Sea signal Information

 દરિયામાં કરંટ વધતાં બે નંબરનું સિગ્નલ લગાવાયું; 12 નંબર સુધીના સિગ્નલ શું સૂચવે છે?

જૂનાગઢ: માંગરોળ દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ અપાયું. માંગરોળ દરિયામાં કરંટ જોવા મળ્યો. જાણો 12 નંબર સુધીના સિગ્નલ શું સૂચવે છે?


તમને થતું હશે આ સિગ્નલ એટલે શું? એક નંબરનું વધારે કહેવાય કે બાર નંબર વધારે કહેવાય તો ચાલો આપણે આજે સિગ્નલ વિશે માહિતી લઈએ.




અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયામાં હલચલ જોવા મળી રહી છે. વાવાઝોડાના પગલે દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ 🚦 લગાવવામાં આવ્યું છે. જૂનાગઢના માંગરોળ દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ અપાયું છે. સાથે જ માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. ઉપરાંત માંગરોળ પંથકમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. સાવચેતીના પગલે બોટને કાંઠે લાવવામાં આવી હતી.




૧ નંબરનું સિગ્નલ: પવનની ગતિ 1થી 5 કિમીની હોય ત્યારે લગાવાય છે. વાવાઝોડાની ચેતવણી આપે છે.



૨  નંબરનું સિગ્નલ: પવનની ગતિ 6થી 12 કિમીની હોય ત્યારે લગાવાય છે. માછીમારોને દરિયામાં વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે.






૩ નંબરનું સિગ્નલ: પવનની ઝડપ 13થી 20 કિમીની હોય ત્યારે લગાવાય છે. સપાટીવાળી હવાને પગલે બંદર પર ભય દેખાડે છે.


૪ નંબરનું સિગ્નલ: પવનની ગતિ 21થી 29 કિમીની હોય ત્યારે લગાડાય છે. બંદર પર સાવચેતીનાં પગલા લેવા પડે એટલો ભય નથી બતાવતો.


૫ નંબરનું સિગ્નલ: પવનની ગતિ 30થી 39 કિમીની હોય ત્યારે લગાવાય છે. સામાન્ય વાવાઝોડું, કિનારા ઓળંગી બંદરમાં ભારે હવા ફૂંકાવાનો સંકેત આપેછે.


૬ નંબરનું સિગ્નલ: પવનની ગતિ 40થી 49 કિમી હોય ત્યારે લગાવાય છે. સામાન્ય વાવાઝોડું, બંદરમાં ભારે હવાના અનુભવનો સંકેત આપે છે.


૭  નંબરનું સિગ્નલ: પવનની ગતિ 50થી 61 કિમી હોય ત્યારે લગાવાય છે. બંદર ઉપરથી પસાર થાય, ભારે તોફાની પવન ફુંકાઈ શકે.



૮ નંબરનું સિગ્નલ: પવનની ગતિ 62થી 74 કિમી વચ્ચે હોય ત્યારે લગાવાય છે. ભારે વાવાઝોડું, બંદરને ક્રોસ કરી શકે જેથી તોફાની હવાના સંકેત



..૯ નંબરનું સિગ્નલ: પવનની ગતિ 75થી 88 કિમી હોય ત્યારે લગાવવામાં આવે છે. જોરદાર વાવાઝોડું, બંદર પર તોફાની હવાના અનુભવનો સંકેત.



૧૦ નંબરનું સિગ્નલ: પવનની ગતિ 89થી 102 કિમીની હોય ત્યારે લગાવવામાં આવે છે. ભારે જોરવાળું વાવાઝોડું, બંદર પર ભારે તોફાની હવાના અનુભવનો સંકેત.


૧૧ નંબરનું સિગ્નલ: પવનની ગતિ 103થી 118 કિમી હોય ત્યારે લગાવાય છે. ખુબ ખરાબ હવામાનનો અનુભવ, અત્યંત ભયજનક ગણાય.



૧૨-નંબરનું સિગ્નલ: પવનની ગતિ 119થી 220 કિમી હોય ત્યારે લગાવાય છે. અતિ ભયાનક ગણાય છે.😰😨


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ચૂંટણી પરિણામ 24. Election results

વરસાદી આફત મેપ

વિરામ ચિન્હો ની સમજ / punctuation marks