std 2 કલ્લોલ પરીક્ષા લક્ષી ખરા ખોટા
(૧) બરણીમાં મીઠો મુરબ્બો હતો. [ ]
(૨) શકરા ભાઈની લારીમાંથી બટેકા પડી ગયા. [ ]
(૩) મૃગેશભાઈ બ્રશ,કાંસકો તેલ ખરીદતા હતા. [ ]
(૪) બજાર વચ્ચે અમૃતભાઈ નો બળદ દોડાદોડ કરે છે. [ ]
(૫) દવાની દુકાનમાં કેરોસીન મળે છે. [ ]
(૬) બરણી નો મુરબ્બો ખાવા પાંચ ઉંદર ચાલ્યા હતા. [ ]
(૭) મીઠાઈ ની દુકાનમાં ગુલાબજાંબુ મળે છે. [ ]
(૮) ડોસાની ચોટલી ચાર ફૂટની છે. [ ]
(૯) સોમાભાઈ પાસે બે સફેદ બળદ હતા. [ ]
(૧૦) રેવા બેને બધાની થાળીમાં રોટલો પીરસ્યો. [ ]
(૧૧) સોમાભાઈ નો કાળીયો બળદ ખોવાણો હતો. [ ]
(૧૨) રોટલાની કોપટી માંથી ગાય નીકળી. [ ]
(૧૩) સપનાને રોટલાની કોપટી બહુ જ ભાવે. [ ]
(૧૪) માર્ચ મહિનામાં બાજરીની ખેતી કરાય છે. [ ]
(૧૫) પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. [ ]
(૧૬) ટપાલી હંમેશા ખરાબ સમાચાર જ લાવે છે. [ ]
(૧૭) મને ઓર્ડરમાં ટપાલી રૂપિયા આપવા આવે છે. [ ]
(૧૮) ટપાલી બટાકા ડુંગળી વેચે છે. [ ]
(૧૯). ખીર ખાવાની હરીફાઈ માટે બિલ્લીને દિલ્હી જવાનું હતું. [ ]
(૨૦). કુંભારે બિલ્લીને ગાડી બનાવી આપી. [ ]
(૨૧) સુથાર લાકડાની સેટી પલંગ બનાવે છે. [ ]
(૨૨) ડોક્ટર દર્દીને તપાસી અને દવા આપે છે. [ ]
(૨૩) વાંદરાની ટોળી લીમડાના રે હૂપાહૂપ કરે છે. [ ]
(૨૪). વડલા ના ટેટા ખાય અને ગોટલા હેઠા નાખે છે. [ ]
(૨૫) મારે ફ્રોક સીવડાવવા સોની પાસે જવું પડે. [ ]
(૨૬) મારે વાળ કપાવવા વાળંદ પાસે જવું છે. [ ]
(૨૭) કુતરા ભાઈ તો ટ્રાફિક પોલીસ છે. [ ]
(૨૮) બચ્ચાએ મેળામાં મોટી રેલગાડી જોઈ. [ ]
(૨૯) બેંકમાં પૈસા જમા કરવા જવાય છે. [ ]
(૩૦) શાળામાં બાળકો ભણાવે છે. [ ]
(૩૧) ગધ્ધાની પૂંછડી લાંબી લસ્સ છે. [ ]
(૩૨) ડોસાના માથા ઉપર શું મૂકેલું છે. [ ]
(૩૩) સપનાને શીરો બહુ ભાવે છે. [ ]
(૩૪)આંબાના ફળને ટેટા કહે છે. [ ]
(૩૫) કેરીનું ફળ કાચું હોય ત્યારે ખાટું હોય છે. [ ]
(૩૬) પાંડવ પાંચ ભાઈઓ હતા. [ ]
(૩૭) કૌરવો એ અર્જુનને પહેલો દાવ આપવાનું નક્કી કર્યું. [ ]
(૩૮) મરઘી નું નામ મલક હતું.
[ ]
(૩૯) મરઘીને બાજરાનો દાણો મળ્યો. [ ]
(૪૦) કુતરા અને મોરલા એ મરઘીને મદદ કરી. [ ]
(૪૧) ડોસો ઘોડા ઉપર બેઠો છે. []
(૪૨) કલક કુતરા નું નામ હતું [ ]
(૪૩) હાથીના પગ નીચે કીડી દબાઈ ગઈ [ ]
(૪૪) બિલાડી નું બચ્ચું મેળામાં ચકડોળ જોઈ હરખાય છે []
(૪૫) સોમાભાઈ નો ફાડિયો બળદ ખોવાણો હતો []
(૪૬) અમૃત કાકાનો પર્વત બજારમાં ઘૂસ્યો []
(૪૭) કારેલા અને બટેકા કાચા ખાઈ જવાય છે []
(૪૮) આંબાના ફળ ને કેરી કહે છે []
(૪૯) લીંબોળી લીમડા ન ફળ છે []
(૫૦) વડના ફળને ટેટા કહે છે []
પ્રશ્નો ના જવાબ આપો.
ઉંદર શું શું કાતરી જાય છે ?
ઉંદર શું ખાવા ચાલ્યા હતા ?
મુરબ્બો કેમાંથી બનેલો છે?
અમૃત કાકાના બળદ નું નામ શું હતું ?
બળદના તોફાનથી કોણ કોણ ડરી ગયું ?
ટપાલી શું દેવા આવે છે ?
સારા અને માઠા સમાચાર કોણ લાવે છે?
વાંદરા ક્યાં બેઠા છે ?
વાંદરા શું ખાઈને ગોટલા નીચે ફેંકે છે ?
તમે કયા કયા પ્રાણીઓ જોયા છે ?
લીમડા ના ફળ ને શું કહે છે ?
સુથારના ઓજારોના બે નામ આપો ?
સોની શું કામ કરે છે ?
ભીમથી કોણ ઈર્ષ્યા કરે છે ?
સોમાભાઈ શું જોઈને હરખાતા હતા ?
કોઈપણ પાંચ અનાજ ન નામ આપો ?
કચરો હંમેશા ક્યાં ફેકવો જોઈએ ?
તમારા ઘરે કયા કયા શાકભાજીઓ આવે છે ?
મરઘીને સેનો દાણો મળ્યો હતો ?
મરઘી યે દાણો વાવવા માટે કોને કોને પૂછ્યું ?
પાક તૈયાર થતા બાજરા ના લોટ નું શું બનાવ્યુ ?
રોટલા કયા કયા લોટના બને ?
ભીમ શા માટે ઝાડ ઉપર ચડી ન શક્યો ?
બિલાડીનું નાનું બચ્ચું શું જોવા ગયું હતું ?
કુતરાએ બચ્ચાને જોઈ શું કર્યું ?
તમે કોના ભેગા મેળામાં ગયા છો ?
ઉંદર........ખાવા ચાલ્યા હતા
શેઠે ઉંદરની...... જાલી બહાર ફેક્યા.
સોમાભાઈ ...... ખાઈને સુતા.
સોમાભાઈ પાસે ..... રંગના બળદ હતા.
સપનાને રોટલાની .......ભાવતી હતી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો