ગરબા 2022/23
નવરાત્રી 2022 સોંગ
નવરાત્રી ચાલુ છે ત્યારે ચાલો આજે આ૫ણે નવરાત્રી નું મહત્વ તથા નવરાત્રી વિશે માહિતી મેળવીએ. નવરાત્રી – નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભારત અને દુનિયાનાં ઘણાં દેશોમાં નવરાત્રી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
મંદિરોમાં અને ઘરોમાં મા આદ્યશક્તિની ઘટસ્થાપના કરાય છે. આપણે જેને જવારા કહીએ છીએ એની પણ વાવણી કરાય છે. અગિયાર જાતનાં ધાન્યનો ઉપયોગ કરી માટીમાં આ ધાન્ય વાવવામાં આવે છે. અંતે દસમા દિવસે માતાજીની વિદાય સાથે આ જવારાનું પણ વિસર્જન થાય છે. કેટલાંક લોકો શુકન સ્વરૂપે જવારા પોતાની તિજોરી કે કબાટમાં આખા વર્ષ સુધી રાખી મૂકે છે. નવા વર્ષે બીજા મૂકી જૂનાં જવારા વિસર્જિત કરે છે.
નવરાત્રીના પહેલા દિવસે માતાજીનાં સ્થાપન માટેલાલ રંગના કપડાંનો પ્રયોગ કરો. પૂજા માટે તેના માટીનું વાસણ, કળશ, નાળિયેર, શુદ્ધ માટી, ગંગાજળ, પિત્તલ કે તાંબાનો કળશ, અત્તર, સોપારી, સિક્કો, અશોક કે કેરીના પાંચ-પાંચ પત્તા, અક્ષત અને ફૂલ-માળા એકઠા કરો. દુર્ગા માતાની પૂજામાં દાભડાનો ઉપયોગ થતો નથી.
કળશની સ્થાપના ઈશાન ખૂણામાં કરવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સૌ પ્રથમ અખંડ દીપક પ્રજ્વલિત કરો. તેનાં માટે ઘીનો દીવો પ્રગટાવો, અને ધ્યાન રાખો કે અંતિમ દિવસ સુધી એ દીવો બુઝાય નહીં. સમયાંતરે તેમાં ઘી પૂરતાં રહો. માટીનું વાસણ લઈને તેમાં થોડી માટી નાંખો. હવે તેના પર અગિયાર અનાજ આખુ ભાત, ઘઉં, સફેદ તલ, જવ, મગ, ચણા, સફેદ ચોળી, વટાણા અને સરસવ. ભાત અને ઘઉં વધારે લેવા બાકીની વસ્તુ ઓ ઓછી લઈ પાથરી દો. આ પ્રમાણે માટી અને અનાજના ત્રણ ભાગ બનાવો. તેના પર એક નાની માટલી મૂકો. માટલીમાં પાણી, સોપારી અને ઔષધિ મૂકો. સાથે-સાથે ગણેશજીની સ્થાપના પણ કરી લો.
ગણેશજીની સ્થાપના હંમેશા કળશની ડાબી બાજુ થાય છે. કળશમાં પાણી ભરીને તેમાં સોપારી, અત્તર નાંખીને તેના પર એક નાળિયેર મૂકો. દેવીનું સ્મરણ કરતાં નાળિયેર પર નાડાછડી બાંધો. હવે આ નાળિયેરને લાલ કપડાંમાં લપેટીને માટલીની ઉપર રાખો. તેના પછી દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. શક્તિ શિવ વિના પૂજા અધૂરી છે એટલે તેના પછી શિવનું સ્મરણ અવશ્ય કરો.
100 + ગરબા આલ્બમ 8માટે નીચે સ્ક્રોલ કરતાં જાવ
નવરાત્રી નું મહત્વન તો તમને ખ્યાલ જ હશે ૫રંતુ શુ તમે જાણો છે કે નવરાત્રીનાં નવે નવ દિવસ અલગ અલગ માતાજીની આરાધના થાય છે. જાણીએ દિવસ મુજબ માતાજીની આરાધના.
નવરાત્રીનો પહેલો દિવસ:
આ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. માતા શૈલપુત્રી હિમાલય રાજની પુત્રી છે. માતાના આ સ્વરૂપની સવારી નંદી છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવે છે.
Must Read : સસ્ક્રાઇબ કરજો 💕🙏
નવરાત્રીનો બીજો દિવસ:
આ દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે. એવી માન્યતા છે કે જ્યારે માતા પાર્વતી કુંવારા હતા ત્યારે તેમનું બ્રહ્મચારિણી રૂપ જાણીતું બન્યું હતું. માતા બ્રહ્મચારિણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે. આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ.
નવરાત્રીનો ત્રીજો દિવસ:
આ દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ ચંદ્રઘંટા પડ્યું હતું. શિવના મસ્તક પર અર્ધ ચંદ્ર આ વાતનો સાક્ષી છે. આ દિવસે ભૂરા રંગના કપડાં પહેરી શકાય.
નવરાત્રીનો ચોથો દિવસ:
આ દિવસ માતા કુષ્માન્ડાની પૂજાનું વિધાન છે. શાસ્ત્રોમાં માતાના આ સ્વરૂપનું વર્ણન કંઈક એ પ્રમાણે કરવામાં આવે છે કે માતા કુષ્માન્ડા સિંહની સવારી કરે છે. અને તેમની આઠ ભુજાઓ છે. માતાના આ રૂપના કારણે પૃથ્વી પર હરિયાળી છે. માતા કુષ્માન્ડાને નારંગી રંગ પસંદ છે.
નવરાત્રીનો પાંચમો દિવસ:
આ દિવસે માતા સ્કંદમાતાની પૂજા થાય છે. માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે. આથી સ્કંદ માતા હોવાના કારણે માતાનું આ નામ પડ્યું છે. માતાના આ સ્વરૂપમાં ચાર ભુજાઓ છે. માતા પોતાના પુત્રને લઈને સિંહની સવારી કરે છે. આ દિવસે સફેદ રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. આ દિવસે લાલ રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે.
નવરાત્રીનો છઠ્ઠો દિવસ:
આ દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયની દુર્ગા માતાનું ઉગ્ર સ્વરૂપ છે. જે સાહસનું પ્રતીક છે. માતા સિંહ પર સવાર હોય છે અને તેમની ચાર ભુજાઓ છે. આ દિવસે નીલો રંગ શુભ મનાય છે.
નવરાત્રીનો સાતમો દિવસ:
આ દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ માતાનું ઉગ્ર સ્વરૂપ છે. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ શુંભ-નિશુંભ રાક્ષસોનો વધ કર્યો હતો ત્યારે તેમનો રંગ અશ્વેત થઈ ગયો હતો. આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરી શકાય.
નવરાત્રીનો આઠમો દિવસ:
આ દિવસે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે. આ દિવસે અષ્ટમી પણ ઉજવવામાં આવશે.
નવરાત્રીનો નવમો દિવસ:
આ દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. એવી માન્યતા છે કે જ્યારે કોઈ માતાના આ રૂપની આરાધના કરે છે કે તેને બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાત્રી કમળના ફૂળ પર બિરાજમાન છે. આ દિવસે રીંગણી રંગના કપડાં પહેરવા શુભ મનાય છે.
આખા વર્ષ દરમિયાન ચાર મુખ્ય અને એક વૈકલ્પિક નવરાત્રી આવે છે – વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ચૈત્રી (વસંત) નવરાત્રી: શક્તિનાં નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્રી નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોનાં ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અંતિમ દિવસ રામનવમી જ છે.
Must Read
ગુપ્ત (અષાઢ) નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઈ) મહિનામાં શક્તિનાં નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ દરમિયાન અનુસરવામાં આવે છે.
શરદ (આસો) નવરાત્રી: આ સૌથી મોટી નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં આસો મહિનાનાં સુદ પક્ષમાં થાય છે.
પુષ્ય (પોષ) નવરાત્રી: પુષ્ય નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિનાં નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષમાં ઉજવવામાં આવે છે.
(વૈકલ્પિક) માઘ નવરાત્રી: માઘ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, મહા (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ(મહા) મહિનાનાં સુદ પક્ષમાં કરાય છે.
નવરાત્રી દરમિયાન મા શક્તિનાં નવ સ્વરૂપોની પૂજા થાય છે. દેવીની પૂજા પ્રદેશની પરંપરા પર આધારિત હોય છે.
મા શક્તિનાં સ્વરૂપો:-
(1) દુર્ગા, જે અપ્રાપ્ય છે તે (2) ભદ્રકાલી (3) અંબા કે જગદંબા, વિશ્વમાતા (4) અન્નપૂર્ણા, જે અનાજ પૂરાં પાડનાર ગણાય છે (5) સર્વમંગલા, જે બધાંને આનંદ આપે છે તે (6) ભૈરવી (7) ચંદ્રિકા કે ચંડી (8) લલિતા (9) ભવાની (10) મમળ
G
⁸
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો