Essay Gujarati


 ધોરણ ૩ ગુજરાતી નિબંધમાળા


                દિવાળી




દિવાળી આસો મહિનાની અમાસે આવે છે.


નવરાત્રિ પછી લોકો દિવાળીની તૈયારી કરે છે, તેઓ ઘરની સફાઈ કરે છે, ઘર રંગાવે છે, વાસણો માજીને ચકચકિત કરે છે. નવાં કપડાં, વાસણો, ફટાકડા વગેરેની ખરીદી કરે છે. જાતજાતની મીઠાઈઓ બનાવે છે.


દિવાળીનો તહેવાર પાંચ દિવસનો છે.. ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, 

બેસતું વર્ષ અને ભાઈબીજ. દિવાળીમાં લોકો ઘરને રોશનીથી શણગારે છે. બહેનો આંગણામાં સાથિયા પૂર્વે છે અને દીવા મૂકે છે. વેપારીઓ ચોપડાપૂજન અને લક્ષ્મીપૂજન કરે છે. લોકો દેવમંદિરે દર્શન કરવા જાય છે. બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને ' નૂતન વર્ષાભિનંદન' કહે છે. કેટલાક


લોકો સગાંસંબંધીઓને દિવાળીકાર્ડ મોકલે છે. શાળામાં દિવાળીની રજાઓ હોય છે. તેમને નવાં કપડાં પહેરી ફટાકડા ફોડવાની ઘણી મજા પડે છે. દિવાળી આપણો (હિંદુ) ઓ નો મોટો ધાર્મિક તહેવાર છે.


જે પ્રભુ રામ અયોધ્યા આગમન ને વધાવતો તહેવાર ગણવામાં આવે છે..






HAPPY BIRTHDAY 🎉🎉🥳🎉🎊🎉🎉🎉🥳🥳🎂




મારો જન્મદિવસ


(ધો. ૩ – ગુજરાતી)


મારો જન્મદિવસ બીજી નવેમ્બરે આવે છે.


 અમે દર વર્ષે મારો જન્મદિવસ ઊજવીએ છીએ,


મારા જન્મદિવસે હું સવારે વહેલો ઊઠું છું. નાહીધોઈ નવાં કપડાં પહેરી તૈયાર થઈ જાઉં છું પછી હું મમ્મી-પપ્પા અને દાદાદાદીને પગે લાગું છું. તેઓ મને આશીર્વાદ આપે છે. મારી મમ્મી મને મંદિરે દર્શન કરવા લઈ જાય છે. ત્યાં હું ભગવાનને પગે લાગું છું. 


હું શાળામાં ચોકલેટ વિતરણ કરું છુ. મિત્રો મને 

અભિનંદન આપે છે. અને શિક્ષકો આશીર્વાદ આપે છે.


મારી મા મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને મીઠાઈ વહેંચે છે.


સાંજે અમારા સંબંધીઓ અને મિત્રો અમારે ઘેર આવે છે. તેઓ મને જન્મદિવસની શુભેચ્છા આપે છે.


અને સુંદર ભેટો આપે છે. હું તે બધાંનો આભાર માનું છું. પછી અમે સાથે બેસીને જમીએ છીએ,


જન્મદિવસ મારો સૌથી વધારે આનંદનો દિવસ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ચૂંટણી પરિણામ 24. Election results

વરસાદી આફત મેપ

વિરામ ચિન્હો ની સમજ / punctuation marks