પોસ્ટ્સ

લોકપ્રિય પોસ્ટ

કેરી નીચે કેમ પડી

છબી
  એક ગામ હતું, તેનું નામ હતું સુસ્તીપુર. સુસ્તીપુર એક એવું ગામ હતું, જ્યાં સમય જાણે થંભી ગયો હોય. અહીંની હવા ભારે અને સુસ્ત હતી, જાણે કે આકાશમાંથી પણ આળસ ટપકી રહી હોય. સુસ્તીપુરનું વાતાવરણ હંમેશાં ધૂંધળું અને ભેજવાળું રહેતું હતું. સૂર્ય પણ જાણે આ ગામ પર પ્રકાશ પાડવામાં આળસ કરતો હોય. પક્ષીઓ પણ ભાગ્યે જ કલરવ કરે, જાણે કે તેઓ પણ આ ગામની સુસ્તીથી પ્રભાવિત થઈ ગયા હોય. સુસ્તીપુરના લોકો શાંત અને નિષ્ક્રિય સ્વભાવના હતા. તેઓ કોઈ પણ કામ કરવામાં ઉતાવળ કરતા નહીં. તેઓને ગપસપ કરવામાં અને આરામ કરવામાં જ, વધુ રસ હતો. આ એક એવું ગામ હતું જ્યાં જીવન ખૂબ જ ધીમી ગતિએ ચાલતું હતું. અહીંના લોકો આળસ અને શાંતિથી જીવતાં હતાં જો તમે શાંતિ અને આરામની શોધમાં હોવ તો |સુસ્તીપુર તમારા માટે એક આદર્શ સ્થળ હોઈ શકે. ગામ લોકોનું માનવું હતું કે દુનિયા ગોળ છે. એટલે આપણે ફરવાની શું જરૂર? જેથાય તે ગોળ ગોળ ફર્યા કરે. આંબા, લીમડા અને વડના વૃક્ષો સુસ્તીપુરના પાદરને સુંદર અને શાંતિપૂર્ણ બનાતા હતા. આ પાદર ગામના લોકો માટે આરામ અને આનંદનું સ્થળ પણ હતું.સુસ્તીપુરના પાદરમાં આંબાના ઝાડ ઘણા પ્રમાણમાં હતા. આંબા ના ઝાડ પર ઉનાળામાં મીઠી...

ભર શિયાળે ચોમાસાના એંધાણ

છબી
  લ્યો પાછો ચોમાસો આવી ગયો એવું લાગે છે. અંબાલાલ કાકાએ ફરી આગાહી કરેલી છે. કે હવે માવઠું થવાની શક્યતાઓ છે તો સ્વેટર સાથે રેનકોટ માંટે તૈયાર રાખજો .
છબી
  દાળિયા   ને ગોળ શિયાળામાં ખાવા જેવી વસ્તુ છે દાળિયા અને ગોળ ખાવા ના ફાયદા
છબી
  આપનું ગુજરાત તમે જોયું હસે તો પહેલા 42 વર્ષે વાંચવાના નબર  આવતા ને હવે  નાના મોટા બાળકોને આખે ચશ્મા આવી ગયા છે. કારણ  ઉપરના ફોટો ને ટચ કરો BBC સમાચાર

એજ વાત કહું ?

છબી
IPO એટલે શું ? તો જાણવા અહી ક્લિક કરો  
છબી
  વાતાવરણ અપડેટ. હવામાન અપડેટ / સ્વેટર પહેરવા કે રેઇનકોટ? ઠંડીના ચમકારા પહેલા ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદની આગાહી અહી 👆 બ્લુ લાઈન ટચ કરો 

વિરામ ચિન્હો ની સમજ / punctuation marks

છબી
 વિરામચિહ્નો વિરામચિહ્નો એટલે શું ? "વિરામચિહ્ન એટલે લખાણ વાંચતા થોભવાની નિશાની." વિરામચિહ્ન ઉકિતમાં અટકવાના સ્થાનો દર્શાવવા માટે તથા અર્થની દ્રષ્ટિએ વાક્યના ઘટકોનો જુદી જુદી જાતનો સંબંધ સૂચવવા માટે લેખનમાં જે ચિહ્ન વપરાય છે તેને " વિરામચિહ્ન " કહેવામાં આવે છે. જેમ કે: "ચોરી કરવી નહીં, કરે તેને શિક્ષા થશે" તેના બદલે ખોટા વિરામચિહ્ન વડે "ચોરી કરવી, નહીં કરે તેને સજા થશે." આવો અનર્થ જોવા મળે છે. આમ, ભાષા શુદ્ધિ માટે વિરામચિન્હોની તેના ઉપયોગની અનિવાર્યતા રહેલી છે. વિરામ : વિસામો, અટકવું, આરામ. ચિહ્ન: નિશાની, સંકેત. વાક્યમાં આરોહ-અવરોહ લાવવા, અર્થની સ્પષ્ટતા લાવવા કે અટકવા માટે ઉપયોગમાં લેવાતાં સંકેતોને વિરામચિહ્નો કહેવામાં આવે છે. ઘણા લાંબાં વાક્યો વચ્ચે મુકેલા વિરામચિહ્નોના ખોટા ઉપયોગથી ઘણીવાર અર્થનો અનર્થ પણ થઈ જાય છે. દરેક ભાષામાં વપરાતા વિરામચિહ્નોનું મહત્ત્વ વિશેષ હોય છે. ગુજરાતી ભાષામાં વપરાતાં વિરામચિહ્નો અને તેના ઉપયોગો નીચે છે. વિરામચિહ્નનું કાર્ય નીચે મુજબ છે. આ વિરામચિહ્નોનાં મુખ્ય ચાર કાર્ય છે. (૧) સમાપન : વાકયાંતે આવતાં આરોહ કે અવરોહ સૂ...