મારી આસપાસ
પાઠ - 1 થી 5 સત્ર - 2
પ્રશ્ન - 1 નદી ક્યાંથી નીકળે છે ?
પ્રશ્ન - 2 નદીમાં કયું વાહન ચાલી શકે છે ?
પ્રશ્ન - 3
ઘરે પાણી ચોખ્ખું કરવાના ત્રણ ઉપાયો બતાવો ?
પ્રશ્ન - 4 જમીન ઉપર પડેલા વરસાદના પાણી ક્યાં ક્યાં જાય છે ?
પ્રશ્ન - 5 નદીનું પાણી દૂષિત કેમ થાય છે ?
પ્રશ્ન - 6 વાવણી અને લણણી એટલે શું ?
પ્રશ્ન - 7 પાકની ફેર બદલી એટલે શું ?
પ્રશ્ન - 8 ડુંગળીના ભાગને સમયસર લણવા થી શું નુકસાન થાય છે ?
પ્રશ્ન - 9 ડુંગરી ના સુકાયેલા પાન કાપતી વખતે શેનું ધ્યાન રાખવું જોઈએ ?
પ્રશ્ન - 10 વૈશાલી ના પિતાજી શું ધંધો કરે છે ?
પ્રશ્ન - 11 વેલામાં ઉગતા બે ફળો ના નામ આપો ..?
પ્રશ્ન - 12 *શાકભાજી સડી ગયા છે તે તમને કેવી રીતે ખબર પડશે ટૂંકમાં જવાબ આપો*
?
પ્રશ્ન - 13 પક્ષીઓ માળા કેમ બનાવે છે ?
પ્રશ્ન - 14 કાગડો માળામાં કઈ કઈ વસ્તુ લાવે છે ?
પ્રશ્ન - 15 દેવ ચકલી પોતાનો માળો શેના માંથી બનાવે છે ?
પ્રશ્ન - 16 તેજલ અમદાવાદ શા માટે ગઈ હતી ?
પ્રશ્ન - 17 તેજલ ના મામા ની ગલીમાં સવારે કેટલા વાગે પાણી આવે છે ?
પ્રશ્ન - 18 તેજલ ના મામાના ઘેર કોણ કોણ હતું ?
પ્રશ્ન - 19 તમારા ઘેર પાણી ક્યાંથી આવે છે ?
પ્રશ્ન - 20 નદી જ્યાંથી શરૂ થાય ત્યાં તેનો રંગ કેવો હોય છે ?
પાઠ મુજબ બનાવેલા અલગ પ્રશ્નો...........
પ્રશ્ન - 21 પર્વતમાંથી નીકળતી નદી ક્યાં સમાઈ જાય છે ?
પ્રશ્ન - 22 દરિયામાં આવતી ભરતી અને ઓટ એટલે શું ?
પ્રશ્ન - 23 શું તમે નદી કે દરિયાકિનારે ગયા છો ? હા તો ક્યારે ?
પ્રશ્ન - 24 જમીનની અંદર થતા શાક ના નામ આપો ?
પ્રશ્ન - 25 તમે ડુંગળી સિવાય બીજા કયા કયા પાક ના નામ સાંભળ્યા છે ?
પ્રશ્ન - 26 તમે શાળાએ કેટલા વાગે જાઓ છો ?
પ્રશ્ન - 27 તમે કયા કયા ફળ કે શાકના વેલા જોયેલા છે ?
પ્રશ્ન - 28 સડી ગયેલા શાકભાજીનું તમે શું કરો છો ?
પ્રશ્ન - 29 કયા પક્ષીની ચાંચ લાલ રંગની હોય છે ?
પ્રશ્ન - 30 તમે જોયેલા પાંચ પક્ષીઓ ના નામ લખો ?
પ્રશ્ન - 32 નદી કિનારે કયા ઝાડ જોવા મળે છે ?
પ્રશ્ન - 33 નદીમાં કયા કયા સજીવો જોવા મળે છે ?
પ્રશ્ન - 34 તમારા ઘરે પાણી ક્યાંથી આવે છે ?
પ્રશ્ન - 35 મામાના ઘરે શોચાલય નો ઉપયોગ કરતી વખતે તેજલ ને ઊલટી જેવું કેમ થાય છે ?
પ્રશ્ન - 36 તેજલ અને તેની માં શેમાં બેસી અને અમદાવાદ આવ્યાં હતા ?
પ્રશ્ન - 37 રાજુના પિતાજીને કોણ કોણ મદદ કરે છે ?
પ્રશ્ન - 37 ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો એ શેના આધારે ખબર પડે છે ?
પ્રશ્ન - 38 વૈશાલી કયા ધોરણમાં ભણે છે ?
પ્રશ્ન - 38 તમારા ઘરમાં સૌથી વહેલું કોણ ઊઠે છે અને શા માટે ?
પ્રશ્ન - 39 રાજુ ના પિતા શાકભાજી લેવા મંડીએ કયા વાહનમાં જાય છે ?
પ્રશ્ન - 40 સવારે તમારા ઘરના દરેક સભ્યો શું - શું કાર્ય કરે છે ?
વિચારો અને કહો
પ્રશ્ન -41 તમારા અને વૈશાલી ના જીવન માં શું તફાવત છે.
પ્રશ્ન - 42
નદીનું પાણી સા કારણોથી ગંદુ થાય છે ?
પ્રશ્ન - 43
આંબા અને ગાજર કઈ ઋતુમાં આવે છે ?
પ્રશ્ન - 44 તમે તેજલ ના મામાના ઘરે રહો તો તમને કઈ કઈ તકલીફ પડે ?
પ્રશ્ન - 45
તમારા ઘરના કોઈ સભ્ય ગામડામાં રહે છે ? શું તમે ગામડે ગયા છો ? હા તો તમને શહેર અને ગામડા વચ્ચેના બે તફાવત આપો ?
પ્રશ્ન - 46
નદીમાં પાણીનો વધારો કઈ ઋતુમાં થાય છે ?
પ્રશ્ન - 47
શું નદીમાં બારેમાસ એક સરખું પાણી રહે છે ?
પ્રશ્ન - 47
નદીને ગંદુ કરવા કયા કયા પરિબળો કામ કરે છે ?
પ્રશ્ન - 48
નદીને સ્વચ્છ રાખવા તમે શું કરશો ?
પ્રશ્ન - 49
તમારા ઘરમાં સૌથી નાનું કોણ ?
પ્રશ્ન - 50
તમે ઘરમાં મમ્મીને કયા કયા કામમાં મદદ કરો છો ?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો