સમજણ ની સુવાસ
મોબાઈલ ચાર્જરમાં વાયર ટૂંકો કેમ હોય છે? આજકાલ જોવા જઈએ તો મોબાઇલ ચાર્જરમાં વાયરો ટૂંકા હોય છે અને તેને કારણે મોબાઇલ યુઝરના મનમાં સવાલ ઊઠે છે કે ચાર્જરનો વાયર કેમ ટૂંકો હોય છે? મોબાઇલ ચાર્જરના વાયર ટૂંકા હોય છે અને લેપટોપના ચાર્જરના વાયર લાંબા હોય છે. ચાલો આ સવાલનો જવાબ જાણીએ. રેડીએશનને કારણે જ્યારે ચાર્જરનો વાયર લાંબો હોય તો યુઝર ચાલુ ફોન પર વાતો જ કર્યા કરે અને યુઝરને એવું લાગે કે ચાર્જિંગ ખતમ થોડું થાય છે? ચાર્જિંગ તો વધે જ છે ને. તેને કારણે યુઝર લાંબા સમય સુધી વાતો કરે તો રેડીએશનને કારણે દિમાગમાં અસર થાય છે. બેટરી બગડે ના એટલે જ્યારે ચાર્જરનો વાયર લાંબો હોય તો આપણે ફોનને વાપરતા હોય છે જેમાં ફોન પર વાત ચાલુ રાખીએ, ગેમ રમીએ, ચેટિંગ કરીએ. તેને કારણે ફોનમાં એક બાજુ ચાર્જર ફોનને ચાર્જ કરવાનું કામ કરે અને આપણે તેનો વપરાશ કરીને ફોનના ચાર્જિંગને ખતમ કરવાનું કામ કરીએ. તેને કારણે બેટરી પર અસર પડે છે અને બેટરીની લાઈફલાઇન ઘટે છે. ભાવને ઘટાડવા જ્યારે ચાર્જરનો વાયર લાંબો હોય તો તેમાં મટિરિયલ વધારે વપરાય અને પછી પેકેજિંગની પણ કોસ્ટ વધી જાય. ચાર્જરને પછી અલગ પેક કરીને પણ આપવું પડે એટલે ચાર્જરનો વાય...