થના કરજે."

🙏






વાત - 4  પુત્ર ના પ્રેમની ઝખના

સધિયારો આખરી ક્ષણનો

ફરજ પરની નર્સ ચિંતાતુર ચહેરા વાળા લશ્કરના યુવાન મેજરને હોસ્પિટલની પથારી પર સુતેલા એ દર્દી પાસે લઈ ગઈ.
એકદમ હળવા નાજુક સ્વરે તેણે દર્દીને કહ્યું,"તમારો પુત્ર આવ્યો છે"
દર્દીની આંખ ખુલે એ પહેલાં નર્સે અનેક વખત એ વાક્ય રિપીટ કરવું પડ્યું
હાર્ટ એટેકના અસહ્ય દર્દને કારણે પીડા શામક દવાઓને લઈને ઊંડા ઘેનમાં સુતેલા દર્દીએ આંખો ખોલી.અને ધૂંધળી દ્રષ્ટિ વચ્ચે તેણે આર્મીના યુનિફોર્મમાં સજ્જ થયેલા એ યુવાન મેજરને જોયો.

મહેનત કરીને તેણે હાથ લંબાવ્યો.

મેજરે પોતાના મજબૂત હાથ વડે એ દુર્બળ હાથને પોતાના હાથમાં લીધો.એ સ્પર્શમાંથી સધિયારો,હિંમત અને પ્રેમનો હૂંફાળો સંદેશો વહેવા લાગ્યો.

આ હૃદયસ્પર્શી દ્રશ્ય જોઈને નર્સની આંખો પણ ભીંજાઈ ગઈ.તે એક ખુરશી લઇ આવી જેથી યુવાન ઓફિસર તેની ઉપર બેસી શકે.યુવાન મેજરે નમ્ર સ્વરે નર્સનો આભાર માન્યો.

રાત વિતતી ગઈ.પણ આછેરા પ્રકાશ વાળા એ વોર્ડમાં યુવાન મેજર એ દર્દીનો હાથ પોતાના હાથમાં લઈ તેમની સાથે વાતો કરતો રહ્યો.દર્દીને હિંમત આપતો રહ્યો.તેની વાતોમાં,તેના અવાજમાં અને તેના સ્પર્શમાંથી હૂંફ,ઉષ્મા અને પ્રેમની ધારા વહેતી રહી.

નર્સ વારે વારે આંટો મારી જતી અને યુવાન મેજરને થોડી વાર ત્યાંથી દૂર જઈ આરામ કરવા સૂચન કરતી રહી.પણ મેજર ત્યાંથી હટવાનો નમ્રતાપૂર્વક ઇનકાર કરી ત્યાં જ બેઠો રહ્યો,હાથમાં હાથ રાખીને.

નર્સ આવતી જતી રહી,રાત્રિ ની અંધકારભરી શાંતિમાં હોસ્પિટલમાં આવતા સાધનોના આવજો, એક બીજાને આવકારતા નાઈટસ્ટાફના હાસ્યો અને દર્દ અને પીડાથી કણસતા કે રુદન કરતા અન્ય દર્દીઓના આવજો જો કે આવતા રહેતા હતા પણ યુવાન મેજરને જાણે કે એ કાંઈ સંભળાતું જ નહોતું.નર્સ જોતી હતી કે યુવાન મેજર વૃદ્ધ દર્દીને સુંદર શબ્દો સંભળાવી રહ્યો છે.

મૃતયપથારીએ સૂતેલો દર્દી જો કે એક પણ શબ્દ બોલતો નહોતો.બસ એણે તો હોય એટલી શક્તિથી આખી રાત યુવાન મેજરનો હાથ પકડી રાખ્યો હતો.

પરોઢ થયું અને વૃદ્ધ દર્દીએ સદા માટે આંખો મીંચી દીધી.આખી રાત હાથ પકડીને બેઠેલા મેજરે હળવેક રહી ને હાથ છોડાવ્યો અને પછી દર્દીના મૃત્યુ ના સમાચાર નર્સને આપ્યા.

નર્સે આવીને દર્દી સાથે જોડાયેલા તબીબી સાધન સરંજામ છોડ્યા,આંખોના પોપચાં બંધ કર્યા અને એક સફેદ ચાદર વડે મૃતદેહને સન્માનપૂર્વક ઢાંકયો.

યુવાન મેજર થોડે દુર અદબપૂર્વક ઉભો રહ્યો

પછી નર્સ તેની પાસે ગઈ અને સહાનુભૂતિના શબ્દો કહેવા લાગી.પણ મેજરે તેને રોકીને પૂછ્યું,"આ વૃદ્ધ માણસ કોણ હતા?"

નર્સ બે ઘડી આઘાતમિશ્રિત આશચર્યમાં ગરકાવ થઈ ગઈ."એ તમારા પિતા હતા"નર્સે કહ્યું.

"ના એ મારા પિતા નહોતા.મારી જિંદગીમાં હું તેમને કદી મળ્યો નહોતો"મેજરે કહ્યું.

નર્સ મૂંઝવણમાં હતી."તો પછી હું તમને તેની પાસે લઈ ગઈ ત્યારે તમે કેમ કહ્યું નહિ"તેણે પૂછ્યું.

મેજરે જવાબ આપ્યો,"તમે મને તેમની પાસે લઈ ગયા તે ક્ષણે જ હું સમજી ગયો હતો કે આ કાંઈક ભૂલ થઈ રહી છે.પણ હું એ પણ સમજી ગયો કે મરણપથારીએ પડેલો એ માણસ તેના પુત્રની પ્રતીક્ષા કરે છે અને એ પુત્ર ત્યાં નથી".

નર્સ નિઃશબ્દ હતી.

મેજરે આગળ કહ્યું,"મેં જયારે જોયું કે હું એમનો પુત્ર છું કે નહીં એ કહેવા જેટલી પણ તેમનામાં શક્તિ નહોતી ત્યારે મને સમજાયું કે તેમને મારી ઉપસ્થિતિની કેટલી બધી જરૂર હતી.એટલે હું બેઠો રહ્યો,હાથમાં હાથ લઈને અને પ્રેમના માયાળુ શબ્દો એમને કહેતો રહ્યો".

નર્સની આંખોના ખૂણા ભીના હતા."પણ..તો તમે આવ્યા હતા કોના માટે?તમે કોને મળવા માંગતા હતા?"તેણે પૂછ્યું.
"હું અહી એક મી.વિક્રમ સલારીયાને મળવા આવ્યો હતો.તેમનો પુત્ર જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે શહીદ થયો છે.મારે તેમને એ સમાચાર આપવાના હતા"મેજરે જવાબ આપ્યો.

નર્સ અવાચક હતી.અંતે તેણે કહ્યું,"તમે આખી રાત જેનો હાથ પકડીને બેઠા અને જેમની સાથે પ્રેમભર્યા શબ્દોમાં સંવાદ કર્યો એ જ મી.વિક્રમ સલારીયા હતા".

હવે મેજર પણ નિઃશબ્દ હતા.

મૃત્યુ પામી રહેલા વ્યક્તિના હાથમાં છેલ્લી કલાકો તેના પુત્રનો હૂંફાળો હાથ રહે તેનાથી મોટો સધિયારો બીજો શું હોય!

ભવિષ્યમાં ક્યારેક કોઈને જરૂર હોય ત્યારે બસ,તેની પાસે જજો.તેની સાથે રહેજો..



(વોટ્સએપ ઉપર ઇંગ્લીશમાં મળેલી એક પોસ્ટનો સાભાર ભાવાનુવાદ)








વાત 3. દોસ્તી નો સંબંધ

*કદમ* અટકી ગયા જયારે અમે પહોચ્યા *બજારમાં,*

*વેચાઈ* રહ્યા હતા *સંબંધ*, ખુલ્લે આમ *વ્યાપારમાં.*

ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું:
                                *"શું કીમત છે સંબંધની?"*

દુકાનદારે કહ્યું : કયો લેશો?
   *"બેટાનો"* આપું, કે *"પિતાનો?"* 
               *"બહેનનો"*, કે *"ભાઈનો?"* કયો લેશો?

*"માણસાઈનો"* આપું કે *"પ્રેમનો"* આપું?
       *"માં"* નો આપું કે *"વિશ્વાસનો?"* કયો આપું? 

બોલો તો ખરા, *ચુપચાપ* ઉભા છો, 
                                      કંઈક *બોલો* તો ખરા!

*"મેં ડરીને"* પૂછ્યું : *"દોસ્તનો સંબંધ?"*

દુકાનદાર *"ભીની આંખોથી"* બોલ્યો:

*"સંસાર"* આ *"સંબંધ"* પર જ તો *"ટકેલો"* છે,
         *"માફ કરજો! આ "સંબંધ" બિલકુલ* નથી,

આનું કોઈ *"મુલ્ય"* લગાવી નથી શક્યુ,
                          પણ 
જે દિવસે આ *વેચાઈ* જશે, 
           એ દિવસે આ *સંસાર ઉજ્જડ* થઈ જશે.

આ રચના મારા સૌ *"સ્નેહી-મિત્રોને અર્પણ"* છે.

 સારૂ છે, *"પાંપણનું કફન"* છે,
 
       નહીંતર આ *"આંખમાં"* ઘણું બધું *"દટાનું"* છે!






વાર્તા -૨        29/09/2020

લોકોને રસ પડ્યો

લેખક : મનોજ ભાઈ શાહ


પાનાં જુની ડાયરીનાં
ફાડીને દુર નાખ્યા,
લોકોને ટુકડા જોડી જોડી વાંચવામાં રસ પડ્યો,

કોને નિસ્બત છે અહીં
ધબકતા માણસની હયાતીથી,
લોકોને "આજ' છોડી ગઇકાલ ખોદવામાં રસ પડ્યો,

ચપોચપ બંધ કર્યા'તાં
બારી બારણાં કહાણીનાં,
લોકોને તિરાડમાંથી
જોવામાં રસ પડ્યો,

બચાવતો રહ્યો એક કિસ્સો દુનિયાની નજરથી,
લોકોને જગજાહેરમાં
મુઠ્ઠી ખોલવામાં રસ પડ્યો,

બહુ તકલીફમાં ફરે છે
ઓઢી સ્મિતનું પહેરણ,
લોકોને હસવાનું કારણ શોધવામાં રસ પડ્યો,

આયુષ્યરેખા ભુંસવાની હરીફાઇમાં ભીડ હતી,
લોકોને કેમ જીવી ગયો જાણવામાં રસ પડ્યો,

રાખ્યું મૌન જો
કથળેલી હાલત પર,
લોકોને વાત વધારી વધારી ચર્ચવામાં રસ પડ્યો,

પત્થર બની ગયો એ સંજોગોને આધિન થઈ,
લોકોને મજાકમાં
ઠોકરો મારવામાં રસ પડ્યો,

પરિશ્રમ ઊંચે જવા
કરોળિયા જેમ કરતો રહયો,
લોકોને ડગલે પગલે
નીચે પાડવામાં રસ પડ્યો,

જીવનમાં ખેલ ખેલાયો,
બની ગયો તમાશો,
લોકોને ચીરહરણનો આનંદ
પામવામાં રસ પડ્યો,

સંજોગો નો શિકાર
જનમ થી જ હતો,
લોકોને મરેલાંને ફરી
મારવામાં રસ પડયો,

આયખું આખું બળીને
શું બાકી હશે એનામાં,
લોકોને ભેગા મળી
પૂરો બાળવામાં રસ પડ્યો.





વાર્તા -૧
ખાસ વાંચવા જેવું!  
મજા આવશે 

!!   મારો દીકરો ઘરનો ગૃહસ્થંભ  !!

આજકાલ " મારી દીકરી મારુ અભિમાન " ખાસ્સુ ચાલ્યુ છે,  એના સંદર્ભે થોડી વાત .. 
આપણા સમાજમા અત્યારે એવુ વાતાવરણ ઉભુ થયુ છે અથવા કરવામા આવ્યુ છે કે,
જે  પૂણ્યશાળી હોય એના ઘરમા જ  દિકરી હોય, તો શું  દિકરો હોય એ  પાપી  ??
આમ કહીને આપણે દિકરાને અન્યાય કરીએ છીએ, ઉતારી પાડીએ છીએ.......
જ્યારે *હકિકત* એ છે કે અમુક અપવાદને બાદ કરતા સામાજિક બધીજ *જવાબદારી* એક *દિકરો* જ ઉઠાવે છે...
સામાન્ય રીતે એવુ કહેવાય છે કે જેટલી *લાગણી દિકરીને* હોય તેટલી *દિકરાને* ન હોય, 
પરંતુ........
એ તો પ્રકૃતિએ *પુરુષનુ* ઘડતર જ એવુ કર્યુ છે..
વાત રહી *માં-બાપને* વૃદ્ધાશ્રમમાં મોકલવાની.. 
શું *પરણ્યા* પહેલાં કોઈ દીકરાએ પોતાના *માં બાપને* તરછોડીને *વૃદ્ધાશ્રમમાં* મૂક્યા હોય એવુું સાંભળ્યું છે ?... 
ના..
કેમકે એની પાછળ પણ *દીકરાની પત્ની* નો જ હાથ હોય છે..( _કે જે કોઈક પિતાની લાડલી , મહાન, સ્વર્ગની પરી, અને વ્હાલનો દરિયો એવી દીકરી જ હોય છે ખરું ને_!)
બીજી એક *મહત્ત્વની વાત* કે, જેટલુ આપણે *દીકરી જમાઈ* સાથે એડજસ્ટ કરીએ છીએ તેટલુ *દીકરા વહુ* માટે કરીએ છીએ ??
*એક વાર કરી તો જુઓ*... 
*દીકરી* લગ્ન પછી *સાસરે* જતી રહેશે!
પણ...
*દીકરો* આખુ જીવન *સંઘર્ષ* કરી *મા બાપની* સેવા કરે છે...
તથા.
તેના *પરીવાર* માટે રાત દિવસ *મહેનત*  કરી પોતાનું આખુ જીવન *મા બાપ* તથા પરીવાર માટે *સમર્પણ* કરે છે...

     *દીકરો એટલે શું* ???

*દીકરો* એટલે પાંગરેલી *કૂંપણ*...
*દીકરો* એટલે પહાડ જેવી *છાતી* પાછળ ધબકતું *કોમળ હૈયુ*...
*દીકરો* એટલે *ટહુકાને* ઝંખતુ વૃક્ષ...
દીકરો એટલે  તલવારની મૂઠ  પર કોતરેલું  ફુલ 🌸...
દીકરો એટલે માં બાપ સહિત પૂરા પરિવાર ને પોતાના ખભે લઈ જતો ભીમસેન....
આ ડીઝીટલ યુગમાં દીકરીનું  રુદન What's app, face book ની દિવાલને ભિંજવતું હોય છે,
પણ દીકરાનું રુદન એનાં ઓશિકાની કોરને પણ પલાળતુ નથી!!!
કહેવાય છે કે દીકરીને ચાહતા રહો સમજવાની જરુર નથી.......
હું કહુ છું  દીકરાને બસ સમજી લો...આપોઆપ ચાહવા લાગશો......

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ચૂંટણી પરિણામ 24. Election results

વરસાદી આફત મેપ

વિરામ ચિન્હો ની સમજ / punctuation marks