સરસ વાતો વાચવા લાયક

*જીવન નું કટુ સત્ય* તમારું કરોડો નું ઘર તેમાં ચહેરો દેખાય તેવો આરસ, તેના ઉપર મખમલી ગાલીચો, છત પર નેત્રદિપક જેવી રોશની અને ઝુમ્મર, આંખ અંજાય જાય તેવું ફર્નિચર. આખું આયુષ્ય કષ્ટ કરીને ઉભા કરેલ આ ઘર મા, *"ગુજરી ગયા પછી"* કલાકમાં ઉપાડવાની સગાંવહાલાંની ઉતાવળ. ઘરમાં સુવા માટે માસ્ટર બેડરૂમ, તેના ઉપર ઈમ્પોર્ટ કરેલ ગાદી, ઝકાસ મૅચિંગ બેડશીટ. પોચા પોચા તકિયા, ચાદર, બ્લૅન્કેટ. *"શબ"* દવાખાનેથી ઘરે લાવ્યા ત્યારે, એક જૂનો ખાટલો, એના ઉપર જૂની સાચવી રાખેલી બેડશીટ, કવર ફાટેલું ઓશીકુ. ઘરે ભગવાન ના મંદિર મા ચાંદીની કંકાવટી, દીવો, અને સુગંધી અગરબત્તી, સુવાસીક ધૂપ. *શબ પાસે* છેલ્લે મૂકે જુના પીત્તળનો દીવો, અને પાંચ રૂપિયા વાળી ફાલતુ અગરબત્તી. ઘર માં 5 લાખનું બાથરૂમ, તેમાં સ્નાન કરવા માટે ટબ બાથ, ગરમ પાણી નો ફુવારો, ચારે કોર અરીસા. *છેલ્લો કાર્યક્રમ તો જુવો.* તમને નવરાવવા માટે મૂકેલુ ગરમ પાણી બહાર ખુલ્લામા તાપતુ હોય છે. છેલ્લું નાવણિયું (આંગ ઘોળ) રસ્તા ઉપર, નવરાવતા વખતે સાબુ સુધ્ધા પાંચ રૂપિયા વાળો. તમારા સગા માં થી કોઈ પણ માઇનો લાલ એમ નહી કહેશે કે આની છેલ્લી આંગઘોળ બાથરૂમમા...