નોંધ..અથાણાં ઘરના વડીલો ને સાથે રાખી બનાવવા યોગ્ય છે..... લીંબુ એ દુનિયાના લગભગ દરેક ભાગમાં મળી આવતું એક અતિ સામાન્ય ફળ છે. તે સાઇટ્રિક ઍસિડ થી ભરેલું હોવાથી સ્વાદમાં ખાટું હોય છે. દુનિયાભરમાં વિવિધ વાનગીઓમાં ખટાશ પુરી પાડવા લીંબુનો રસ નાખવામાં આવે છે. આ ઉપરાંત શરબત બનાવવા અને અથાણામાં પણ લીંબુનો બહોળા પ્રમામાં ઉપયોગ થાય છે. લીંબુનું અથાણું : સામગ્રી :એક કિલો પાકા પીળા થયેલા લીંબુ, ર૦૦ ગ્રામ મીઠું, બે ચમચા દળેલું મરચું, અડધી ચમચી હીંગ, ૧૦૦ ગ્રામ ખાંડ અને બે ચમચા હળદર. રીત સ્લીંબુને ચોખ્ખા પાણીમાં ધોઈ સ્વચ્છ કપડાથી કોરા કરવા, એક લીબુંમાંથી આઠ કટકા કરવા. આ કટકાના ઉપર જણાવ્યા મુજબનો મસાલો નાખી હલાવીને બરણીમાં ભરી, બરણીને યોગ્ય જગ્યાએ મુકવી. છ સાત દિવસમાં અથાઈને અથાણું ખાવા લાયક બનશે. તેની છાલની કડવાશ દૂર કરવા માટે ખાંડ વાપરવામાં આવે છે. જો ફકત હળદર નાખીને લીંબુનું અથાણું તૈયાર કરેલું હોય તો માંદા માણસોને પણ આ અથાણું આપી શકાય છે. લીંબુના છોડાનું અથાણું : સામગ્રી :લીંબુના છોડા એક કિલો, મીઠું ર૦૦ ગ્રામ, ખાંડ ર૦૦ ગ્રામ, તેલ ર૦૦ ગ્રામ, આદું ૧૦૦ ગ્રામ, લાલ મરચાનો ભુકો ૧૦૦ ગ્રામ, લસણ ૧૦ ગ...