ટૂંકા પ્રશ્નો અને જવાબો
(૧) બ્રોધગ્રંથ ત્રિપિટક માં કયા કયા ગ્રંથોનો સમાવેશ થયેલો છે ?
(જ) બૌદ્ધ ગ્રંથ ત્રિપીટક માં સુત્રપીટક વિનયપિટક અને અભિધમ્મપીટક નો સમાવેશ થયેલો છે.
(૨) ગૌતમ બુદ્ધ નો જન્મ ક્યારે અને કોના ત્યાં થયો હતો.
(જ)
ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566 માં કપિલ વસ્તુના વડા શુદ્ધોધન અને માયાદેવીને ત્યાં થયો હતો.
(૩) સિદ્ધાર્થ ના લગ્ન યુવા અવસ્થામાં કેમ કરાવવામાં આવ્યા ?
(જ)
રાજકુમાર સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હતા તેથી તેમના પિતાને ચિંતા થઈ કે સિદ્ધાર્થ સન્યાસી તો નહીં થઈ જાય ને આ ચિંતા ના કારણે સિદ્ધાર્થના યુવા અવસ્થામાં લગ્ન કરવામાં આવ્યા.
(૪) સિદ્ધાર્થે શા માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું ?
(જ) સિદ્ધાર્થ એ જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું.
(૫) ગૃહત્યાગ બાદ સિદ્ધાર્થ ક્યાં ક્યાં ગયા હતા ?
(જ)
ગૃહત્યાગ બાદ સિદ્ધાર્થ રાજગૃહ અને પુરુંવેલા નામના સ્થળે ગયા હતા.
(૬) ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં અને ક્યારે થઈ હતી ?
(જ)
ગૌતમ બુદ્ધને બોધી ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી.
(૮) બુધ નો શો અર્થ થાય છે.
(જ)
બુધ નો અર્થ જાગૃત કે જ્ઞાની થાય છે.
(૯)- જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ક્યાં ગયા હતા ?
(જ)
જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ સૌપ્રથમ સારનાથ ગયા હતા.
(૧૦) ગૌતમ બુદ્ધે સમજાવેલા ચાર આર્ય સત્ય કઈ રીતે જાણીતા છે ?
(જ)
ગૌતમ બુદ્ધે સમજાવેલા ચાર આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે.
(૧૧) ગૌતમ બુદ્ધના સમયમાં હિન્દુ ધર્મ ક્યા ક્યા વર્ણોમાં વહેંચાયેલો હતો ?
(જ)
ગૌતમ બુદ્ધના સમયમાં હિન્દુ ધર્મમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર જેવા ચાર વર્ણો હતા.
(૧૨) મહાવીર સ્વામી નો જન્મ ક્યાં થયો હતો ?
(જ)
મહાવીર સ્વામી નો જન્મ વજજીસંગના એક ગણ રાજ્ય કુંડગ્રામ માં થયો હતો.
(૧૩)
મહાવીર સ્વામીના માતા-પિતાનું નામ જણાવો ?
(જ)
મહાવીર સ્વામીના માતાનું નામ ત્રીસલા દેવી અને પિતાનું નામ સિદ્ધાર્થ હતું.
(૧૪)
મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું ?
(જ)
મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું.
(૧૫)
ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું
(જ)
ગૌતમ બુદ્ધના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું
(૧૬)
વર્ધમાન ની પત્ની અને પુત્રીનું નામ શું હતું ?
(જ)
વર્ધમાન ની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શની હતું.
(૧૭)
વર્ધમાન જીન સાથી કહેવાય ?
(જ)
વર્ધમાન મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો તેથી તે જીન કહેવાય.
(૧૮)
મહાવીર સ્વામીએ કયા પાંચ વ્રતો આપ્યા હતા ?
(જ)
મહાવીર સ્વામી આપેલા પાંચ વ્રતો 1 અહિંસા
2 સત્ય
3 અસ્તેય
4 અપરિગ્રહ અને 5 બ્રહ્મચર્ય
(૧૯)
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો ?
(જ)
લોક ભાષા પ્રાકૃત અને અર્ધ માર્ગીયમાં ઉપદેશ આપ્યા હતા
(૨૦) ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશની લોકો પરથી અસર થઈ
(જ)
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશની લોકોને નવા વિચાર મળ્યા લોકોને ધાર્મિક ક્રિયા કાંડો અને પશુબલીનો ત્યાગ કર્યો મોટી સંખ્યામાં લોકો તેમના