નવરાત્રી 2022 સોંગ નવરાત્રી ચાલુ છે ત્યારે ચાલો આજે આ૫ણે નવરાત્રી નું મહત્વ તથા નવરાત્રી વિશે માહિતી મેળવીએ. નવરાત્રી – નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભારત અને દુનિયાનાં ઘણાં દેશોમાં નવરાત્રી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મંદિરોમાં અને ઘરોમાં મા આદ્યશક્તિની ઘટસ્થાપના કરાય છે. આપણે જેને જવારા કહીએ છીએ એની પણ વાવણી કરાય છે. અગિયાર જાતનાં ધાન્યનો ઉપયોગ કરી માટીમાં આ ધાન્ય વાવવામાં આવે છે. અંતે દસમા દિવસે માતાજીની વિદાય સાથે આ જવારાનું પણ વિસર્જન થાય છે. કેટલાંક લોકો શુકન સ્વરૂપે જવારા પોતાની તિજોરી કે કબાટમાં આખા વર્ષ સુધી રાખી મૂકે છે. નવા વર્ષે બીજા મૂકી જૂનાં જવારા વિસર્જિત કરે છે. નવરાત્રીના પહેલા દિવસે માતાજીનાં સ્થાપન માટેલાલ રંગના કપડાંનો પ્રયોગ કરો. પૂજા માટે તેના માટીનું વાસણ, કળશ, નાળિયેર, શુદ્ધ માટી, ગંગાજળ, પિત્તલ કે તાંબાનો કળશ, અત્તર, સોપારી, સિક્કો, અશોક કે કેરીના પાંચ-પાંચ પત્તા, અક્ષત અને ફૂલ-માળા એકઠા કરો. દુર્ગા માતાની પૂજામાં દાભડાનો...