હિન્દુ ધર્મ સહિત અનેક સંસ્કૃતિઓમાં તે માન્યતા છે કે મરણોપરાંત પણ પૂર્વજો કૃપા દ્રષ્ટિ રાખે છે. સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિમાં પિતૃઓનો પણ આશીર્વાદ હોય છે. ધરતી પર મનુષ્યના શુભ-અશુભ કર્મોની અસર પૂર્વજો અને પિતૃઓ પર પડે છે. આપણા સારા કર્મોથી તેઓ પ્રસન્ન થાય છે અને આપણા ખરાબ કર્મોથી તે નારાજ થાય છે. માન્યતા છે કે જ્યારે પૂર્વજ અને પિતૃઓ નારાજ કે ક્રોધિત થાય છે, વ્યક્તિના જીવન અને પરિવારમાં સંકટના વાદળ છવાઇ શકે છે અને પ્રગતિ અટકી જાય છે. પરંતુ તેના માટે પૂર્વજ કેટલાંક સારા સંકેત પણ આપે છે. ચાલો જાણીએ કે તે સંકેત કયા છે. 1 આર્થિક તંગી ધનના મામલે જે લોકોના હાથ હંમેશા તંગ રહે છે અને આર્થિક તંગી તેમનો પીછો છોડી નથી રહી, તે પૂર્વજોના નારાજ થઇને અડચણો ઉભી કરવાનો સંકેત હોઇ શકે છે. 2 ખરાબ સપના અને હેલ્થ પ્રોબ્લેમ જો કોઇ વ્યક્તિને વારંવાર પોતાના પરિવારના કોઇ મૃત વ્યક્તિનું સપનું આવે અથવા વારંવાર ખરાબ સપના આવે તો તે પણ પૂર્વજો અને પિતૃઓનો એક સંકેત માનવામાં આવે છે. જે પરિવારમાં લોકો વારંવાર બીમાર રહેતા હોય, સ્વાસ્થ્યની સમસ્યાઓ પીછો ન છોડતી હોય કે રોગી જલ્દી રિકવર ન કરી શકતાં હોય તો તે પ...