વ્હાલી દીકરી યોજના


વિડિયો જુવો અહી ☝️




વ્હાલી દીકરી યોજનાનો હેતુ   
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “વ્હાલી દીકરી યોજના” અમલમાં મુકવામાં આવેલી છે. રાજ્યની તમામ દીકરી માટે યોજના બનાવવા ગુજરાત રાજ્ય સતત ચિંતિત રહી છે. વ્હાલી દીકરી યોજના દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો તથા દીકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય તે મહત્વના ઉદ્દેશ સાથે આ યોજના અમલીકૃત બનાવી છે. 

વ્હાલી દીકરી યોજના અંતર્ગત સ્ત્રીઓનું શિક્ષણને ઉત્તેજન મળી રહે તથા સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, બાળલગ્નો અટકાવવા માટે ગુજરાત સરકાર કૂખથી કરિયાવર સુધી દરકાર લઈ માટે જનતા માટે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

Vahali Dikri Yojana Benefits

વહાલી દીકરી યોજના લાભ


વ્હાલી દીકરી યોજનામાં લાભાર્થી દીકરીને કુલ ત્રણ હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા 110000 (એક લાખ દસ હજાર) મળવા પાત્ર થશે.


પ્રથમ હપ્તામાં – લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- (ચાર હજાર રૂપિયા) મળવાપાત્ર થશે.


બીજો હપ્તો પેટે – લાભાર્થી દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.

છેલ્લા હપ્તા થશે.અને અંતિમ હપ્તા પેટે– લાભાર્થી દીકરી 18 વર્ષની ઉંમર કરે તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.

નોંધ:- વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરી 18 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો ‘બાકી સહાય’ મળવાપાત્ર થશે નહીં.

વ્હાલી દીકરી યોજના કોને મળે? (તેની પાત્રતા)
1. તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

2. દંપતિ(પતિ-પત્ની)ની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

3. અપવાદરૂપ(ખાસ) કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને vahali dikri yojana નો લાભ મળવાપાત્ર થશે.

4. વ્હાલી દીકરી યોજના આવક મર્યાદા બાબતે ઠરાવની જોગવાઈ મુજબ લાભ મેળવવા માટે દંપતિની (પતિ-પત્નીની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા (Vahali Dikri Yojana Income Limit) ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂ. 200000/- (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.

5. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ(Document)
1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર

2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)

3. માતા-પિતાના આધારકાર્ડ

4. માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર

5. આવકનો દાખલો

6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા

7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)

8. વ્હાલી દીકરી યોજનાનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતિનું સોગંદનામું

9. અરજદારના રેશનકાર્ડની નકલ.

વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં આપવું?
1. ગ્રામસ્તરે સંકલિત બાળ વિકાસ યોજના(ICDS) દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે તથા ગ્રામ પંચાયત ખાતે Digital Gujarat Portal ની કામગીરી કરતા VCE (Village Computer Entrepreneur) પાસેથી પણ વિનામૂલ્યે મેળવી શકો છો.

2. તાલુકાસ્તરે જિલ્લા પંચાયત હસ્તક આવેલી તાલુકા “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી(ICDS)” ની કચેરી ખાતેથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે.

3. જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે(મફત) મળશે.

Vahali Dikari Yojana form pdf

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના ઠરાવના આધારે લાભાર્થીઓના લાભ મેળવવા સરળતા રહે તે માટે અધિકૃત અરજીપત્રક જાહેર કરેલ છે. vahali dikri yojana 2021 form મેળવવા માટે ઉપર
આપેલા ફ્રોમ અને સોગંધ નામ
ને ટચ કરો અને ડાઉનલોડ કરો.

Download Vhali Dikari Yojana Form
વ્હાલી દીકરી યોજના બાબતે અન્ય માહિતી:
વ્હાલી દીકરી યોજના માહિતી બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવેલ છે. Vahali Dikari Yojana in Gujarat 2021 માં સુધારા ઠરાવ અન્‍વયે Covid-19 તથા લોકડાઉનને કારણે અરજી ન કરી શકનાર અરજદારો માટે આ મુદ્દતમાં વધારો કરવામાં આવેલ છે

 જેમાં તા- 02/08/2019 થી તા- 31/03/2020 સુધીમાં જન્મેલ દીકરીના કિસ્સામાં અરજી કરવાની સમયમર્યાદામાં 6 મહિના વધારો કરવામાં આવેલ છે. દીકરીના જન્મની તારીખથી 18 મહિનાની અંદર અરજી કરવાની રહેશે.

વ્હાલી દીકરી યોજના બાબતે પ્રશ્નોત્તરી
1. વ્હાલી દીકરી યોજના અન્‍વયે આવક અંગેનું પ્રમાણપત્ર રેશનકાર્ડ મુજબ કુંટુબના વડા એટલે કે દીકરીના દાદાનું કે દાદીનું ચાલે?

       વ્હાલી દીકરી યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ “દીકરીના માતા-પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર માંગેલ હોવાથી સંયુક્ત રેશનકાર્ડ મુજબ દીકરીના ‘દાદા કે દાદી” ચાલે નહીં.

2. વ્હાલી દીકરી યોજનાનું સોગંદનામું માટે કોઈ નિયત નમૂના ખરો?

       વ્હાલી દીકરી યોજના સોગંદનામું માટે નમૂનો અરજી ફોર્મ સાથે જ નિયત સોગંદનામું માટે આપેલ છે જેથી તેના મુજબ કરવાનું રહેશે.

3. vahali dikri yojana helpline number & vahali dikri yojana toll free number નંબર ખરો?

       વ્હાલી દીકરી યોજના માહિતી માટે હેલ્પલાઈન નંબર માટે સંબંધિત જિલ્લાકક્ષાએ આવેલી “જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી” ખાતે વ્હાલી દીકરી યોજનાની વધુ માહિતી મળી રહેશે.













ફોર્મ ડાઉનલોડ કરો.





સોગંધ નામુ .....ડાઉનલોડ કરો.






સ્વાદીષ્ટ અથાણાં
130 પ્રતિ કિલો
9228435764

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ચૂંટણી પરિણામ 24. Election results

વરસાદી આફત મેપ

વિરામ ચિન્હો ની સમજ / punctuation marks