વિરામચિહ્નો વિરામચિહ્નો એટલે શું ? "વિરામચિહ્ન એટલે લખાણ વાંચતા થોભવાની નિશાની." વિરામચિહ્ન ઉકિતમાં અટકવાના સ્થાનો દર્શાવવા માટે તથા અર્થની દ્રષ્ટિએ વાક્યના ઘટકોનો જુદી જુદી જાતનો સંબંધ સૂચવવા માટે લેખનમાં જે ચિહ્ન વપરાય છે તેને " વિરામચિહ્ન " કહેવામાં આવે છે. જેમ કે: "ચોરી કરવી નહીં, કરે તેને શિક્ષા થશે" તેના બદલે ખોટા વિરામચિહ્ન વડે "ચોરી કરવી, નહીં કરે તેને સજા થશે." આવો અનર્થ જોવા મળે છે. આમ, ભાષા શુદ્ધિ માટે વિરામચિન્હોની તેના ઉપયોગની અનિવાર્યતા રહેલી છે. વિરામ : વિસામો, અટકવું, આરામ. ચિહ્ન: નિશાની, સંકેત. વાક્યમાં આરોહ-અવરોહ લાવવા, અર્થની સ્પષ્ટતા લાવવા કે અટકવા માટે ઉપયોગમાં લેવાતાં સંકેતોને વિરામચિહ્નો કહેવામાં આવે છે. ઘણા લાંબાં વાક્યો વચ્ચે મુકેલા વિરામચિહ્નોના ખોટા ઉપયોગથી ઘણીવાર અર્થનો અનર્થ પણ થઈ જાય છે. દરેક ભાષામાં વપરાતા વિરામચિહ્નોનું મહત્ત્વ વિશેષ હોય છે. ગુજરાતી ભાષામાં વપરાતાં વિરામચિહ્નો અને તેના ઉપયોગો નીચે છે. વિરામચિહ્નનું કાર્ય નીચે મુજબ છે. આ વિરામચિહ્નોનાં મુખ્ય ચાર કાર્ય છે. (૧) સમાપન : વાકયાંતે આવતાં આરોહ કે અવરોહ સૂ...