Essay Gujarati

ધોરણ ૩ ગુજરાતી નિબંધમાળા દિવાળી દિવાળી આસો મહિનાની અમાસે આવે છે. નવરાત્રિ પછી લોકો દિવાળીની તૈયારી કરે છે, તેઓ ઘરની સફાઈ કરે છે, ઘર રંગાવે છે, વાસણો માજીને ચકચકિત કરે છે. નવાં કપડાં, વાસણો, ફટાકડા વગેરેની ખરીદી કરે છે. જાતજાતની મીઠાઈઓ બનાવે છે. દિવાળીનો તહેવાર પાંચ દિવસનો છે.. ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. દિવાળીમાં લોકો ઘરને રોશનીથી શણગારે છે. બહેનો આંગણામાં સાથિયા પૂર્વે છે અને દીવા મૂકે છે. વેપારીઓ ચોપડાપૂજન અને લક્ષ્મીપૂજન કરે છે. લોકો દેવમંદિરે દર્શન કરવા જાય છે. બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને ' નૂતન વર્ષાભિનંદન' કહે છે. કેટલાક લોકો સગાંસંબંધીઓને દિવાળીકાર્ડ મોકલે છે. શાળામાં દિવાળીની રજાઓ હોય છે. તેમને નવાં કપડાં પહેરી ફટાકડા ફોડવાની ઘણી મજા પડે છે. દિવાળી આપણો (હિંદુ) ઓ નો મોટો ધાર્મિક તહેવાર છે. જે પ્રભુ રામ અયોધ્યા આગમન ને વધાવતો તહેવાર ગણવામાં આવે છે.. HAPPY BIRTHDAY 🎉🎉🥳🎉🎊🎉🎉🎉🥳🥳🎂 મારો જન્મદિવસ (ધો. ૩ – ગુજરાતી) મારો જન્મદિવસ બીજી નવેમ્બરે આવે છે. અમે દર વર્ષે મારો જન્મદિ...