બુધવાર, 23 સપ્ટેમ્બર, 2020

કોરોના અને માં




.આ લખનાર ની આંખમાં ચોક્કસ પાણી આવ્યા હસે. લેખક ને મારા પ્રણામ



✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

પ્લાસ્ટિક માં લપેટેલ માઁ ને જોઈ મારી જાત ઉપર નો કન્ટ્રોલ મેં  ગુમાવી દીધો....

મેં આજુ બાજુ ઉભેલ સિકયુરિટી રૂપી  સ્ટાફ ના તમામ બંધનો તોડી...દોડી ને ....માઁ ને ભેટી પડ્યો....

માઁ... આ જન્મ માં તો હું તારું ઋણ ચૂકવી ન શક્યો પણ આવતા જન્મે હે ભગવાન તું મને ફરીથી આ ઋણાનુબંધ થી બાંધજે. તેના ચરણ ને વંદન કરી અશ્રુભરી આખે મેં તેને વિદાય કરી...

આજુ બાજુ ઉભેલ વ્યક્તિઓ ની આંખો પણ ભીની થઇ ગઇ...તેઓ બોલ્યા તમે બહુ મોટી ભૂલ કરી છે...કોરોના ના દર્દી ને આવી રીતે ન ભેટી શકાય

મેં કીધું વાત તમારી તો સાચી..છે..આ દુનિયા માં જન્મ થયો એજ મોટી ભૂલ થઈ... છે.

મારે આ લોકો ને કેમ સમજાવવા મારા કારણે મારી માઁ પોઝીટીવ કોરોના આવી...

હું હિંમત હારી બાજુ માં રાખેલ બાંકડા ઉપર બેસી  દૂર દૂર સુધી મારી માઁ ને લઈ જતી વેનને જોઈ રહ્યો...

વાહન દેખાતું બંધ થયું ..એટલે હું ફરી ચોધાર આંસુએ  રડી પડ્યો...માઁ આ ભવ ની સગાઈ પુરી કરી તું  તો ચાલી...

કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં તું હવે પાછી નહીં આવે.....

એ પણ હું જાણું છું...

તારા નિસ્વાર્થ પ્રેમ ને સમજવા માટે મારી ઉમ્મર અને સમજ નાની પડી.. જયારે તારા પ્રેમ ને હું  સમજ્યો.. ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું....આમ અચાનક તું છોડી ને જતી રહીશ એ મેં કલ્પના માં પણ વિચાર્યું   ન હતું.....

મારી બાજુ ના બાંકડા ઉપર બેઠેલ એક કાકા બોલ્યા હિંમત રાખ બેટા....સંસાર છે..ચાલ્યા કરે તારું દુઃખ હું સમજી શકું તેમ છું..પણ ભગવાન ના જન્મ મરણના ચક્ર સામે આપણે લાચાર છીએ.

મેં કીધું કાકા આ મારી માઁ ના મોત માટે હું જવાબદાર છું....

એવું કેમ...બોલે છે બેટા

કાકા... બે મહિના પહેલા મારો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો.. ત્યારે મને એક અલગ રૂમ માં ક્વોરોન્ટાઇન કરી દીધો... મારી પત્ની... બાળકો... રૂમ ના બારણાં પાસે... સવાર સાંજ જમવા ની થાળી મૂકી જાય.... બાકી આખો દિવસ હું એકલો રૂમ માં બેઠો રહેતો... ત્યારે મને વિચાર આવ્યો.. હું મારા બાપ વગર ની માઁ ને એકલી મૂકી લગ્ન પછી ના સામાજિક કારણો થી જુદો  તો થયો છું.... પણ મારી માઁ એકલી કેવી રીતે રહેતી હશે...?  તેનો સમય વૃદ્ધ અવસ્થા માં કેવી રીતે પસાર થતો હશે...?  

એકાંત માં આવતા  વિચારોએ મને અંદર થી હલાવી નાખ્યો.. મેં માઁ ને ફોન લગાવી તેની સાથે કલાકો સુધી વાતો કરી.... માઁ પણ ખૂબ રડી બેટા તબિયત  સંભાળજે.. હું તેનાથી જુદો થયો હતો પણ તેનો પ્રેમ કે વાતો ઉપર કોઈ અસર ન હતી....

કાકા.. એક મહિના પછી ફરીથી મને કોરોના પોઝીટીવ આવ્યો.... આ વખતે મેં ક્વોરોન્ટાઇન મારી માઁ ના ઘરે થવાનું નક્કી કર્યું...

મારી માઁ તો મારી રાહ જોતી જ હતી.. તેને કોરોના ગ્રસ્ત પોતાના પુત્ર નું સ્વાગત કર્યું .. ઘર માં રાખેલ જૂની પૂજા પાસે લઈ ગઈ પોતે પગે લાગી.. મને પણ લગાડ્યો, પછી મને એક રૂમ જુદો આપ્યો.

આશ્ચર્ય ત્યારે થયું કાકા... બપોરે જમવા નું આપવા તે મારા રૂમ પાસે આવી બારણું ખખડાવ્યું... મેં બારણું અડધું ખોલ્યું.. તે થાળી નીચે મુકવા ને  બદલે થાળી સાથે મારા રૂમ ની અંદર આવી ગઈ.. મેં કીધું અરે માઁ તું આ શું કરે છે.. મને કોરોના થયો છે....

અરે બેટા કેટલા વર્ષે તું મારા ઘરે.. મારા હાથ નું જમીશ.. કહી તેણે થાળી ટેબલ ઉપર મૂકી... એ મારા મોઢા માં કોળીયા મુકવા લાગી.. મને તો સ્કૂલે થી આવી દફ્તર ફેંકી જમવા બેસતો એ સમય યાદ આવી ગયો.... થોડી થોડી વારે મારા માથે હાથ ફેરવતી જાય અને કહેતી જાય. તને કંઈ નહીં થાય.... મેં મારા લાલજી ને કીધું છે... તારે જીવ સામે જીવ જોતો હોય તો મારો જીવ લઈ લેજે... પણ મારા લાલા ને કંઈ ન થવું જોઈએ...

રાત્રે મોડે સુધી... અમે રૂમ માં બેસી ગપ્પા મારતા.. જૂની જૂની વાતો યાદ કરી રડી લઈએ. હસી પણ લઈએ .
રાત્રે.. હું પલંગ માં સૂતો અને તે નીચે પથારી પાથરી સૂતી... તે મારી સાથે રહેવા ની તક જતી કરવા માંગતી ન હતી.

હું રાત્રે જાગી... માઁ ના પ્રેમ ની તાકાત જોતો.... આવા દસ કોરોના પણ મારી માઁ ના પ્રેમ ને ઝુકાવી શકે તેમ નથી  
મને ગર્વ થયો મારી માઁ ના પ્રેમ ઉપર અને હું  મારી જાત ને ધિક્કારી રહ્યો .હતો. એક પુત્ર તરીક ની હું ફરજ ચુક્યો છું.

મેં નક્કી કર્યું... મને સારું થાય એટલે માઁ અમારે ત્યાં આવે અથવા અમે અહીં રહેવા આવી જઇયે...

મેં  મારી પત્ની સવિતા ને  ફોન ઉપર સમજાવી.. પહેલા તો તેના સ્વભાવ પ્રમાણે સામી થઈ પણ મારો કડક અભિગમ જોઈ તે ઠંડી પડી મેં તેને કીધું.. ઓફિસ માં આપણો બોસ ખોટો હોવા છતાં યસ બોસ.. યસ બોસ કરતા હોઈએ છીયે  આપણે નોકરી છોડી દઈએ છીયે..? પગાર કે રૂપિયા ની લાલચે તેને સહન કરીયે છીયે.. તો આતો માઁ બાપ છે.. અગણિત ઉપકાર છે.. આપણા ઉપર બે શબ્દો ઉતાવળે બોલી ગયા તો નજરઅંદાજ કરી લેતા શીખવું પડશે.. સવિતા પણ હવે ઢીલી પડી હતી.. તે પણ મારી વાતો સાથે સંમત થઈ..

પણ કાકા મને સારું થયું અને મારી માઁ નો પોઝીટીવ રિપોર્ટ આવ્યો.

મારી માઁ ની ઉમ્મર વધારે હોવા ને કારણે તેની તબિયત લથડી.. તેને હોસ્પિટલ માં દાખલ કરી પણ હું તેને બચાવી ન શક્યો.. મારા સ્વપ્નાં તેને ઘરે લઈ જવાના હતા તે અધૂરા રહી ગયા...

તેણે લાલજી ને કરેલ પ્રાર્થનાં સાંભળી... તેનું આયુષ્ય મને આપી એ તો ચાલી.....

હે.... કોરોના તું હારી ગયો. મારી માઁ ના  પ્રેમ ની તાકાત સામે... લેવા આવ્યો હતો મને પણ.. તને મજબુર કરી દીધો.. તારી તાકાત કરતા મારી માઁ ની પ્રાથના ની તાકાત જોઈ લીધી તે..

કાકા બોલ્યા જે હોય તે બેટા તારો ક્વોરોન્ટાઇન થવા નો નિર્ણય તારી માઁ સાથે ગાળ્યો... એ તારા જીવન નો શ્રેષ્ઠ નિર્ણય હતો... તારી માઁ તારી સાથે રહી તૃપ્ત થઈ ગઈ.... એટલે અફસોસ ન કર.... મૃત્યુ ને તો ફક્ત કારણ જોઈએ છે.... ચિઠ્ઠી ફાટે એટલે દરેકે જવાનું છે.. પછી કારણ કોઈ પણ હોય...

બચપન માં મારી પાસે સ્કૂલ માં અને જ્ઞાતિ ના ફંકશન માં એક ગીત ગવરાવતા અને હું ગાતો.. પણ ત્યારે... ફક્ત તાળીઓ માટે એ ગીત ગાતો.. પણ આજે આ ગીત ના એક એક  શબ્દો... મારા અસ્તિત્વ ને હલાવી નાખે છે...

ઉગલી પકડકર ચલના સિખયા 
થા

અતિસંવેદનશીલ.....

🙏🙏🙏🙏


.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો