સમજણ ની સુવાસ

મોબાઈલ ચાર્જરમાં વાયર ટૂંકો કેમ હોય છે?

આજકાલ જોવા જઈએ તો મોબાઇલ ચાર્જરમાં વાયરો ટૂંકા હોય છે અને તેને કારણે મોબાઇલ યુઝરના મનમાં સવાલ ઊઠે છે કે ચાર્જરનો વાયર કેમ ટૂંકો હોય છે?

મોબાઇલ ચાર્જરના વાયર ટૂંકા હોય છે અને લેપટોપના ચાર્જરના વાયર લાંબા હોય છે.

ચાલો આ સવાલનો જવાબ જાણીએ.

રેડીએશનને કારણે
જ્યારે ચાર્જરનો વાયર લાંબો હોય તો યુઝર ચાલુ ફોન પર વાતો જ કર્યા કરે અને યુઝરને એવું લાગે કે ચાર્જિંગ ખતમ થોડું થાય છે? ચાર્જિંગ તો વધે જ છે ને.

તેને કારણે યુઝર લાંબા સમય સુધી વાતો કરે તો રેડીએશનને કારણે દિમાગમાં અસર થાય છે.

બેટરી બગડે ના એટલે
જ્યારે ચાર્જરનો વાયર લાંબો હોય તો આપણે ફોનને વાપરતા હોય છે જેમાં ફોન પર વાત ચાલુ રાખીએ, ગેમ રમીએ, ચેટિંગ કરીએ.

તેને કારણે ફોનમાં એક બાજુ ચાર્જર ફોનને ચાર્જ કરવાનું કામ કરે અને આપણે તેનો વપરાશ કરીને ફોનના ચાર્જિંગને ખતમ કરવાનું કામ કરીએ.

તેને કારણે બેટરી પર અસર પડે છે અને બેટરીની લાઈફલાઇન ઘટે છે.

ભાવને ઘટાડવા
જ્યારે ચાર્જરનો વાયર લાંબો હોય તો તેમાં મટિરિયલ વધારે વપરાય અને પછી પેકેજિંગની પણ કોસ્ટ વધી જાય.

ચાર્જરને પછી અલગ પેક કરીને પણ આપવું પડે એટલે ચાર્જરનો વાયર ટૂંકો રખાય છે.

ભાવ ઘટાડવા એપલ વાળા આઇફોન 12માં ચાર્જર નથી આપતા.

કરંટને લીધે
જ્યારે ચાર્જરનો વાયર લાંબો હોય તો એમાં કરંટને સફર કરવામાં થોડું મોડુ પણ થઈ જાય અને જો વાયર ટૂંકો હોય તો કરંટ ઝડપથી પસાર થાય છે.

આવા ઘણા કારણો છે અને જેમાં કારણો સાચા કે ખોટા પણ હોય શકે.

તમને હવે જાણવા મળ્યું હશે કે ચાર્જરનો વાયર ટૂંકો કેમ હોય છે.

ખૂબ આભાર


}}}}}}}}}}}}}}{{{{{{{{{{{{{{{{

સ્મશાન ના લઈ જવાતી અગ્નિ નો મહત્વ.


બહુંજ જુજ માણસોને ખબર હશે કે સ્મશાનમાં મૃતદેહ ને અગ્નિદાન માટે "અગ્નિ" ઘરેથી શા માટે લઈ જવાય છે.

આપણાં પુર્વજ રૂષિ-મુનિઓએ સ્થાપેલી આ પરંપરાનો આજે પણ આપણે અમલ કરીએ છીએ. મુખ્ય વાત એમ છે કે જુનાં જમાનામાં જ્યારે અગ્નિની સાક્ષીએ વરઘોડીયાને "સપ્તપદી" બોલાવીને મંગળનાં ચાર ફેરા ફેરવે છે જેમાં.

•૧ પહેલો ફેરો "ધર્મ" નો
•૨ બીજો ફેરો "અર્થ" નો
•૩ ત્રીજો ફેરો "કામ" નો
•૪ ચોથો ફેરો "મોક્ષ" નો.

મોક્ષનાં ચોથા ફેરામાં "સ્ત્રી" પોતાનાં પતિને આગળ રાખીને પોતે પાછળ ચાલે છે. જે અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય છે. તે અગ્નિ બુજાવા નહોતી તો દેવાતી.

જ્યારે જાન પરણીને વિદાય થાય, ત્યારે "વર" પક્ષવાળાને તે અગ્નિ માટીનાં દોણામાં ભરીને આપીએ છીએ. વખત જતાં પતરાનાં ચોરસ ફાનસ આવ્યા, અને અત્યારે કોરો ધાકોડ દીવડો આવ્યો જેને રમણ દીવો કહેવાય છે.

જ્યારે જાન પરણીને ઘરે પહોંચે, ત્યારે તે અગ્નિમાં હજી એકાદ બે દેતવા જીવીત રહેતા. તે દેતવા ઉપર છાણાનો ઓબાળ ભરી પાછો અગ્નિ પ્રગટાવાતો. તે અગ્નિમાં રસોઈ પકાવી ને ખવાતી પછી અગ્નિને ચુલામાં રાખથી ભંડારી દેતા. સવારે પાછો એજ અગ્નિ જીવીત કરાતો આ ક્રમ જીવનપર્યંત ચાલતો.

જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એજ અગ્નિને પાછો દોણામાં ભરીને લઈ જવાય છે. અને તેજ અગ્નિથી દેહને અગ્નિદાહ આપાય છે.

મુત્યુ પછીનાં ચાર વિસામાઓ કહેવાય છે.

•૧ પહેલો વિસામો ઘર આંગણે
•૨ બીજો વિસામો ઝાંપા બહાર
•૩ ત્રીજો વિસામો ગામનાં ગોંદરે
•૪ ચોથો વિસામો સ્મશાનમાં.

•ધર્મ
•અર્થ
•કામ

જેવીરીતે મોક્ષનાં આ ચાર વિસામા છે. એજ રીતે મૃતદેહને ચાર પ્રદક્ષિણા છે.

પગેથી પાછા વળવાની. માટે જ કહેવાય છે કે જીવ શિવમાં ભળી ગયો તે શિવ-મય બની ગયો. શિવનાં ચરણ કદાપી ઓળંગી ન શકાય.

અગ્નિદાહ થી જળ, થળ, અગ્નિ, આકાશ અને પવન આ પાંચ તત્વ પોત-પોતાનાંમાં ભળી જાય છે, તેને ભગવાનમાં વિલીન થયા કહેવાય છે. હવે તેનાં દર્શન કરવા હોય તો શિવાલયે જવાનું. દીવાનાં દર્શને એટલા માટે જ કરવામાં આવે છે.

આત્માં અમર છે "જીવ" મરતો નથી. જળ, થળ, અગ્નિ, આકાશ, પવન પોત-પોતાનામાં ભળી જાય છે. જે જ્યાંથી આવ્યો હતો ત્યાં.

અર્થ:- માણસ મરતો જ નથી ફર્ક માત્ર એ છે કે તમે જે રૂપમાં જોયો હતો તે રૂપ માં હવે તે નથી.

ભગવાન એટલે શું ?

ભ - ભૂમિ
ગ - ગગન
વા - વાયુ
ન - નીર

મુખ્ય સાર:- પ્રકૃતિ એજ ભગવાન છે.

સો. વોટ્સ અપ




ભાઈ વગરની એક ગરીબ બેનનો દીકરો મામાને ત્યાં જવાની હઠ પકડે છે, કેમેય કરીને માનતો નથી. આખરે રેડિયો પર હેમુદાન ગઢવીનું ગીત સાંભળીને મા તેના દીકરાને કહી દે છે કે, આ જ છે તારો મામો, હવે આગળ વાંચો...


સમય : ઈ.સ. ૧૯૬૧.

અને મામાના કંઠ વચ્ચે આંટા મારતું એ અબુધ બાળક કિલકારી ઊઠ્યું: 
‘મામાની વાત કેમ ન કરી, મા ?’ 
‘કેમ કરું ગગા? તારો મામો બહુ આઘો રહે છે, ઠેઠ રાજકોટમાં...’

‘તો આપણે રાજકોટ જાઇ મા..........’ 
‘હું એને કાગળ લખું પછી જાશું...’ 
‘મામાનું નામ તો તને આવડે છે ને ?’ 
‘હા બેટા ! એનું નામ હેમુદાન ગઢવી છે...’ ‘તે ગઢવી તો આપણેય છયેં ને, હે, મા?’ ‘હા, દીકરા! માટે તો તારો મામો થાય ને?’

અને પછી છોકરાએ મામાને કાગળ લખવાની રઢ લીધી. ‘ગામનો ચોરો’ કાર્યક્રમ પૂરો થયો, અને પત્રોના જવાબ પછી આકાશવાણી-રાજકોટનું સરનામું બોલાયું. બાઈએ હૈયે હામ રાખીને વળતા દિવસે, વેપારીની દુકાનેથી પોસ્ટકાર્ડ લઇને હેમુભાઇ ગઢવીના નામે કાગળ લખ્યો: 

‘હેમુભાઇ! મારે અને તારે આંખનીય ઓળખાણ નથી, છતાં મેં તને મારો ભાઈ કરી માન્યો છે. જનમ-દ:ખણી છું,
નભાઇ છું, બાળોતિયાંની બળેલ છું. 
મારે કોઇ ઓથ કે આધાર નથી, અને મારો એકનો એક દીકરો ઘણા સમયથી મામાનું નામ ઝંખતો હતો. ‘નભાઇ’ એવી હું એને મામો ક્યાંથી લાવી દઉં, ભાઈ ? 
આથી મેં મામા તરીકે તારું નામ દઈ દીધું છે. રેડિયો ઉપર તારું ગીત સાંભળ્યા પછી સરનામું યાદ રાખીને આ કાગળ લખું છું. જો મારી વાત તને ગોઠે તો છોકરાનો મામો થાજે, અને એકાદ આંટો આવજે. 
નીકર મારા આ કાગળને નકામો સમજીને ફાડી નાખજે, અને અમને માફ કરી દેજે. 

હાંઉ વીરા! તારાં દૂધ અને દીકરા જીવે. ભૂલચૂક માફ કરજે!’

બાઈનો કાગળ ‘ગામનો ચોરો’ વિભાગમાં પહોંચ્યો, અને ત્યાંથી આકાશવાણીનો પટાવાળો કાગળ લઈને હેમુભાઇ ગઢવીને પહોંચાડી આવ્યો...ત્રાંસી, વાંકી લીટીઓ, છેકછાક, અને ઈયળિયા અક્ષરોવાળો કાગળ હેમુભાઇ ગઢવીએ મથી મથીને ઉકેલ્યો, અને કાગળની ઉકલત જ્યારે હૈયે વસી, ત્યારે એની આંખો ભીની થઈ ગઈ.

 ‘ઓ હો જીતવા! દરેક કલાકાર જે તત્વને પામવા મથામણ કરે છે, અને પોતાની કલાના કવન-કથનમાં પ્રાણ પૂરવા માંગે છે, એ જ તત્વ આજ સામે ચાલીને મને નિમંત્રી રહ્યું છે... ભલે, મારી બોન! 
હું એક વાર નહીં, સાતવાર તારો ભાઇ, ધર્મનો.

આ તો હજી અધૂરી વાત છે,
ક્લાઈમેક્સ તો હજી હવે આવશે........
ત્યાર પછીની બનેલ ઘટના વધુ હ્રદયદ્રાવક છે..........

જુનાગઢ પ્રોગ્રામ કરી પરત ફરતા હેમુદાનભાઈએ એ ગામને પાદર ગાડી રોકાવી, મધરાતે બેનના ઘેર ટકોરા મારી ભાણેજને ગળે લગાડ્યો, અને એ જમાનામાં મળેલ પ્રોગ્રામની રકમ રૂ.૫૦૦૦/- (આજના ૨૫ લાખ થાય.) ત્યાં મૂકતાં આવ્યા. 

ચૂપચાપ ગાડી રાજકોટને પાદર પહોંચી, ત્યારે ચા પીવા રોકી, અને હેમુદાનભાઈએ આ વાત બધાને કરી અને કહ્યું કે તમારા ભાગના રૂપીયા હું તો ત્યાં બેનને આપી આવ્યો, પણ હવે તમને સાંજ સુધીમાં પૂગતા કરીશ. 

ડાયરાનાં કલાકારોએ એક સુરે જવાબ દીધો કે, તમારી બેન ઈ અમારી બેન, અને તમે જો આ ધરતીની ઉજળિયાતનાં રખોપા કરતાં હો, તો અમારે હવે ઈ પૈસા નો ખપે. સમ છે કસુંબલ ધરતીના, જો હવે પૈસાની વાત કરી છે !!!

ધીરે રહીને હેમુદાનભાઈએ કહ્યું કે બીજું તો ઠીક, પણ ચા વાળાને કોઈ પૈસા આપી દેજો, મારી પાસે તો જે હતા તે બધા હું બેનના ઘેર મૂકતો આવ્યો છું. 

વાત સાંભળી રહેલ ચા વાળો આજ મોકો ભાળી ગયો. આવડા મોટા કલાકારની દાતારી અને ઉદારતાની વહેતી ગંગામાં તેણે પણ ડૂબકી લગાવી. 

"ખબરદાર કોઈએ પૈસાની વાત કરી છે તો! તમે ધરતીની આબરૂના રખોપા કરો, અને હું તમારા ચા નાં પૈસા લઉં, તો મારી માનું ધાવણ લાજે." 

ન તો ચા વાળાએ પૈસા લીધા, અને ના તો કલાકારોએ..અને કાઠિયાવાડની ધરતી ફરી એક વાર મધમધતી કરી.

*" મિત્રો "*

*આ એ જ " હેમુદાનભાઈ ગઢવી " ની સત્ય ઘટના છે...... 
જેનાં નામે રાજકોટમાં હેમુ ગઢવી થીયેટર છે.

🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ચૂંટણી પરિણામ 24. Election results

વરસાદી આફત મેપ

વિરામ ચિન્હો ની સમજ / punctuation marks