જાણવાજેવું....

ભારત રત્ન ભારત રત્ન પુરસ્કાર એ ભારત સરકાર દ્વારા આપવા માં આવતો સૌથી સર્વોચ્ય પુરસ્કાર છે. ભારત રત્ન એ માત્ર ભારતીય નાગરિકો ને જ નહિં પરંતુ દેશ – વિદેશ ના કોઈપણ નાગરિક ને કે જેણે કળા, સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત ના ક્ષેત્રો માં તેમજ જાહેર સેવા માં અસાધારણ પ્રદશન અને શ્રેષ્ઠ પ્રદાન કરનાર નાગરિક ને ભારત સરકાર દ્વારા ભારત રત્ન ના પુરસ્કાર થી નવાજવામાં આવે છે. ભારત રત્ન આપવા માટે વડાપ્રધાનશ્રી દ્વારા માનનીય રાષ્ટ્રપતિ ને નામો ની ભલામણ કરવા માં આવે છે. સામાન્ય નાગરિકો દ્વારા રાષ્ટ્રપતિ ને ભલામણ કરી શકાતી નથી. 1954 ની સાલ માં સર્વપલ્લી રાધાકૃષ્ણન (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ), સી. રાજગોપાલાચારી (સવાતંત્ર્ય સેનાની) અને સી.વી.રામન (ભૌતિક શાસ્ત્રી) ને મળ્યો હતો. 1955 ની સાલ માં ભગવાનદાસ (સ્વાતંત્ર્ય સેનાની), એમ. વિશ્વેસવરીયા (સિવિલ એન્જી. અને ભાખરા નાંગલ બંધ ના નિર્માતા) અને જવાહરલાલ નહેરુ (પ્રથમ વડાપ્રધાન) ને મળ્યો હતો. 1957 ની સાલ માં એક માત્ર ગોવિંદ વલ્લભ પંત (સ્વાતંત્ર્ય સેનાની અને ઉત્તરપ્રદેશ ના પ્રથમ મુખ્યમંત્રી) ને મળ્યો હતો. 1958 ની સાલ માં એક માત્ર ધોંડો કેશવ કર્વે (શિક્ષણ શાસ્ત્રી અને...