કેરી નીચે કેમ પડી

એક ગામ હતું, તેનું નામ હતું સુસ્તીપુર. સુસ્તીપુર એક એવું ગામ હતું, જ્યાં સમય જાણે થંભી ગયો હોય. અહીંની હવા ભારે અને સુસ્ત હતી, જાણે કે આકાશમાંથી પણ આળસ ટપકી રહી હોય. સુસ્તીપુરનું વાતાવરણ હંમેશાં ધૂંધળું અને ભેજવાળું રહેતું હતું. સૂર્ય પણ જાણે આ ગામ પર પ્રકાશ પાડવામાં આળસ કરતો હોય. પક્ષીઓ પણ ભાગ્યે જ કલરવ કરે, જાણે કે તેઓ પણ આ ગામની સુસ્તીથી પ્રભાવિત થઈ ગયા હોય. સુસ્તીપુરના લોકો શાંત અને નિષ્ક્રિય સ્વભાવના હતા. તેઓ કોઈ પણ કામ કરવામાં ઉતાવળ કરતા નહીં. તેઓને ગપસપ કરવામાં અને આરામ કરવામાં જ, વધુ રસ હતો. આ એક એવું ગામ હતું જ્યાં જીવન ખૂબ જ ધીમી ગતિએ ચાલતું હતું. અહીંના લોકો આળસ અને શાંતિથી જીવતાં હતાં જો તમે શાંતિ અને આરામની શોધમાં હોવ તો |સુસ્તીપુર તમારા માટે એક આદર્શ સ્થળ હોઈ શકે. ગામ લોકોનું માનવું હતું કે દુનિયા ગોળ છે. એટલે આપણે ફરવાની શું જરૂર? જેથાય તે ગોળ ગોળ ફર્યા કરે. આંબા, લીમડા અને વડના વૃક્ષો સુસ્તીપુરના પાદરને સુંદર અને શાંતિપૂર્ણ બનાતા હતા. આ પાદર ગામના લોકો માટે આરામ અને આનંદનું સ્થળ પણ હતું.સુસ્તીપુરના પાદરમાં આંબાના ઝાડ ઘણા પ્રમાણમાં હતા. આંબા ના ઝાડ પર ઉનાળામાં મીઠી...